SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે તે શાસ્ત્રમાં વર્ણવેલા એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય એવા આત્મા વગેરેનું જ્ઞાન થવાથી તેમાં અહિંસાદિ ધર્મસાધનો ઘટે છે કે નહિ... ઇત્યાદિ સ્વરૂપે અહિંસાદિમાં; પોતપોતાના દર્શનશાસ્ત્રપ્રસિદ્ધ એકાંતનિત્યાદિ સ્વરૂપ આશ્રયવૃત્તિત્વ વગેરેની શંકા થાય છે. તેને અહિંસાદિ સ્વરૂપ અર્થના માથાભ્યની શંકા કહેવાય છે. આ શંકા તત્ત્વજ્ઞાનની પ્રત્યે અર્થાત્ અહિંસાદિ ધર્મસાધનના નિશ્ચય માટે ઉપયોગી બને છે. કારણ કે તે શંકા અહિંસાદિ ધર્મસાધનના યથાર્થસ્વરૂપની વિચારણામાં પ્રવૃત્ત થયેલી છે. એ વિચારણાથી આત્માદિ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય થવાથી અહિંસાદિ ધર્મસાધનોનો શુદ્ધવિષય(શુદ્ધ આશ્રય) કેવો હોવો જોઇએ તેનું તાત્ત્વિક જ્ઞાન થાય છે, જેથી તાત્ત્વિક જ્ઞાનનું કારણભૂત કયું દર્શન છે - તેની પ્રતીતિ થાય છે. અને તેનાથી મુમુક્ષુ આત્માઓ સદર્શનનો સ્વીકાર કરે છે. આ રીતે એ શંકા “તત્ત્વજ્ઞાનની પ્રત્યે ઉપયોગિની બને છે. સદર્શનનો સ્વીકાર થવાથી તે દર્શનનો ગ્રહ જ યથાર્થ એવા અહિંસાદિ ધર્મસાધનોનો ઉપલંભ કરાવે છે. તેથી લક્ષણ(પ્રમાણલક્ષણાદિ)નું કોઈ જ પ્રયોજન નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે સઘળાંય દર્શનશાસ્ત્રોએ અહિંસાદિ ધર્મસાધનોનું નિરૂપણ કરવા સાથે આત્માદિનું સ્વરૂપ વર્ણવ્યું છે. એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વગેરે સ્વરૂપે આત્માદિ હોય તો તેમાં અહિંસાદિ ધર્મો રહી શકતા (સંગત થતા) નથી અને તેથી તે તે સ્વરૂપે આત્માદિનું નિરૂપણ કરનારાં શાસ્ત્રોમાં અહિંસાદિ ધર્મસાધનો યથાર્થ કઈ રીતે સંભવે? આવી શંકાથી જે વિચારણા થાય; તેથી આત્માદિના યથાર્થસ્વરૂપના પ્રતિપાદક શાસ્ત્ર-દર્શનનો સહજ રીતે સ્વીકાર શક્ય બને છે, જેથી ત્યાં પ્રતિપાદન કરાયેલાં અહિંસાદિ ધર્મસાધનોનો યથાર્થ સ્વરૂપે નિશ્ચય થાય છે. એમાં પ્રમાણલક્ષણાદિનો કોઇ જ ઉપયોગ નથી - એ સમજી શકાય છે. I૮-૧૪ અહિંસાદિ ધર્મસાધનસ્વરૂપ અર્થની યથાર્થતાના જ્ઞાન માટે આત્માદિની યથાર્થતાનો વિચાર કરવા જણાવાય છે– तत्रात्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् । हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् ? ॥८-१५॥ तत्रेति-तत्र धर्मसाधने विचारणीये । आत्मा नित्य एव इति येषां साङ्ख्यादीनामेकान्तदर्शनं । तेषां हिंसादयः कथं मुख्यवृत्त्या युज्यन्त इति शेषः । कथमपि खण्डितशरीरावयवैकपरिणामेनापि आत्मनोऽव्ययादखण्डनात् । न हि बुद्धिगतदुःखोत्पादरूपा हिंसा साङ्ख्यानामात्मनि प्रतिबिम्बोदयेनानुपचारिता सम्भवति । न वा नैयायिकानां स्वभिन्नदुःखरूपगुणरूपा सा, आत्मनि समवायेन प्रतिबिम्बसमवाययोरेव काल्पनिकत्वात् । न च कथमपि स्वपर्यायविनाशाभावे हिंसाव्यवहारः कल्पनाशतेनाप्युपपादयितुं शक्यत એક પરિશીલન ૨૧
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy