SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કોળિયો આહાર લેવાનો ન હોવાથી ઉપવાસ થાય, વાપરવાનું ન બને. આ પ્રમાણે ચાંદ્રાયણ તપનો વિધિ કરવાની રીત) છે. ચંદ્રની વૃદ્ધિ અને હાનિના કાળની સાથે તેનો સંબંધ જણાય છે. તેથી તે તપને ચાંદ્રાયણ તપ કહેવાય છે. આ તપમાં ક્ષય પામેલા અને વૃદ્ધિ પામેલા ચંદ્રની સાથે અયન(આહાર લેવાની પ્રવૃત્તિ) છે. માટે આ તપ ચાંદ્રાયણ છે. // ૧૨-૧૮ ‘કુછૂ’ તપનું સ્વરૂપ જણાવાય છે– सन्तापनादिभेदेन कृच्छ्रमुक्तमनेकधा । अकृच्छ्रादतिकृच्छ्रेषु हन्त सन्तारणं परम् ॥१२-१९॥ सन्तापनादीति-सन्तापनादिभेदेन कृच्छ्रे कृच्छ्रनामकं तपोऽनेकधोक्तम् । आदिना पादसम्पूर्णकृच्छ्रग्रहः । तत्र सन्तापनकृच्छं यथा-"त्र्यहमुष्णं पिबेदम्बु त्र्यहमुष्णं घृतं पिबेत् । त्र्यहमुष्णं पिबेन्मूत्रं त्र्यहमुष्णं पिबेत्पयः ।।१।।” इति । पादकृच्छं त्वेतद् “एकभक्तेन नक्तेन तथैवायाचितेन च । उपवासेन चैकेन पादकृच्छं विधीयते ॥१॥” इति सम्पूर्णकृच्छ्रे पुनरेतदेव चतुर्गुणितमिति । अकृच्छ्रादकष्टाद् । अतिकृच्छ्रेषु नरकादिपातफलेषु अपराधेषु । हन्तेति प्रत्यवधारणे । सन्तारणं सन्तरणहेतुः । परं प्रकृष्टं પ્રાનિનામ્ II98-99/ સંતાપન વગેરે પ્રકારે કૃચ્છુ તપ અનેક પ્રકારનું છે. વિના કષ્ટ અત્યંત કષ્ટ સ્વરૂપ નરકાદિગતિમાં જવા માટેના કારણભૂત અપરાધોને વિશે જીવોને તારનારું આ પરમ સાધન છે.” આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંતાપન કૃચ્છ, પાદ કચ્છ અને સંપૂર્ણ કચ્છ... વગેરે પ્રકારથી કૃષ્કૃતપ અનેક પ્રકારનું છે. જે અપરાધ (નિષિદ્ધ હિંસાદિ પાપો)ના કારણે પ્રાણીઓને અત્યંત કષ્ટમય નરકાદિમાં જઈને પાપનું ફળ ભોગવવું પડે છે એવા અતિકુછુ અપરાધો થયે છતે તે તે અપરાધોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે પ્રાણીઓને આ “કુછુ તપ શ્રેષ્ઠ એવો તરવાનો ઉપાય છે, જે; નારકીના જીવોની અપેક્ષાએ કષ્ટ વિના સંતારણ (તારનારું સાધન) બને છે. આ કુછુ તપના સંતાપનકૃચ્છ, પાદક અને સંપૂર્ણકચ્છ વગેરે અનેક પ્રકાર છે. “ત્રણ દિવસ ગરમ પાણી, ત્રણ દિવસ ગરમ ઘી, ત્રણ દિવસ મૂત્ર અને ત્રણ દિવસ દૂધ પીવાનું.” - આ પ્રમાણે બાર દિવસે સંતાપન કછૂતપ પૂર્ણ થાય છે. માગ્યા વગર દિવસમાં એક વાર (એકાશન જેવું) જ વાપરવાનું અને બીજે દિવસે ઉપવાસ કરવાનો. આ રીતે પાદચ્છુ તપ થાય છે. તેમ જ ચાર વાર પાદપૃચ્છુ તપના વિધાનથી સંપૂર્ણ કુછુ તપ પૂર્ણ થાય છે. અલ્પ કષ્ટ મહાકષ્ટથી આ તપ તારનારું છે, તે આશ્ચર્ય છે – એ જણાવવા માટે અહીં શ્લોકમાં “દન્ત’ આ પદનો પ્રયોગ છે. તે પ્રત્યપધારણ – આશ્ચર્ય અર્થને જણાવે છે. મહાકષ્ટથી તરવું હોય તો અધિક કષ્ટ વેઠવું પડે, તેના બદલે અલ્પકષ્ટને સહન કરીને આ કુછુ તપને કરવાથી મહાકષ્ટથી તરી જવાય છે – એ દેખીતી રીતે વિરુદ્ધ-અવધારણ (નિશ્ચય) છે - એ સમજી શકાય છે. ૧૨-૧૯ll એક પરિશીલન ૧૮૧
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy