SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક પ્રમાણભૂત અને અપ્રમાણભૂત આચરણો જણાવાય છે– संविग्नाचरणं सम्यक्कल्पप्रावरणादिकम् । विपर्यस्तं पुनः श्राद्धममत्वप्रभृति स्मृतम् ॥३-७॥ संविग्नेति-संविग्नानामाचरणं सम्यक् साधुनीत्या कल्पप्रावरणादिकं । तदाह-अन्नहभणियं पि सुए किंची कालाइकारणाविक्खं । आइन्नमनहच्चिय दीसइ संविग्गगीएहिं ।।१।। कप्पाणं पावरणं अग्गोअरच्चाओ झोलिआभिक्खा । उवग्गहियकडाहयतुंबयमुहदाणदोराई ॥२॥” इत्यादि । विपर्यस्तमसंविग्नाचरणं पुनः श्राद्धममत्वप्रभृति स्मृतं । तदाह “जह सढेसु ममत्तं राढाइ असुद्धउवहिभत्ताई । णिहिट्ठवદિqનીમરાજ પરિમોને ત્તિ છા” iારૂ-ગાં સારી રીતે કપડાં ઓઢવાં વગેરે સંવિગ્નમહાત્માઓનું આચરણ છે. અને એનાથી વિપરીત શ્રાવકોની પ્રત્યે મમત્વ... વગેરે અસંવિગ્નોનું આચરણ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સાધુઓની મર્યાદાથી કલ્પપ્રાવરણ વગેરે સંવિગ્નપુરુષોનો આચાર છે. આ વિષયમાં જણાવતાં શ્રી ધર્મરત્નપ્રકરણમાં ફરમાવ્યું છે કે; સૂત્રમાં બીજી જ રીતે જણાવ્યું હોવા છતાં પણ કાલાદિ કારણને લઈને સંવિગ્ન એવા ગીતાર્થ પુરુષોએ જુદી જ રીતે આચરેલું વર્તમાનમાં દેખાય છે. જેમ કે– કલ્પપ્રાવરણ, અગ્રાવતારનો ત્યાગ, ઝોળીની ભિક્ષા, ઔપગ્રહિક કડાઈ તગારું પરાત, તાપણી, તેની ઉપર કાંઠો બનાવવો અને તેમાં દોરો નાંખવો. સાડી ત્રણ હાથ લાંબો અને અઢી હાથ પહોળો જે કપડો છે તેને આગમની પરિભાષામાં કલ્પ કહેવાય છે. ગોચરી વગેરે જતી વખતે ખભા ઉપર એ કપડો મૂકવાનું વિધાન આગમમાં છે. વર્તમાનમાં એ કપડો ઓઢીને ગોચરી વગેરે જવાય છે. વર્તમાન ચોલપટ્ટાના સ્થાને પૂર્વે અગ્રાવતાર પહેરવાનું વિધાન હતું. પાછળના ભાગને આચ્છાદિત કર્યા વિના માત્ર આગળના જ ભાગમાં અગ્રાવતાર ધારણ કરવાનું આગમમાં વિધાન હતું. પરંતુ તેનો ત્યાગ કરી વર્તમાનમાં તેના સ્થાને ચોલપટ્ટો પહેરવાનું વિહિત છે. પૂર્વે ચોરસ કપડાંમાં પાત્રો મૂકી મૂઠીમાં વસ્ત્રના ચાર છેડા પકડીગોચરી લાવવાનું વિહિત હતું. વર્તમાનમાં ઝોળીને ગાંઠમારી હાથમાં લટકાવીને ભિક્ષા લવાય છે; તેને ઝોળીની ભિક્ષા કહેવાય છે. ઔપગ્રહિક કડાઇ, પરાત વગેરે પાત્રાદિ પૂર્વે ગ્રહણ કરતા નહિ, વર્તમાનમાં લેવાય છે. તેમ જ તરપણી પૂર્વે વપરાતી નહિ, અત્યારે તુંબડા વગેરેમાંથી બનાવેલી તપણી લેવાય છે, તેની ઉપર કાંઠો કરાય છે અને તેમાં દોરો નંખાય છે... ઈત્યાદિ સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓના પ્રમાણભૂત આચાર વર્ણવ્યા છે. એ આચારોથી વિપરીત અપ્રમાણભૂત આચારોનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે– શ્રાવકો પ્રત્યે મમત્વ; શરીરની વિભૂષા માટે અશુદ્ધ ઉપધિ-અશન-પાનાદિ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ; એક પરિશીલન ૯૫
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy