SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સુદાક્ષિણ્યને પહેલા સદાચાર તરીકે વર્ણવ્યું છે. ગંભીર અને ધીર એવા ચિત્તને ધારણ કરનારની સ્વભાવથી જ બીજાનું કામ કરી આપવાની તત્પરતાને “સુદાક્ષિણ્ય” કહેવાય છે. સામાન્ય રીતે આપણે જેની સાથે રહેતા હોઈએ; આપણો જેમને થોડોઘણો પરિચય છે એવા માણસો જ મોટા ભાગે આપણને કામ કરવાનું કહેતા હોય છે. શક્ય રીતે તો તેઓ પોતાનું કામ પોતે જાતે કરતા હોય છે. પરંતુ કોઈ વાર પરિસ્થિતિ વિષમ બને તો તેઓ આપણને કામ કરવાનું જણાવે ત્યારે તેમનું કામ કરી આપવું જોઇએ. સ્વભાવથી જ એ ગુણ આપણામાં હોવો જોઇએ. લાજે, શરમ, પરાણે કે “કોણ ના પાડે? અવસરે આપણને પણ તેમનું કામ પડે'. વગેરે વિચારીને બીજાનું કામ કરવાથી દાક્ષિણ્ય પ્રાપ્ત થતું નથી. નિસર્ગથી જ બીજાનું કામ કરવાની તત્પરતા હોવી જોઇએ. આ ગુણનું વર્ણન કરતાં ગ્રંથકાર પરમર્ષિએ પામિયોકાપરતા આ પ્રમાણે જણાવ્યું છે. ત્યાંનું ‘મયો' પદ જે અર્થને જણાવે છે તે અર્થ યાદ રાખવાનું ખૂબ જ જરૂરી છે. પરકૃત્યમાં અભિયોગ રાખીને તત્પરતા કેળવવાની છે. કોઈને ત્યાં નોકરી કરતા હોઈએ ત્યારે તેમનું કામ ચોક્કસપણે કરવું જ પડે છે અને નોકરની જેમ કરવું પડે છે - તે અભિયોગ છે. આવી રીતે પરકૃત્યમાં અભિયોગ રાખી તત્પરતા દાખવવી જોઈએ. સામી વ્યક્તિ પ્રત્યે ઉપકાર કરવાની વૃત્તિએ કામ કરવાથી દાક્ષિણ્ય પ્રાપ્ત થતું નથી. ઉપર જણાવ્યા મુજબ સ્વભાવથી જ પરકૃત્યના અભિયોગમાં તત્પરતા પ્રાપ્ત કરનારે ગંભીર અને ધીર ચિત્તવાળા બનવું જોઈએ. બીજાનું કામ કરતી વખતે ધીરજ રહેતી નથી અને કામ કર્યા પછી ગંભીરતા રખાતી નથી – એ લગભગ અનુભવવા મળે છે. બીજાનું કામ ધીરજપૂર્વક અને ગંભીરતા સાથે થતું કવચિત જ જોવા મળે છે. સુદાક્ષિણ્ય-આચારથી સંપન્ન આત્મા; ગંભીર અને ધીર ચિત્તથી યુક્ત હોય છે. ચિત્તની ધરતા હોય તો બીજાનું કામ કરતી વખતે ગમે તેટલું કષ્ટ પડે તોપણ બીજાના કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકાય છે. અને ચિત્તની ગંભીરતા હોય તો કામ કરતાં પહેલાં અને પછી મૌન જાળવી શકાય છે. બીજાનું કામ કરવાનું શરૂ કરીએ એટલે પોતાના સમય આદિનો ભોગ તો આપવો જ પડતો હોય છે. એ વખતે કોઈ પણ રીતે અકળાયા વિના એ કાર્ય સારી રીતે પૂર્ણ કરવા મનની ધીરતા ખૂબ જ આવશ્યક છે. અન્યથા મનની ધીરતા વિના પરકૃત્ય કરવાનું આરંભીએ તો વેઠ ઉતારવાનું બનશે અને તેથી બીજી વાર કોઈ કામ કરવા નહિ દે. આવી જ રીતે, “મારે બીજાનું કામ કરવાનું છે; મેં બીજાનું કામ કરી આપ્યું; આપણે કોઇને ના પાડતા નથી, કામ કરી આપવામાં શું? થોડા ઘસાઈ જઇએ?'... વગેરે બોલી-બોલીને બીજાનું કામ કરીએ તો તેને શરમાવા જેવું થાય, સંકોચ થાય અને નીચું જોવા જેવું થાય. તેથી આવા અગંભીર-તુચ્છ માણસને કોઈ કામ ચીંધે નહિ. માટે બીજાનું કામ કરતી વખતે ગંભીરતા કેળવવી જોઈએ. સામાન્ય રીતે પરત્વમાં આવી ગંભીરતા ન હોવાથી લોકોત્તર માર્ગની આરાધનામાં પણ એવી ગંભીરતા રહેતી નથી. પૂ. ૧૭૦ યોગપૂર્વસેવા બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy