SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ણય કરવામાં પ્રમાણ, પ્રમેય અને વ્યવહાર વગેરેનાં લક્ષણોનો (સ્વરૂપોનો) પણ વિચાર કરવો જોઇએ. તેથી એ રીતે પરતંત્ર અને સ્વતંત્ર વગેરેની વિચારણા આવશ્યક બનતી હોવાથી મનની વ્યગ્રતા તો રહેવાની, અટકવાની નહિ. આવી સ્થિતિમાં ધર્મસાધનની વિચારણા માટે અવસ૨ ક્યારે આવશે ? - આ શંકાનું સમાધાન કરવા જણાવાય છે— प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन । तन्निश्चयेऽनवस्थानादन्यथार्थस्थितेर्यतः ॥८-११॥ प्रमाणेति -प्रमाणं प्रत्यक्षादि तस्य लक्षणं स्वपराभासिज्ञानत्वादि तदादेः । आदिना प्रमेयलक्षणादिग्रहः । तस्य तु धर्मसाधनविषये कश्चनोपयोगो नास्ति । अयमभिप्रायः - प्रमाणलक्षणेन निश्चितमेव प्रमाणमर्थग्राहकमिति तदुपयोग इति, न चायं युक्तः, यतस्तल्लक्षणं निश्चितमनिश्चितं वा स्याद् ? आद्ये किमधिकृतप्रमाणेन प्रमाणान्तरेण वा ? । यदि तेनैव तदेतरेतराश्रयः, अधिकृतप्रमाणाल्लक्षणनिश्चयस्तन्निश्चयाच्चाधिकृतप्रमाणनिश्चय इति । यदि च प्रमाणान्तरेण तन्निश्चयस्तदाह तन्निश्चये प्रमाणान्तरेण तल्लक्षणनिश्चयेऽनवस्थानात्तन्निश्चायकप्रमाणेऽपि प्रमाणान्तरापेक्षाऽविरामात् । यदि च प्रमाणान्तरेणानिश्चितमेव लक्षणं प्रमाणनिश्चये उपयुज्यते इतीष्यते, तदाह- अन्यथाऽन्यतोऽनिश्चितस्य लक्षणस्योपयोगेऽर्थस्थितेरन्यतोऽ निश्चितेनैव प्रमाणेनार्थसिद्धेः । तदुक्तं हरिभद्राचार्येण - " प्रमाणेन विनिश्चित्य तदुच्येत न वा ननु । अलक्षितात्कथं युक्ता न्यायतोऽस्य विनिश्चितिः || १ || सत्यां चास्यां तदुक्त्या किं तद्वद्विषयनिश्चितेः । तत एवाविनिश्चित्य तस्योक्तिर्ध्यान्ध्यमेव हि || २ ||” इत्थमत्र प्रमाणलक्षणादेरनुपयोगः समर्थितः । इयमेव सिद्धसेनसम्मत्या दृढयन्नाह-यत इति, यत आह वादी सिद्धसेन इत्यर्थः ।।८-११।। “ધર્મસાધનના વિષયમાં પ્રમાણલક્ષણાદિનો કોઇ ઉપયોગ નથી. કારણ કે પ્રમાણના લક્ષણનો પ્રમાણાંતરથી નિશ્ચય કરવામાં અનવસ્થા આવે છે. અને પ્રમાણના લક્ષણનો નિશ્ચય કર્યા વિના તે ધર્મસાધનનો નિર્ણય કરે છે એમ માનવામાં આવે તો પ્રમાણના લક્ષણાદિના નિર્ણય વિના પણ ધર્મસાધનના વિષયની સિદ્ધિ થઇ શકે છે. ઉભય રીતે ધર્મસાધનના વિષયમાં પ્રમાણલક્ષણાદિનો કોઇ ઉપયોગ નથી.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે— “ધર્મસાધનભૂત અહિંસાદિની તે તે દર્શનને અનુસરી વિચારણા માટે તે તે દર્શનમાં જણાવેલા પ્રમાણલક્ષણાદિનો વિચાર કરવો જોઇએ. અન્યથા એ વિચારણા પ્રામાણિક નહીં મનાય આ પ્રમાણેની શંકાકારની વાતના સમાધાનમાં જણાવ્યું છે કે પ્રમાણલક્ષણાદિની વિચારણાનો કોઇ ઉપયોગ અહીં નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ વગેરે પ્રમાણ છે. તેનું લક્ષણ ‘સ્વપરવ્યવસાયિ જ્ઞાન' સ્વરૂપછે. પોતાને અને સ્વભિન્નપરને જણાવવાનાસ્વભાવવાળા જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. સ્વપરવ્યવસાયિજ્ઞાનત્વ... વગેરે પ્રમાણનાં લક્ષણો છે. જ્ઞાનના વિષયને વાદ બત્રીશી ૧૨ -
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy