SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં વાસ્તવિક-ધમેદશના-પ્રદાતા પૂ. ગીતાર્થભગવંતોની સ્તવના કરાય છે जानाति दातुं गीतार्थो य एवं धर्मदेशनाम् । कलिकालेऽपि तस्यैव प्रभावाद् धर्म एधते ॥२-३१॥ નાનાતીતિ–વ્ય: ર-રૂા. “આ પ્રમાણે બાલાદિ જીવોને તેમની તેમની યોગ્યતા મુજબ ધર્મદેશના આપવાનું જે પૂ. ગીતાર્થ ગુરુભગવંત જાણે છે, તેમના જ પ્રભાવથી કલિકાલમાં પણ ધર્મ શોભે છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મનો પ્રસાર દરેક ભવ્યાત્માઓના હૃદય સુધી કરવા માટે ધમદશના વિના બીજો કોઈ ઉપાય નથી. એ પરમતારક ધર્મદિશના આપવાનો અધિકાર માત્ર પૂ. ગીતાર્થ ગુરુભગવંતને છે. પૂ. ગીતાર્થ ગુરુભગવંત દેશના આપવાના વિધિના જાણકાર હોવા જોઈએ. તેઓશ્રીના અચિંત્ય સામર્થ્યથી કલિકાલમાં પણ ધર્મ દીપે છે. શ્લોકમાં જણાવેલી આ વાત નિરંતર વિચારવી જોઈએ. શ્રી વીતરાગસ્તવમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે શ્રદ્ધાસંપન્ન શ્રોતા હોય અને સુંદર બુદ્ધિમાન વક્તા હોય તો એ બંન્નેના યોગે કલિકાલમાં પણ ભગવાનના શાસનનું સામ્રાજ્ય એકછત્રી બની જાય. વર્તમાનની છિન્ન-ભિન્ન પરિસ્થિતિનું મુખ્ય કારણ આજની દેશના-પદ્ધતિ છે. ઉપર જણાવ્યા મુજબની શાસ્ત્રીય રીતે દેશના આપવાનું જયારથી બંધ થયું; ત્યારથી આજની વેરવિખેર સ્થિતિની શરૂઆત તો થઈ જ ગયેલી. મન બદલાય એટલે પ્રવૃત્તિ બદલાવાની જ. મોક્ષનું અર્થીપણું નાશ પામે એટલે બધું જ નષ્ટ છે. મોક્ષની સાધનાનો એ (મોક્ષનું અર્થીપણું) તો પ્રાણ હતો. એના નાશ પછી શું બચવાનું હતું? જે ગીતાર્થ પૂ. ગુરુભગવંતો, કલિકાલજેવા ખરાબ કાળમાં પણ ધર્મને દીતિમાન રાખી શકે છે, એમાં એકમાત્ર આ ધર્મદેશનાનો જ પ્રભાવ છે. શાસ્ત્રીય રીતે દેશના આપવાનું કાર્ય બધા જ ધર્મદશકો કરે તો ચોક્કસ જ ધર્મનો વાસ્તવિક પ્રભાવ વધ્યા વિના નહિ રહે. શ્લોકમાં જણાવ્યા મુજબ ધર્મદેશના, શાસ્ત્રીય રીતે જ પૂ. ગીતાર્થ ગુરુભગવંતોએ જ આપવી જોઇએ. અન્યથા ધમેદશનાથી ધર્મની વૃદ્ધિ નહીં થાય - એ ભૂલવું ના જોઇએ. ર-૩૧ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના એકમાત્ર પ્રભાવક એવા પૂ. ગીતાર્થ ગુરુભગવંતને નમસ્કાર કરી આ પ્રકરણનું સમાપન કરાય છે– ८४ દેશના બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy