SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અપાય ? એ વિચારવાની ખૂબ જ આવશ્યકતા છે. દિનાદિવર્ગને દાન આપવાની પ્રવૃત્તિ; યોગની પૂર્વસેવાનું એક અંગ છે – એ કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. ૧૨-૧૧ા. પાત્ર અને દીનાદિવર્ગનું વર્ણન કરાય છે लिङ्गिनः पात्रमपचा विशिष्य स्वक्रियाकृतः । दीनान्धकृपणादीनां वर्गः कार्यान्तराक्षमः ॥१२-१२।। लिङ्गिन इति-लिङ्गिनो व्रतसूचकतथाविधनेपथ्यवन्तः सामान्यतः पात्रमादिधार्मिकस्य । विशिष्य विशेषतोऽपचाः स्वयमपाचकाः, उपलक्षणात् परैरपाचयितारः पच्यमानाननुमन्तारश्च । स्वक्रियाकृतः स्वशास्त्रोक्तानुष्ठनाप्रमत्ताः । तदुक्तं “व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन वर्तन्ते ये सदैव हि ।।१।।” दीनान्धकृपणादीनां वर्गः समुदायः कार्यान्तराक्षमो भिक्षातिरिक्तनिर्वाहहेतुव्यापारासमर्थः । यत उक्तं-“दीनान्धकृपणा ये तु व्याधिग्रस्ता विशेषतः । निःस्वाः क्रियान्तराशक्ता પતક દિ મીના: ઝા” રૂતિ . વીના: ક્ષીણતપુરુષાર્થશયઃ | કન્યા નયનરહિતાઃ પI: स्वभावत एव सतां कृपास्थानं । व्याधिग्रस्ताः कुष्ट्याद्यभिभूताः । निःस्वा निर्धनाः ।।१२-१२।। સામાન્યથી વ્રતસૂચક વસ્ત્રને ધારણ કરનારા અને વિશેષે કરી પોતાના માટે નહિ રાંધનારા, પોતાની ક્રિયાને કરનારા પાત્ર છે તેમ જ દીન, અંધ અને કૃપણ વગેરેનો ભિક્ષા સિવાય બીજું કોઈ કાર્ય કરવા માટે અસમર્થ એવો વર્ગ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. આશય એ છે કે અહિંસાદિવ્રતના પાલકને જણાવનારાં વસ્ત્રાદિના ધારકને લિંગી કહેવાય છે. આ પૂર્વે જણાવ્યા મુજબના આદિધાર્મિક જીવો મુગ્ધ હોવાથી વસ્ત્રાદિ બાહ્ય લિંગોને જોઈને તે લિંગને ધરનારાને તેઓ સામાન્યથી સાધુ માનતા હોય છે. પૂર્વ શ્લોકમાં દાન આપવાના પાત્ર તરીકે દીનાદિવર્ગને જણાવ્યો છે. તેમાં આદિધાર્મિક જીવોને આશ્રયીને સામાન્યથી લિંગીઓનો સમાવેશ છે. વિશેષ કરીને; જેઓ પોતે રાંધતા નથી, રંધાવતા નથી અને રાંધતા કે રંધાવતાને સારા માનતા નથી તેમ જ પોતાના શાસ્ત્રમાં વર્ણવેલી છે તે વિહિત ક્રિયાઓ કરવામાં પ્રમાદ કરતા નથી તેવા લિંગીઓનો સમાવેશ છે. યોગબિંદુમાં એ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે - જે વ્રતધારી લિંગીઓ છે, તેઓ સામાન્યથી પાત્ર દાન દેવા યોગ્ય) છે અને વિશેષે કરી પોતે નહિ રાંધતા, બીજાની પાસે નહિ રંધાવતા અને રાંધનારાદિની અનુમોદનાને નહિ કરનારા, સદાને માટે પોતાના શાસ્ત્રમાં વિહિત એવી ક્રિયાઓનો વિરોધ આવે નહિ તે રીતે વર્તનારા પાત્ર છે. દીન, અંધ અને કૃપણ વગેરેનો જે સમુદાય છે કે જે ભિક્ષા વિના બીજું કાંઈ કરી શકે એમ નથી; તે દીનાદિવર્ગ અહીં પાત્ર છે. આ વસ્તુને સમજાવતાં પણ યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે, “દીન, અંધ, કૃપણ, વ્યાધિગ્રસ્ત, અત્યંત દરિદ્ર કે જેઓ ભિક્ષા વિના બીજું કાંઈ જ કરી ૧૬૮ યોગપૂર્વસેવા બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy