SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ (અંશથી) શુભ મનાય છે. આથી સમજી શકાશે કે અનુષ્ઠાનનું બાહ્ય સ્વરૂપ અશુદ્ધ હોવા છતાં મોક્ષના આશયલેશથી તેનું આત્યંતર સ્વરૂપ શુદ્ધ બને છે. બીજું જે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે તે સ્થૂલવ્યવહારને કરનારા એવા લોકોની દૃષ્ટિએ સિદ્ધ યમ-નિયમ વગેરે સ્વરૂપ છે. પ્રાણાતિપાત, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહથી સર્વથા વિરામ પામવા સ્વરૂપ પાંચ યમ છે. શૌચ(બાહ્ય અને આત્યંતર પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન - આ પાંચ નિયમ છે. યમ અને નિયમ વગેરે સ્વરૂપ બીજું “સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. જીવાદિ તત્ત્વને નહિ જાણનારા એવા પૂરણાદિ તાપસોની જેમ પ્રથમ ગુણસ્થાનકે પણ લોકદષ્ટિએ સિદ્ધ આ સ્વરૂપશુદ્ધ - અનુષ્ઠાન હોય છે. આશય એ છે કે જીવાદિ નવ તત્ત્વનું પારમાર્થિક જ્ઞાન હોય તો સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન હોય છે જ. પરંતુ તેનું જ્ઞાન નહિ હોવા છતાં લોકદષ્ટિએ પૂરણતાપસાદિ સંસારથી વિરક્ત બની યમ-નિયમાદિસ્વરૂપ સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન પ્રથમ ગુણસ્થાનકે પણ કરતા હોય છે. (૧૪-૨રા તૃતીય અનુબંધ શુદ્ધ-અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે तृतीयं शान्तवृत्त्यादस्तत्त्वसंवेदनानुगम् । दोषहानिस्तमोभूम्ना नाद्याज्जन्मोचितं परे ॥१४-२३॥ तृतीयमिति-शान्तवृत्त्या कषायादिविकारनिरोधरूपया । तत्त्वसंवेदनानुगं जीवादितत्त्वसम्यक्परिज्ञानानुगतम् । अदो यमाद्येव । तृतीयमनुबन्धशुद्धं कर्म । आधाद्विषयशुद्धानुष्ठनात् । तमोभूम्ना आत्मघातादिनिबन्धनाज्ञानबाहुल्येन । दोषहानिर्मोक्षलाभबाधकपरिहाणिर्न भवति । यत आह–“आद्यान्न दोषविगमस्तमोबाहुल्ययोगत” इति । परे पुनराचार्याः प्रचक्षते उचितं दोषविगमानुकूलजात्यादिकुलादिगुणयुक्तं जन्म ततो भवति । एकान्तनिरवद्ये मोक्षे स्वरूपतोऽतीव सावद्यस्य कर्मणस्तस्याहेतुत्वेऽपि मुक्तीच्छायाः कथञ्चित् सारूप्येण तद्धेतुत्वात्तद्वारतया प्रकृतोपयोगादिति ह्यमीषामाशयः । तदाह-“तद्योग्यजन्मसन्धानमत एके प्रचक्षते । मुक्ताविच्छापि यच्छ्लाघ्या तमः क्षयकरी मता ।। तस्याः समन्तभद्रત્યાનિવનનિત્ય તિ 19૪-૨રૂા. શાંતવૃત્તિથી થનારું અને જીવાદિતત્ત્વના સંવેદનથી યુક્ત એવું યમ-નિયમાદિસ્વરૂપ અનુષ્ઠાન જ અનુબંધશુદ્ધ ત્રીજું અનુષ્ઠાન છે. વિષયશુદ્ધ પ્રથમ અનુષ્ઠાનથી તેની અજ્ઞાનબહુલતાથી દોષહાનિ થતી નથી. “વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી દોષહાનિ માટે અનુકૂળ એવો જન્મ મળે છે.” એમ કેટલાક આચાર્યભગવંતો માને છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે કષાય અને વિષયના વિકારના નિરોધ સ્વરૂપ શાંતવૃત્તિથી જે અનુષ્ઠાન થાય છે તે અનુષ્ઠાન; જો જીવ અને અજીવ વગેરેના તત્ત્વ(સ્વરૂપ)ના સભ્ય રીતે પરિજ્ઞાનને અનુસરનારું હોય તો અનુબંધશુદ્ધઅનુષ્ઠાન બને છે. ૨૫૬ અપુનર્બન્ધક બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy