SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશીલનની પૂર્વે યોગસાધના માટે સાધકે કેટલીક પાયાની લાયકાત મેળવવાની હોય છે. પૂર્વસેવા તરીકે ઓળખાતી એ લાયકાતનું વર્ણન આ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ પૂર્વસેવાને આત્મસાત્ કર્યા વિના સાચી યોગસાધના થતી નથી. અહીં યોગસાધનાની વાત કરતાં પહેલાં આપણે, “યોગ એટલે શું?' આ પ્રશ્નનો ઉત્તર આપણાં શાસ્ત્રોમાંથી મેળવી લેવાની જરૂર છે અને એ માટે આપણે કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ અને પ્રસ્તુત ગ્રંથના રચયિતા મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ ફરમાવેલા કેટલાક શ્લોકો જોઈએ : पुमर्था इह चत्वारः, कामार्थो तत्र जन्मिनाम् । अर्थभूतौ नामधेयादनों परमार्थतः ॥ अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः, संसाराम्भोधितारणः ॥ (त्रिषष्टि० पर्व १०) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ : આ ચાર પુરુષાર્થ કહેવાય છે. આમાં અર્થ અને કામ તો પરમાર્થથી અનર્થભૂત હોવાથી માત્ર નામથી જ પુરુષાર્થ છે. સાચો પુરુષાર્થ તો એકમાત્ર મોક્ષ જ છે અને એ મોક્ષનું કારણ (સાધન), સંસારસાગરથી તારનારો એવો સંયમાદિ દસ પ્રકારનો ધર્મ છે. (તેથી તે પણ પુરુષાર્થ છે.) दुर्गतिप्रपतत्प्राणिधारणाद् धर्म उच्यते । સંયમદ્ધિવિધઃ સર્વજ્ઞોજો વિમુકે છે (યોગશાસ્ત્ર-પ્રકાશ-૨). દુર્ગતિમાં પડતા પ્રાણીને આધાર આપનાર હોવાથી ધર્મ કહેવાય છે. તે સંયમાદિ દસ પ્રકારનો સર્વજ્ઞોએ ફરમાવેલો ધર્મ મોક્ષને માટે છે. चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणम् । જ્ઞાનિશ્રઘાનવરિત્રરૂપ રત્નત્રયં ચ સ: (યોગશાસ્ત્ર-પ્રકાશ-૧) ચાર પુરુષાર્થમાં પ્રધાન મોક્ષપુરુષાર્થ છે. તે મોક્ષનું કારણ સાધન) યોગ છે અને તે યોગ; જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયી છે. મોક્ષે યોગના યોઃ સર્વોડથાવાર રૂધ્યતે I (જ્ઞાનસાર, યોગાષ્ટક) આત્માને મોક્ષની સાથે જોડી દેનાર હોવાથી, બધો ય (સાધુધર્મ અને શ્રાવકધર્મ સ્વરૂપ) આચાર યોગ તરીકે ઈષ્ટ (સ્વીકાય) છે... આ શાસ્ત્રાધારોના પ્રકાશમાં જોઇએ તો મોક્ષ મેળવવાના એકમાત્ર લક્ષ્યથી અને શુદ્ધવિધિથી આરાધાતો ધર્મ એ જ સાચો યોગ હોવાનું સ્પષ્ટ થઈ જાય છે. એક પરિશીલન ૧૪૭
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy