SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વિલક્ષણ એવી સંહત્યકારિતા સત્ત્વાદિમાં છે. તેથી તેને લઈને સત્ત્વાદિમાં પરાર્થકતા સિદ્ધ નહીં થાય. અન્યથા શયનાદિની સંહત્યકારિતાથી જેમ સંહત શરીરાદિ સ્વરૂપ પરાર્થની સિદ્ધિ થાય છે તેમ સંહત પરાર્થની સિદ્ધિ થશે. અસંહત પુરુષ સ્વરૂપ પરાર્થની સિદ્ધિ નહીં થાય. સત્ત્વાદિની સંહત્યકારિતાને લઈને સંહતપરાર્થની સિદ્ધિ થાય તો તે પરાર્થની સંહત્યકારિતાને લઇને બીજા સંહતપરાર્થની સિદ્ધિ થશે. એમ કરવાથી અનવસ્થાનો પ્રસંગ આવશે. એ અનવસ્થાના પ્રસંગભયથી સત્ત્વાદિની સંહત્યકારિતાથી અસંહતપરાર્થની જ સિદ્ધિ થશે – આ પ્રમાણે યદ્યપિ કહી શકાય છે. પરંતુ ધર્મમાત્રમાં સાશ્રયસ્વનિરૂપિત વ્યાપ્તિ હોવાથી સત્ત્વાદિ ધર્મો આશ્રય માટે બુદ્ધિ સ્વરૂપ આશ્રય માટે)ના જ મનાય છે. અન્ન ધર્મવં તત્ર સાશ્રયેત્વ - આ નિયમ છે. જે જે ધર્મો છે; તે તે સાશ્રય (આશ્રયવાળા) હોય છે. આથી સમજી શકાશે કે સત્ત્વાદિ ભેગા થઈને જે જે કાર્ય કરે છે તે પોતાના આશ્રય બુદ્ધિ માટે કરે છે. પર એવા પુરુષ માટે નહીં. આ પ્રમાણે બુદ્ધિથી જ સત્ત્વાદિનું સાફલ્ય હોવાથી બુદ્ધિ વગેરેથી કોઈ અતિરિક્ત આત્મા સિદ્ધ થઈ શકશે નહીં. તેથી બુદ્ધિ એ પુરુષનું જ નામ છે. તેમ જ જેમ પુરુષને માનવાની (બુધ્યતિરિક્ત પુરુષને માનવાની) આવશ્યકતા નથી તેમ બુદ્ધિથી ઉત્પન્ન થનારા અહંકારાદિને પણ બુદ્ધિથી અતિરિક્ત માનવાની જરૂર નથી. તેથી તત્ત્વાંતરનો ઉચ્છેદ થશે. ll૧૧-૨૪ll. તથાદિતત્ત્વાંતરનો વ્યય(ઉચ્છેદ) કઈ રીતે થશે ? તે જણાવાય છે– व्यापारभेदादेकस्य, वायोः पञ्चविधत्ववत् । દારાદિસજ્ઞાનોપત્તિસુરત્વત: ૧૧-૨છે व्यापारेति-एकस्य वायोर्व्यापारभेदादूर्ध्वगमनादिव्यापारभेदात् पञ्चविधत्ववत्पञ्च वायवः प्राणापानादिभेदादिति व्यपदेशवद् । अहङ्कारादिसंज्ञानानामुपपत्तेः सुकरत्वतः सौकर्यात् । तथाहि-बुद्धिरेवाहङ्कारव्यापारं जनयन्ती अहङ्कार इत्युच्यतां । सैव च प्रसुप्तस्वभावा साधिकारा प्रकृतिरिति व्यपदिश्यताम् । મિન્તડુતત્ત્વાન્તરપરિનતિ /99-૨૦I. ઉપર જવું, નીચે જવું. ઇત્યાદિ વ્યાપાર(કર્મ)વિશેષના કારણે એક જ વાયુ; જેમ પાંચ પ્રકારનો મનાય છે તેમ અહંકારાદિ વ્યાપારવિશેષને ઉત્પન્ન કરનારી બુદ્ધિ અહંકારાદિ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. આથી અહંકારાદિ સંજ્ઞાઓની સંગતિ સરળતાથી થતી હોવાથી નિરર્થક તત્ત્વાંતર માનવાની આવશ્યકતા નથી.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન - આ પાંચ પ્રકારનો વાયુ છે. મુખ અને નાસિકાથી નીકળનારા વાયુને પ્રાણવાયુ કહેવાય છે. જલાદિને શરીરના નીચેના ભાગમાં લઈ જનારા વાયુને અપાનવાયુ કહેવાય છે. ખાધેલા અન્નાદિને પચાવવા માટે ૧૩૮ પાતંજલયોગલક્ષણ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy