SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ રાગાદિ ચિત્તમલો ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરાવવા સમર્થ બનતા નથી, ત્યારે તે ચિત્તમાત્રમાં જ રહેલા (કાર્યરત નહીં થનારા) કોઈ કોઈ વાર સહેજ સહેજ ચિત્તને વિષયોમાં ઉત્કંઠિત કરતા રહે છે. ચિત્તની આ અવસ્થા એકેન્દ્રિય અપર વૈરાગ્યની છે. આ ત્રણ અવસ્થામાંથી પસાર થયા પછી ચિત્ત અપર વૈરાગ્યની ચોથી અવસ્થાનો અનુભવ કરે છે. ./૧૧-૮ અપર વૈરાગ્યનું વર્ણન કરીને હવે પર વૈરાગ્યનું નિરૂપણ કરાય છે– तत्परं जातपुंख्यातेर्गुणवैतृष्ण्यसंज्ञकम् । बहिर्वेमुख्यमुत्पाद्य वैराग्यमुपयुज्यते ॥११-९॥ तदिति-जातपुंख्यातेरुत्पन्नगुणपुरुषविवेकख्यातेः । गुणवैतृष्ण्यसंज्ञकं गुणेष्वपि तृष्णाभावलक्षणं । यथार्थाभिधानं परं प्रकृष्टं । तद् वैराग्यं । तदाह-“तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यमिति [१-१६]" । प्रथम हि विषयविषयं, द्वितीयं च गुणविषयमिति भेदः । बहिर्बाह्यविषये वैमुख्यं दोषदर्शनजत्वात् प्रवृत्त्यभावलक्षणमुत्पाद्य वैराग्यमुपयुज्यते उपकाराधायकं भवति ।।११-९।। “ઉત્પન્ન થયું છે. પુરુષખ્યાતિસ્વરૂપ જ્ઞાન જેને એવા આત્માને(ચિત્તને) ગુણોમાં પણ જે તૃષ્ણાનો અભાવ થાય છે, તે પર વૈરાગ્ય છે. બાહ્ય શબ્દાદિ વિષયોમાં વિમુખતાને ઉત્પન્ન કરી વૈરાગ્ય ચિત્તવૃત્તિના વિરોધમાં ઉપયોગી બને છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “પુરુષ ચેતન છે, શુદ્ધ છે, અનંત છે અને પ્રકૃતિ જડ છે, મલિન છે, સાંત છે. તેથી પ્રકૃતિ પુરુષથી ભિન્ન છે.' આ રીતે ભિન્નસ્વરૂપે પુરુષનો જે સાક્ષાત્કાર થાય છે, તેને પંખ્યાતિ કહેવાય છે. પુરુષ અને પ્રકૃતિના વિવેકનું જે જ્ઞાન; તેને પંખ્યાતિ કહેવાય છે. તેના કારણે ગુણોમાં પણ તૃષ્ણા રહેતી નથી. તેથી સત્ત્વાદિ ગુણોના કાર્યમાં તૃષ્ણાનો અભાવ થવાથી આ વૈરાગ્યને પર વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્યનું પર' નામ તેના અર્થ મુજબ છે. આ વૈરાગ્ય અપર વૈરાગ્યની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. તેથી અર્થને અનુસરી તેને પર' તરીકે વર્ણવ્યો છે. ઔદયિક-ભાવના સુખના સાધનભૂત શબ્દાદિ વિષયોમાં જે વૈરાગ્ય છે અને કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવમાં તેમ જ તેનાથી પ્રાપ્ત થનારા અર્થમાં જે વૈરાગ્ય છે – એ બંન્નેમાં જેટલો ફરક છે એટલો ફરક અહીં અપર અને પર વૈરાગ્યમાં છે. તત્પરં પુરુષ ધ્યા[વેતૃwથ' 9-9દ્દો આ યોગસૂત્રથી પર વૈરાગ્યનું વર્ણન કરતાં જણાવ્યું છે કે પુરુષ અને પ્રકૃતિની ભિન્નતાનું જ્ઞાન થવાથી સંસાર ઉપર જે અભાવ થાય છે; તે પર વૈરાગ્ય છે. પ્રથમ અપર વૈરાગ્ય શબ્દાદિના વિષયમાં હતો અને આ બીજો, ગુણ(સત્ત્વાદિ)ના વિષયમાં છે. આટલો ભેદ-વિશેષ છે. બાહ્યવિષયોમાં દુષ્ટતા(દોષ)નું દર્શન કરાવીને ચિત્તની વિષયસંબંધી પ્રવૃત્તિના અભાવ સ્વરૂપ વિમુખતાને ઉત્પન્ન કરવા દ્વારા વૈરાગ્ય; એક પરિશીલન ૧ ૨૧
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy