SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ તે તે તપ-પ્રમુખ અનુષ્ઠાન કરતા હોય છે. પરંતુ કાલાંતરે પૂ. ગુરુ-ભગવંતોની પરમતારક દેશનાના શ્રવણાદિથી તેમની તે તે ફળની ઇચ્છા બાધિત થતી હોય છે. આથી જ તપપંચાશક વગેરે ગ્રંથોમાં તે તે ફળની સિદ્ધિ માટે રોહિણી અને સર્વાંગસુંદર વગેરે તપો દર્શાવ્યાં છે. કોઇ પણ સંયોગોમાં એવા જીવોની સૌભાગ્યાદિ ફળની કાંક્ષા ઉપર જણાવ્યા મુજબ બાધ્યસ્વભાવથી રહિત જ હોય અને તેનો બાધ થવાનો જ ન હોય તો શાસ્ત્રમાં બતાવેલાં તે તે તપોનું પ્રદર્શન સંગત માની નહિ શકાય. પરંતુ તે તે મુગ્ધ જીવોની તે તે ફળની કામના ઉપદેશાદિ દ્વારા બાધિત થઇ શકે છે. તેથી જ મુગ્ધ જીવોને મોક્ષમાર્ગે પ્રવેશ કરાવવા પૂ. ગીતાર્થ ગુરુભગવંતો શરૂઆતમાં તે તે તપનું પ્રદાન પણ કરે છે. અન્યથા તે ઉચિત ગણાશે નહિ. એ પ્રમાણે અન્યત્ર કહ્યું છે કે ‘મુગ્ધ જીવોના હિતને અર્થે (તે) સમ્યગ્ છે...' આ રીતે અનુષ્ઠાનના આરંભકાળમાં સૌભાગ્યાદિ ફળની કામનાથી અનુષ્ઠાન થતું હોવા છતાં તે અનુષ્ઠાન, વિષાદિ-અનુષ્ઠાન નથી અને તે તદ્ભુતુ-અનુષ્ઠાન નથી એવું નથી. કારણ કે અહીં ફળની અપેક્ષા બાધ્યસ્વભાવવાળી છે. આ રીતે જ તે મુગ્ધ જીવો માર્ગનું અનુસરણ કરી શકે છે. આથી સમજી શકાશે કે સૌભાગ્યાદિ ફળની ઇચ્છા બાધ્યસ્વભાવવાળી ન હોય તો તદ્ભુતુઅનુષ્ઠાનની પ્રાપ્તિ સંભવતી નથી. II૧૩-૨૩ આ રીતે મુક્યàષવિશેષ જ તદ્ભુતુ-અનુષ્ઠાનનો પ્રયોજક હોવાથી તેનાથી ભિન્ન મુક્યàષાદિ તદ્ભુતુ-અનુષ્ઠાનના પ્રયોજક ન બનવા છતાં દોષ નથી, તે જણાવાય છે. અર્થાત્ વ્યતિરેકથી તદ્વેતુ-અનુષ્ઠાનની પ્રયોજકતા મુક્યદ્વેષમાં જણાવાય છે— इत्थञ्च वस्तुपालस्य, भवभ्रान्तौ न बाधकम् । गुणद्वेष न यत्तस्य, જિયારા પ્રયોનઃ ||૧૩-૨૪|| इत्थं चेति-इत्थं च मुक्त्यद्वेषविशेषोक्तौ च वस्तुपालस्य पूर्वभवे । साधुदर्शनेऽप्युपेक्षयाऽज्ञाततद्गुणरागस्य चौरस्य भवभ्रान्तौ दीर्घसंसारभ्रमणे न बाधकं । यद्यस्मात्तस्य गुणाद्वेषः क्रियारागप्रयोजको नाभूद् । इष्यते च तादृश एवायं तद्धेत्वनुष्ठानोचितत्वेन संसारहासकारणमिति ।।१३-२४।। “આ રીતે વસ્તુપાળને પૂર્વભવમાં ગુણનો અદ્વેષ, ભવભ્રમણમાં બાધક ન બન્યો. કારણ કે તે તેને ક્રિયાના રાગનો પ્રયોજક બન્યો નહીં.” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સમજી શકાય છે કે - સદનુષ્ઠાનના રાગની પ્રત્યે મુક્યદ્વેષવિશેષ જ પ્રયોજક હોવાથી તેનાથી ભિન્ન મુક્ત્યદ્વેષ હોતે છતે સદનુષ્ઠાન(ક્રિયા)નો રાગ પ્રગટે નહિ અને લાંબા કાળ સુધી ભવભ્રમણ પૂર્વભવમાં વસ્તુપાળના જીવને થયું તે સંગત છે. અન્યથા મુક્ત્યદ્વેષ હોતે છતે વસ્તુતઃ ભવભ્રમણનો બાધ થવો જોઇએ. એક પરિશીલન ૨૧૯
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy