SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણભૂત પ્રવૃત્તિ કરવી જોઈએ, જે પ્રમાણભૂત જ્ઞાનથી એટલે કે ફળની પ્રત્યે અવ્યભિચારી એવા જ જ્ઞાનથી શક્ય બને છે. તે જ્ઞાન અવિસંવાદી(ચોક્કસપણે ફળને પ્રાપ્ત કરાવનારું) હોય છે. વિસંવાદી જ્ઞાન વ્યભિચારી હોય છે. તેને લઈને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવાથી ફળની પ્રાપ્તિ થતી ન હોવાથી જ્ઞાનની વિસંવાદિતાનો - (વ્યભિચાર-અતિવ્યાતિનો) પરિહાર કરવાનું જરૂરી છે. આવી જ રીતે વસ્તુના યથાર્થ જ્ઞાન માટે તેનું લક્ષણ ઉપયોગી બને છે. એ લક્ષણ જો અવ્યાપ્તિદોષથી (લક્ષ્યભૂત એક દેશમાં નહિ રહેવા સ્વરૂપ દોષથી) યુક્ત હોય તો તે વસ્તુના યથાર્થજ્ઞાનને કરાવનારું નહિ બને. (દા.ત. શ્વેતરૂપાદિના કારણે ગાયસામાન્યનું યથાર્થ જ્ઞાન નહિ થાય.) તે તે શબ્દપ્રયોગાદિ સ્વરૂપ સમગ્રવ્યવહારનું પ્રયોજક લક્ષણ હોય છે. એમાં અવ્યાતિ વગેરે દોષોનો પરિહાર કરવાનું આવશ્યક છે. અન્યથા પ્રામાણિક વ્યવહાર નહિ થાય. આથી સમજી શકાશે કે અર્થવ્યવસ્થાપક જ્ઞાન અને વ્યવહારપ્રયોજક લક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ વગેરેનો પરિહાર કરવાનું આવશ્યક છે. આ રીતે લક્ષણનો ઉપયોગ કરાય છે અને લક્ષણનો ઉપયોગ નથી - એમ કહેવાય છે, જે “નિન્જામિ દ પિવન ' આ ન્યાયને ઉચિત છે. આ વિષયમાં એમ કહેવામાં આવે કે અર્થવ્યવસ્થાપક જ્ઞાનમાં અને સર્વ શબ્દપ્રયોગાદિસ્વરૂપ વ્યવહારપ્રયોજક લક્ષણમાં ઉપર જણાવ્યા મુજબ અવ્યાતિ વગેરે દોષોનો પરિહાર પણ નિસર્ગથી જ થતો હોય છે. લક્ષણાદિના સ્વરૂપનું જ્ઞાન કર્યા વિના એ પ્રસિદ્ધ છે. “આ રજત છે.” - એમ સમજીને તેને ગ્રહણ કરવા માટે પ્રવૃત્તિ કર્યા પછી જ્યારે તે પ્રાપ્ત ન થાય ત્યારે તે જ્ઞાન સાચું ન હતું - એ સમજાય છે. તે વખતે અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે... ઇત્યાદિ પ્રમાણલક્ષણના જ્ઞાનની આવશ્યકતા હોતી નથી. જગતમાં જે પ્રસિદ્ધ છે તેને જણાવીને માત્ર અનુવાદ જ શાસ્ત્ર કરે છે. એ દૃષ્ટિએ પ્રમાણલક્ષણાદિનો ઉપયોગ નથી – એમ કહીએ છીએ. આના પ્રત્યુત્તરમાં તૈયાયિકો પણ એમ જ કહે છે કે અમે પણ અનુવાદ જ કરીએ છીએ. લોકમાં જે પ્રસિદ્ધ નથી એવી કોઈ જ અલૌકિક વાત અમે જણાવતા નથી. પ્રમાણલક્ષણાદિનો ઉપયોગ પ્રસિદ્ધના અનુવાદ માટે છે. પ્રમાણનું જે લક્ષણ કરાય છે તેના નિર્ણય માટે પ્રમાણાંતરની અપેક્ષા છે કે નહિ.. ઇત્યાદિ જણાવીને પૂર્વે જે અનવસ્થાના દોષનો પ્રસંગ જણાવ્યો હતો તે પણ બરાબર નથી. કારણ કે જેમ વૈદ્યક શાસ્ત્રો લોકમાં પ્રસિદ્ધ એવા રોગાદિનાં લક્ષણોનું નિરૂપણ કરે છે અને વ્યાકરણશાસ્ત્રો જેમ લોકમાં પ્રસિદ્ધ એવા શબ્દોનું નિરૂપણ કરે છે ત્યાં પ્રમાણમાંતરની અપેક્ષા ન હોવાથી અનવસ્થાનો વિષય મનાતો નથી, ત્યાં પણ સંમુગ્ધ - (જેમને વૈદ્યકશાસ્ત્ર કે વ્યાકરણશાસ્ત્ર વગેરેનું જ્ઞાન નથી તેવા) - જનોના વ્યવહારને આશ્રયીને રોગાદિનાં તે તે લક્ષણો દ્વારા બીજા જીવોને સમજાવવામાં આવે છે. એવી જ રીતે અહીં પણ પ્રમાણલક્ષણાદિ દ્વારા લોકમાં પ્રસિદ્ધ ૧૬ વાદ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy