SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જણાવ્યા મુજબ દરેક આત્મનિયત બુદ્ધિતત્ત્વ; લોકવ્યવહારની વ્યવસ્થા માટે સમર્થ હોવાથી અતિપ્રસંગ ક્યાં આવે છે?” – આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે દરેક આત્માને નિયત એવા ફળનું સંપાદક બુદ્ધિતત્ત્વ હોવાથી લોકવ્યવહારના વ્યવસ્થાપન માટે તે સમર્થ છે. તેથી યોગના કારણે એકની મુક્તિ થાય તો બધાનો મોક્ષ થઈ જશે.” આ જે અતિપ્રસંગ જણાવ્યો હતો તે હવે નહીં આવે. કારણ કે પ્રકૃતિ એક હોવા છતાં બુદ્ધિનો વ્યાપાર દરેક આત્માની પ્રત્યે જુદો જુદો હોવાથી ફળભેદ ઉપપન્ન થાય છે. આ પ્રમાણે યોગ-સૂત્રમાં “તાર્થ વૃતિ નષ્ટમર્થનષ્ટ તન્યથારપત્થા” પાર-૨૨ા આ સૂત્રથી જણાવ્યું છે. સૂત્રનો આશય એ છે કે વિવેકખ્યાતિભેદગ્રહ)થી જે પુરુષે પોતાના અર્થને સિદ્ધ કરી લીધો છે તેવા કૃતાર્થ પુરુષને માટે દશ્ય ચિત્તાદિ નષ્ટ થયેલાં હોવા છતાં તે નષ્ટ થયેલાં નથી. કારણ કે તે સર્વ-સાધારણ છે, કોઈ એક માટે નથી. કહેવાનો આશય એ છે કે દશ્યની પ્રવૃત્તિ સર્વ-સાધારણ છે. સઘળાય પુરુષોના ભોગસંપાદન માટે બુદ્ધિ પ્રવર્તે છે. કોઈ એક પુરુષ માટેની એ પ્રવૃત્તિ નથી. વિવેકઞાતિના ઉદયથી કોઈ પુરુષ કૃતાર્થ બની દશ્યને ગ્રહણ ન કરે એટલા માત્રથી અવિવેકી પણ એને ગ્રહણ ન કરે એ શક્ય નથી. એકની દૃષ્ટિએ તે નષ્ટ હોવા છતાં બધા માટે તે નષ્ટ નથી.. ઇત્યાદિ વિચારવું જોઈએ. /૧૧-૧૮ यच्चोक्तं जडायाश्च पुमर्थस्येत्यादि तत्राह જડ એવી પ્રકૃતિ પુરુષાર્થને કરી ના શકે... ઇત્યાદિ જે કહેવાયું (ગ્લો. નં. ૧૨માં) છે : તે અંગે જણાવાય છે कर्तव्यत्वं पुमर्थस्यानुलोम्यप्रातिलोम्यतः । प्रकृतौ परिणामानां, शक्ती स्वाभाविके उभे ॥११-१९॥ कर्तव्यत्वमिति-पुमर्थस्य कर्तव्यत्वं प्रकृतौ परिणामानां महदादीनाम् । आनुलोम्यप्रातिलोम्यत उभे (स्वाभाविके) शक्ती स्वाभाविके तत्त्वतः स्वभावसिद्धे पुमर्थे सतीति शेषः । न त्वन्यत् । महदादिमहाभूतपर्यन्तः खल्वस्या बहिर्मुखतयानुलोमः परिणामः, पुनः स्वकारणानुप्रवेशद्वारेणास्मितान्तः प्रतिलोमः परिणामः, इत्थं च पुरुषस्य भोगपरिसमाप्तेः सहजशक्तिद्वयक्षयात् कृतार्था प्रकृतिः, न पुनः परिणाममारभते । एवं विधायां च पुरुषार्थकर्तव्यतायां प्रकृतेर्जडत्वेन कर्तव्याध्यवसायाभावेऽपि न काचिदनुपपत्तिरिति 99-93II. “પ્રકૃતિમાં મહદ્ બુદ્ધિ) વગેરે પરિણામોની આનુલોમ અને પ્રાતિલોમ્યને આશ્રયીને જે બે સ્વાભાવિકી શક્તિઓ છે, તે સ્વરૂપ પુમર્થનું કર્તવ્યત્વ પ્રકૃતિમાં મનાય છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષના ભોગસંપાદન માટે પ્રકૃતિ એક પરિશીલન ૧૩૧
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy