SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આ બત્રીશીના વાંચનાદિથી સ્પષ્ટપણે સમજાશે કે મુક્તિ પ્રત્યેનો અણસામાન્ય મુખ્ય તરીકે ઇષ્ટ નથી. તહેતુ અનુષ્ઠાન(સદનુષ્ઠાન)ના રાગનો પ્રયોજક જે મુજ્યષ છે, તે વિશેષ જ મુક્યષ પ્રધાન છે. કારણ કે અભવ્યાદિના આત્માઓને પણ મુક્યષ હોવા છતાં તેમને યોગની પૂર્વસેવા પણ પ્રાપ્ત થતી નથી. અનંતી વાર મુજ્યષાદિથી રૈવેયકનાં સુખોને પ્રાપ્ત કરનારા, એક વાર પણ યોગની પૂર્વસેવા પામી શકતા નથી. આથી સમજી શકાશે કે એવા મુક્યàષનું કોઈ જ મહત્ત્વ નથી. તેમના દ્રવ્યશ્રામણ્યની ક્રિયાનું તો કોઈ જ મહત્ત્વ નથી પરંતુ તેમના મુક્તષનું પણ કોઈ જ મહત્ત્વ નથી. માત્ર સંસારનાં સુખોની પ્રાપ્તિ કરાવે અને યોગની પૂર્વસેવાને પણ પ્રાપ્ત ન કરાવે તેનું મહત્ત્વ ન જ હોય એ યાદ રાખવું જોઈએ. વર્તમાનમાં સંસારના સુખ માટે ધર્મ કરવાનો ઉપદેશ; પ્રવચનો અને પુસ્તકો દ્વારા ચિકાર અપાય છે. તે કેટલું ઉચિત છે એનો પૂરતો ખ્યાલ આ બત્રીશીના અધ્યયનથી આવે છે. સદનુષ્ઠાનના રાગનું જે કારણ બને છે તે મુક્યષનું પ્રાધાન્ય વર્ણવીને પાંચ અનુષ્ઠાનોનું સ્પષ્ટ વર્ણન અહીં કરાયું છે. ચરમાવર્ત અને અચરમાવર્ત કાળમાં રહેલા તે તે કર્તાઓની ભિન્નતાએ એક જ અનુષ્ઠાનના આશયભેદે પાંચ પાંચ પ્રકાર પડે છે. તેમાંનાં વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન આ ત્રણેય અનુષ્ઠાનો અસદનુષ્ઠાન છે. માત્ર તહેતુ અનુષ્ઠાન તથા અમૃતાનુષ્ઠાન : આ બે જ અનુષ્ઠાન સદનુષ્ઠાન છે. અચરમાવર્તકાળમાં નિયમે કરી અસદનુષ્ઠાન જ હોય છે. છેલ્લાં બે સદનુષ્ઠાન ચરમાવકાળમાં જ હોય છે : આ પ્રમાણે પાંચેય અનુષ્ઠાનો ચરમાવર્તિકાળમાં હોઈ શકે છે. “ચરમાવર્તકાળમાં છેલ્લાં બે જ અનુષ્ઠાનો હોય છે' - આ પ્રમાણેની પ્રરૂપણા શાસ્ત્રાનુસારિણી નથી. ચરમાવર્તકાળમાં પણ ધર્મની પ્રારંભકાળની અવસ્થામાં મુક્યષમાત્રથી સદનુષ્ઠાનનો રાગ ઉત્પન્ન થતો નથી. પરંતુ સંસારના સુખની ઇચ્છા બાધિત થાય તો તેથી મુક્યષને લઇને સદનુષ્ઠાનની પ્રત્યે રાગ જન્મે છે. એ સુખની ઇચ્છા પૂ. ગુરુદેવશ્રીની પ્રજ્ઞાપનાથી બાધિત થતી હોય છે. જો કોઈ પણ સંયોગમાં આ ફ્લેચ્છા (ઇહલૌકિકાદિલેચ્છા) બાધિત ન બને તો મુક્યષથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ નહીંથાય. આ રીતે મુજ્યષની પ્રધાનતા સદનુષ્ઠાનના રાગના હેતુસ્વરૂપે છે, એ સ્પષ્ટ છે. તેથી કોઈ આત્માએ સંસારસુખ માટે ધર્મ પછી પૂ. ગુરુદેવાદિના ઉપદેશથી એ ઇચ્છા બાધિત થવાથી તે આત્માને સદનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે તેમ જ કોઈ કોઇને સદનુષ્ઠાનના રાગના અભાવે મુજ્યદ્વેષ હોવા છતાં તે તે ક્રિયાઓથી ભવભ્રમણ અટકતું નથી... ઇત્યાદિ વસ્તુઓનું વર્ણન કરીને છેલ્લા આઠ શ્લોકોથી મુક્તષનો મહિમા વર્ણવ્યો છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી બધી ક્રિયાઓને ફલપ્રદાયિની બનાવવાનું કાર્ય મુક્યષ કરે છે. કારણ કે એના અભાવમાં કોઈ પણ ક્રિયા પોતાના ફળને પ્રાપ્ત કરાવી શકતી નથી. અત્યાર સુધી અતત્ત્વનો જે આગ્રહ હતો તેની નિવૃત્તિ થવાથી મનની વિશુદ્ધિ દ્વારા એક પરિશીલન ૧૯૭
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy