SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ કે મુક્તિને અવ્યાપ્યવૃત્તિ (આંશિક) માનતા નથી.’ - આ રીતે અઠ્ઠાવીશમા શ્લોકનો યથાશ્રુતાર્થ સમજી શકાય છે. તાત્પર્ય એ છે કે અઢારમા શ્લોકમાં જણાવ્યા મુજબ બુદ્ધિ એક હોવા છતાં દરેક આત્મા માટે તે નિયત છે; કોઇ એક માટે નથી. વિવેકખ્યાતિના(ભેદજ્ઞાનના) ઉદયથી તે તે પુરુષની ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી કૈવલ્યપ્રાપ્તિ પછી તે તે પુરુષની પ્રત્યે પ્રકૃતિ વિશ્રાંત બની ફરીથી તે તે પુરુષની પ્રત્યે પરિણામને આરંભતી નથી. તેથી એક પુરુષની મુક્તિ થવાથી અન્ય બધાની મુક્તિનો પ્રસંગ યદ્યપિ આવતો નથી. પરંતુ એ મુજબ પ્રત્યાત્મનિયત બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં; પ્રકૃતિની વિશ્રાંત (સ્વકાર્યથી વિરામ પામવું) અવસ્થા સ્વરૂપ દુઃખધ્વંસ થયે છતે એકની મુક્તિ થવાથી બીજા બધાની પણ મુક્તિ થવાનો પ્રસંગ છે જ. કારણ કે પ્રકૃતિની જ ખરેખર તો મુક્તિ માનવામાં આવી છે. એકની અપેક્ષાએ મુક્ત અને બીજાની અપેક્ષાએ અમુક્ત આવો; મુક્તત્વ અને અમુક્તત્વનો વિરોધ હોવાથી એક પ્રકૃતિમાં વ્યવહાર શક્ય નથી. “એક જ વૃક્ષમાં જેમ શાખાવચ્છેદેન (શાખાના દેશમાં) સંયોગ[કપિ(વાંદરો)સંયોગ] હોય છે અને મૂલાવચ્છેદેન તેનો અભાવ હોય છે તેમ તે તે પુરુષનિયતબુદ્ધવચ્છેદેન પ્રકૃતિમાં મુક્તત્વ અને અમુક્તત્વનો વિરોધ નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે સંયોગની જેમ મુક્તિ(મુક્તત્વ)ને અવ્યાપ્યવૃત્તિ માનતા નથી. અન્યથા મુક્તત્વને સંયોગની જેમ અવ્યાપ્યવૃત્તિ [દશતઃ વૃત્તિ (રહેવું તે) અને દેશતઃ તેનો અભાવ] માનવામાં આવે તો મુક્તમાં પણ અમુક્તત્વના વ્યવહારનો પ્રસંગ આવશે. પ્રકૃતિમાં તે તે પુરુષની અપેક્ષાએ મુક્તત્વ અને અમુક્તત્વનો વ્યવહાર યદ્યપિ ઇષ્ટ છે, પરંતુ પ્રકૃતિની નિવૃત્તિ માનવામાં ન આવે તો મુક્ત બનેલા પુરુષ-આત્માને ભવસ્થ શરીરને લઇને ભોગનો (પ્રતિબિંબાત્મક ભોગનો) પ્રસંગ આવશે. તેથી પ્રકૃતિની સર્વથા નિવૃત્તિ માનવાનું આવશ્યક છે. ૧૧-૨૮ ઉપર જણાવ્યા મુજબ એકની મુક્તિમાં બધાની મુક્તિ માનવાની આપત્તિના પરિહાર માટે બુદ્ધિને અનેક માનવામાં આવે તો જે દોષ પ્રાપ્ત થશે તે જણાવાય છે— प्रधानभेदे चैतत्स्यात्कर्म बुद्धिगुणः पुमान् । સ્વાદ્ વાધ્રુવશ્રુતિ, નવતાનુઐનવર્શનમ્ ॥99-૨૬ા प्रधानेति–उक्तदोषभिया प्रधानभेदे चाभ्युपगम्यमाने । आत्मभोगापवर्गनिर्वाहकमेतत् कर्म स्यात् । पुमान् पुरुषः बुद्धिगुणः स्यात् । बुद्धिलब्धिज्ञानानामनर्थान्तरत्वात् । स्यात् कथञ्चिद् ध्रुवश्च द्रव्यतोऽध्रुवश्च पर्यायत इत्येवं जैनदर्शनं जयतात् । दोषलवस्याप्यस्पर्शात् । ननु च पुंसो विषयग्रहणसमर्थत्वेनैव चिद्रूपत्वं व्यवतिष्ठत इति विकल्पात्मकबुद्धिगुणत्वं न युक्तम्, अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधादिति चेन्न, अनुभूयमानक्रमिकैकोपयोगस्वभावत्वेन तदविरोधादिति ।।११-२९।। ૧૪૨ પાતંજલયોગલક્ષણ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy