SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. અરણ્યસ્થ દંડમાં દંડત્વસ્વરૂપ ઘટોત્પાદક સ્વરૂપયોગ્યતા હોય છે પરંતુ ફલોપધાયકતા તેમાં તે વખતે જેમ હોતી નથી, તેમ અચરમાવર્ત્તકાળમાં આત્મામાં મુક્યુપાયની સ્વરૂપયોગ્યતા હોય છે, પરંતુ સમુચિતયોગ્યતા હોતી નથી. તે તે કાર્યનાં સહકારીકારણોના સન્નિધાનવાળી યોગ્યતાવિશેષને સમુચિતયોગ્યતા(ફલોપધાયકતા) કહેવાય છે. યોગબિંદુની ટીકામાં ‘પૂર્વ ક્ષેાન્તન યોગાડયો યચૈવ વૈવાલિવૂનનમાસીત્...' ઇત્યાદિ પાઠ છે. અને અહીં આ શ્લોકની ટીકામાં ‘પૂર્વ ક્ષેાત્તેન યોયચ્ચેવ યેવાવિવૂનનમાસીદ્..' ઇત્યાદિ પાઠ છે. અનુક્રમે એનો અર્થ એ છે કે - ‘પૂર્વે અચ૨માવર્ત્તકાળમાં એકાંતે યોગની પ્રત્યે અયોગ્ય જ આત્માઓ દેવપૂજાદિ કરતા હતા...’ તેમ જ ‘પૂર્વે અચરમાવર્ત્તકાળમાં એકાંતે યોગ્ય જ આત્માઓ દેવપૂજાદિ કરતા હતા...' આ પ્રમાણે પાઠભેદના કારણે અર્થમાં ફરક છે. તેને દૂર કરવા અહીં યોગ્યથૈવ ના સ્થાને ગયો યથૈવ આવો પાઠ સુધારવો જોઇએ. અથવા પાઠને યથાવત્ રાખી યોગબિંદુનો પાઠ ફલોપધાયકયોગ્યતાના અભાવને આશ્રયીને સમજવો અને અહીંનો પાઠ માત્ર સ્વરૂપયોગ્યતાને આશ્રયીને છે એમ સમજી લઇએ તો કોઇ વિરોધ નથી. ચરમાવર્ત્તકાળમાં તો સમુચિત યોગની યોગ્યતા હોવાથી તે કાળે થનારું દેવપૂજાદિ અનુષ્ઠાન; અન્ય આવર્તમાં થનારા અનુષ્ઠાન કરતાં ભિન્ન છે... ઇત્યાદિ યોગબિંદુની વૃત્તિમાં વૃત્તિકારશ્રીએ ફરમાવ્યું છે. ૧૩-૧૫/ વિષાનુષ્ઠાનાદિ પાંચ અનુષ્ઠાનોમાંથી ચ૨માવર્ત્તકાળમાં જે અનુષ્ઠાન હોય છે તે જણાવાય છે— चतुर्थं चरमावर्त्ते, प्रायो ऽनुष्ठानमिष्यते । અનામોળાવિમાવે તુ, ખાતુ સ્વાવન્યયપિ દિ ||૧રૂ-૧૬॥ चतुर्थमिति - चरमावर्ते प्रायो बाहुल्येन । चतुर्थं तद्धेतुनामकम् । अनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु कदाचिदन्यथापि स्यादिति प्रायोग्रहणफलम् H१३ - १६ ।। - “પ્રાયઃ ચ૨માવર્ત્તકાળમાં ચોથું તછ્હેતુ અનુષ્ઠાન મનાય છે. અનાભોગ કે અભિધ્વંગાદિ ભાવ હોય તો ચોથા અનુષ્ઠાનને છોડીને બીજાં પણ અનુષ્ઠાન હોય છે.” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચરમાવર્ત્તવર્તી આત્માને બહુલતયા તદ્ભુતુઅનુષ્ઠાન હોય છે. કોઇ વાર અનાભોગ કે ભવાભિવંગના કારણે વિષાદિ અનુષ્ઠાનો હોય છે. તેથી જ શ્લોકમાં પ્રાપ્યો... આ પ્રમાણે ‘પ્રાયઃ’ પદનું ગ્રહણ કર્યું છે. જ ચરમાવર્ત્તવર્તી આત્માને નિસર્ગથી જ કર્મમલ ગ્રહણ કરવાની યોગ્યતાનો હ્રાસ થતો હોવાથી તે આદિધાર્મિક જીવોને પ્રાયઃ તદ્ભુતુ-અનુષ્ઠાન પ્રાપ્ત થતું હોય છે. જો આ રીતે યોગ્યતાનો હ્રાસ થતો ન હોય તો અનાદિકાળથી પ્રવર્તતા કર્મબંધને અટકાવવાનું શક્ય નહિ મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી ૨૧૨
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy