SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ निद्रा चेति-अभावप्रत्ययालम्बना भावप्रत्ययालम्बनविरहिता वासना च निद्रा स्मृता । सन्ततमुद्रिक्तत्वात्तमसः । समस्तविषयपरित्यागेन या प्रवर्तत इत्यर्थः । तदाह-“अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा” [१-१०] । इयं च जागरे जाग्रदवस्थायां स्मृतिदर्शनात् ‘सुखमहमस्वाप्सम्' इति स्मृत्यालोचनात् सुखादिविषया वृत्तिः, स्वापकाले सुखाननुभवे तदा तत्स्मृत्यनुपपत्तेः ।।११-५॥ “અભાવપ્રત્યયના આલંબનવાળી વૃત્તિને નિદ્રા કહેવાય છે. જાગ્રદ્ અવસ્થામાં સ્મૃતિ થતી હોવાથી સુખાદિવિષયક આ નિદ્રા વૃત્તિ છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમોગુણથી સતત ઉદ્રિક્ત અવસ્થા હોવાથી આ અવસ્થામાં ચિત્ત ઇન્દ્રિય અને વિષયના સંયોગના અભાવે વિષયાકાર પરિણામ પામતું નથી. તેથી ભાવપ્રત્યયના (ભાવવિષયક ઘટાદિજ્ઞાનના) આલંબનથી રહિત નિદ્રા છે. તે વખતે ચિત્ત સમસ્ત શબ્દાદિ વિષયનો પરિત્યાગ કરીને પ્રવર્તે છે. “સમાવપ્રત્યયાન્વિના વૃત્તિનિંદ્રા' 19-૧૦ની આ યોગસૂત્રથી નિદ્રાને અભાવપ્રત્યયના આલંબનવાળી ચિત્તવૃત્તિ તરીકે વર્ણવી છે. બાહ્યઘટાદિજ્ઞાનના આલંબનથી રહિત હોવા છતાં નિદ્રા-અવસ્થામાં સુખાદિવિષયકજ્ઞાનનું આલંબન હોય છે. અન્યથા સર્વ રીતે જ્ઞાનના આલંબનથી રહિત નિદ્રાને માની લેવાય તો જાગ્રતા અવસ્થામાં “હું સુખેથી સૂઈ ગયો'... ઇત્યાદિ જે સ્મૃતિ થાય છે, તે અનુપપન્ન બનશે. કારણ કે શયનાવસ્થામાં સુખાદિનો અનુભવ કર્યો ન હોય તો તેનું સ્મરણ જાગ્રત અવસ્થામાં ઉપપન્ન નહીં બને. ઉદ્રિક્ત તમોવસ્થામાં આંશિક સાત્ત્વિકભાવ કે રજોભાવ ભળે ત્યારે નિદ્રાવસ્થામાં સુખ કે દુઃખનો અનુભવ થાય છે, જેનું કાલાંતરે જાગ્રદેવસ્થામાં સ્મરણ થાય છે. ૧૧-પા હવે ક્રમપ્રાપ્ત સ્મૃતિસ્વરૂપ વૃત્તિનું અને તેના નિરોધનું નિરૂપણ કરાય છે तथानुभूतविषयासम्प्रमोषः स्मृतिः स्मृता । आसां निरोधः शक्त्यान्तःस्थितिहेतौ बहिर्हतिः ॥११-६॥ तथेति-तथाऽनुभूतविषयस्य प्रमाणविपर्ययविकल्पनिद्रानुभूतार्थस्य असम्प्रमोषः संस्कारद्वारेण बुद्धावुपारोहः स्मृतिः स्मृता । तदाह-"अनुभूतविषयासम्प्रमोषः स्मृतिरिति” [१-११] । आसामुक्तानां पञ्चानामपि वृत्तीनां । हेतौ स्वकारणे । शक्त्याशक्तिरूपतया । अन्तर्बाह्याभिनिवेशनिवृत्त्याऽन्तर्मुखतया स्थितिरवस्थानं बहिर्हतिः प्रकाशप्रवृत्तिनियमरूपविघातः । एतदुभयं निरोध उच्यते ॥११-६।। “તેમ જ અનુભવેલા વિષયને જાળવી રાખવા, તેને સ્મૃતિ કહેવાય છે. પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ એટલે વૃત્તિઓના હેતુમાં અંદર લીન થવું અને બહાર પ્રગટ ન થવું.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પ્રમાણ, વિપર્યય (ભ્રમ), વિકલ્પ અને નિદ્રાદિથી અનુભવેલો જે વિષય છે; તેને તે સ્વરૂપે સંસ્કાર દ્વારા ચિત્તમાં સ્થાપન એક પરિશીલન ૧૧૭
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy