SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જીવની માર્ગ તરફ દૃષ્ટિ પ્રવર્તે છે. અનુક્રમે માર્ગની સંપ્રાપ્તિ થવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે ધર્મવાદ પ્રકૃત-મોક્ષોપયોગી બને છે. I૮-૮. ધર્મવાદના વિષયભૂત ધર્મસાધનોને વર્ણવાય છે यथाऽहिंसादयः पञ्च व्रतधर्मयमादिभिः । पदैः कुशलधर्माद्यैः कथ्यन्ते स्वस्वदर्शने ॥८-९॥ यथेति-यथाऽहिंसादयः, आदिना सूनृतास्तेयबह्यापरिग्रहपरिग्रहः, पञ्च । स्वस्वदर्शने व्रतधर्मयमादिभिः, तथा कुशलधर्माद्यैः पदैः कथ्यन्ते । तत्र महाव्रतपदेनैतानि जैनैरभिधीयन्ते । व्रतपदेन च भागवतैः, यदाहुस्ते–“पञ्च व्रतानि पञ्चोपव्रतानि,” व्रतानि यमाः, उपव्रतानि नियमाः” इति । धर्मपदेन तु पाशुपतैः, यतस्ते दश धर्मानाहु:-“अहिंसा सत्यवचनमस्तैन्यं चाप्यकल्पना । ब्रह्मचर्यं तथाऽक्रोधो ह्यार्जवं शौचमेव च ।।१।। सन्तोषो गुरुशुश्रूषा इत्येते दश कीर्तिताः ।” साङ्ख्यासमतानुसारिभिश्च यमपदेनाभिधीयन्ते-“पञ्च यमाः पञ्च नियमाः” तत्र यमाः-“अहिंसा सत्यमस्तैन्यं ब्रह्मचर्यमव्यवहारश्चेति", नियमास्तु-“अक्रोधो गुरुशुश्रूषा शौचमाहारलाघवम् । अप्रमादश्चेति” । कुशलधर्मपदेन च बौद्धैरभिधीयन्ते, यदाहुस्ते-“दशाकुशलानि, तद्यथा-हिंसा स्तेयान्यथाकामं पैशून्यं परुषानृतम् । सम्भिन्नालापं व्यापादमभिध्या दृग्विपर्ययम् ॥१॥ पापकर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेद् । इति” अत्र चान्यथाकामः पारदार्यं, सम्भिन्नालापोऽसम्बद्धभाषणं, व्यापादः परपीडाचिन्तनम्, अभिध्या धनादिष्वसन्तोषः परिग्रह इति यावत्, दृग्विपर्ययो मिथ्याभिनिवेशः, एतद्विपर्ययाच्च दश कुशलधर्मा भवन्तीति । आदिपदाच्च ब्रह्मादिपदग्रहः । एतान्येव वैदिकादिभिर्बह्मादिपदेनाभिधीयन्ते इति ।।८-९॥ અહિંસા, સત્ય વગેરે પાંચ ધર્મસાધનોને પોતપોતાના દર્શનમાં વ્રત, ધર્મ, યમ અને કુશલધર્મ... વગેરે પદો દ્વારા તે તે દાર્શનિકોએ જણાવ્યાં છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ: આ પાંચ ધર્મનાં સાધન છે. દરેક દર્શનકારોને અભિમત એ પાંચેયનું સ્વરૂપ વ્રત, ધર્મ વગેરે પદો દ્વારા તે તે દર્શનકારોએ પોતપોતાના દર્શનમાં વર્ણવ્યું છે. “અહિંસાદિ પાંચ મહાવ્રતો છે.” એમ કહીને મહાવ્રતો સ્વરૂપે જૈનોએ તેનું વર્ણન કર્યું છે. અહિંસાદિ પાંચને ભાગવતોએ વ્રત તરીકે વર્ણવ્યાં છે. તેઓ કહે છે કે પાંચ વ્રતો છે અને પાંચ ઉપવ્રતો છે. અહિંસા, સત્ય વગેરે પાંચ યમને વ્રત કહેવાય છે અને શૌચ, સંતોષ, તપ, સઝાય(સ્વાધ્યાય) તથા ઇશ્વરધ્યાન - આ પાંચ નિયમોને ઉપવ્રત કહેવાય છે. પાશુપતો ધર્મસાધનભૂત અહિંસાદિ પાંચને ધર્મ તરીકે વર્ણવે છે. કારણ કે તેઓએ દશ ધર્મો જણાવ્યા છે. અહિંસા, સત્યવચન, અતૈન્ય(અચૌર્ય), અકલ્પના, બ્રહ્મચર્ય, અક્રોધ, આર્જવ, શૌચ, સંતોષ અને ગુરુશુશ્રષા - આ દશ ધર્મો છે. કલ્પનાના અભાવને અકલ્પના એક પરિશીલન
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy