________________
अधिज्ञातविशेषाणां विशेषेऽप्येतदिष्यते ।
स्वस्य वृत्तविशेषेऽपि परेषु द्वेषवर्जनात् ॥१२-१०॥ अधीति-अधिज्ञातो विशेषो गुणाधिक्यं यैस्तेषां । विशेषेऽप्यर्हदादौ । एतत्पूजनमिष्यते । परेषु पूज्यमानव्यतिरिक्तेषु । द्वेषस्य मत्सरस्य वर्जनात् । स्वस्यात्मनः । वृत्तविशेषेऽप्याचाराधिक्येऽपि सति । દેવતાન્તરણ પ્રતીત્વ /૨-૧૦||
શ્રી અરિહંત પરમાત્માદિ દેવવિશેષમાં બીજા દેવો કરતાં કોઈ વિશેષનું જ્ઞાન જેમને પ્રાપ્ત થયું છે; તે જીવો બધા દેવોની પૂજા કરવાના બદલે વિશેષ દેવની જ પૂજા કરે. પરંતુ આવા વખતે દેવતાંતરની અપેક્ષાએ પોતાનો આચાર અધિક હોવા છતાં બીજા દેવોની પ્રત્યે દ્વેષ નહિ રાખવો જોઇએ.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે બધા દેવોને દેવસ્વરૂપે માન્યા પછી પણ કોઈ એક દેવમાં વીતરાગતાદિવિશેષનું પરિજ્ઞાન થવાથી તે જીવો શ્રી અરિહંત પરમાત્માદિવિશેષની વિશેષે કરી પૂજા કરે તે બરાબર છે, કારણ કે તે વખતે તે જીવને શ્રી અરિહંત પરમાત્માદિને છોડીને બીજા દેવો પ્રત્યે દ્વેષ નથી. બીજા દેવો પ્રત્યે તે વખતે તેનું જે વર્તન છે તેની અપેક્ષાએ શ્રી અરિહંતપરમાત્મા પ્રત્યે તેનો ભક્તિભાવાદિ આચાર અધિક હોવા છતાં બીજા પ્રત્યે દ્વેષ નથી. આથી એવા જીવોને કોઈ દેવવિશેષની વિશેષતાને જાણીને એ રીતે વિશેષ પૂજન કરવાનું ઉચિત જ છે. દેવવિશેષનું પૂજન કરે અને બીજા દેવોની પ્રત્યે દ્વેષ ધારણ કરે તો તે કોઈ પણ રીતે ઉચિત નથી. ગુણાધિક્યનું પરિજ્ઞાન ન હતું તેથી તે વખતે બધા દેવોની સામાન્ય રીતે પૂજા કરવાનું બને અને ગુણની અધિકતાનું જ્ઞાન કોઈ એક દેવમાં થવાથી વિશેષદેવની વિશેષ રીતે પૂજા કરે એ સમજી શકાય છે. પરંતુ એનો અર્થ એ નથી કે ત્યારે તે બીજાની પ્રત્યે દ્વેષ ધારણ કરે. ગુણસંપન્નોની પૂજાઅર્ચા જેટલી કરીએ તેટલી ઓછી જ છે. પરંતુ જેઓ ગુણસંપન્ન નથી તેમની પ્રત્યે દ્વેષ રાખવાથી કોઈ જ લાભ નથી. સામાન્ય રીતે કોઈની પણ પ્રત્યે દ્વેષ રાખવાનો નથી. આજ સુધી (ગુણાધિક્યનું પરિજ્ઞાન ન હતું ત્યાં સુધી) જેમને દેવ માનીને પૂજયા, હવે તેમની પ્રત્યે દ્વેષ રાખીએ તો તે કેટલું વિચિત્ર છે, એ આપણે સમજી શકીએ છીએ. તેથી શ્રી અરિહંત પરમાત્માદિ દેવવિશેષમાં વિશેષતાનું પરિજ્ઞાન થયા પછી તેઓશ્રીનું વિશેષ પૂજન કરતી વખતે પણ બીજા દેવોની પ્રત્યે દ્વેષનું વર્જન હોવાથી તે સ્વરૂપે તેમનું સામાન્ય પૂજન છે. ૧૨-૧૦ના
આ પ્રમાણે જુવવિધૂનન સ્વરૂપ યોગની પૂર્વસેવામાં ગુરુ અને દેવના પૂજનનું વર્ણન કરીને હવે ગાદિ પદથી જણાવાયેલા દીનાદિવર્ગના પૂજનનું નિરૂપણ કરાય છે–
नातुरापथ्यतुल्यं यदानं तदपि चेष्यते । पात्रे दीनादिवर्ग च पोष्यवर्गाविरोधतः ॥१२-११॥
૧૬૬
યોગપૂર્વસેવા બત્રીશી