SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાદિ જીવોને એક નયની દેશના પણ જે રીતે આપવાની છે તે જણાવાય છે– आदौ यथारुचि श्राव्यं ततो वाच्यं नयान्तरम् । ज्ञाते त्वेकनयेऽन्यस्मात् परिशिष्टं प्रदर्शयेत् ॥२-२८॥ आदाविति-आदौ प्रथमं । यथारुचि श्रोतृरुच्यनुसारिनयानुगुण्येन । श्राव्यं जिनवचनं । ततः स्वपारतन्त्र्यं बुद्धिपरिकर्मणां च श्रोतुर्ज्ञात्वा नयान्तरं वाच्यम् । अन्यस्मात् स्वव्यतिरिक्तात्त्वेकस्मिन्नये श्रोत्रा ज्ञाते सति परिशिष्टमज्ञातनयान्तरं प्रदर्शयेद् । अप्राप्तप्रापणगरीयस्त्वान्महतामारम्भस्य ॥२-२८।। “શરૂઆતમાં શ્રોતાની રુચિ પ્રમાણેના નયને અનુકૂળ એવું શ્રી જિનવચન સંભળાવવું, ત્યાર પછી શ્રોતાને બીજા નયનું શ્રવણ કરાવવું. આ રીતે એક નયની વાત શ્રોતાએ જાણી લીધી હોય ત્યારે બાકીની બધી વાતો જણાવવી.” આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે બાલાદિ શ્રોતા ધર્મશ્રવણ માટે ઉપસ્થિત થાય ત્યારે ધર્મદશકે સૌથી પ્રથમ શ્રોતાને જે નયમાં રુચિ હોય તે નયને અનુકૂળ એવી શ્રી જિનવચનની વાત કરવી. ત્યાર પછી શ્રોતા પોતાને પરતંત્ર થયો છે કે નહિ, તેમ જ તેની બુદ્ધિ પરિકર્મિત થઈ છે કે નહિ તે જાણીને પોતાના સિદ્ધાંતથી અતિરિક્ત એવા નયાંતરનું પ્રતિપાદન કરવું. આથી શ્રોતા એક નયનો જ્ઞાતા બને એટલે પછી શ્રોતાને જેનું જ્ઞાન નથી એવા બાકીના અજ્ઞાત નયાંતરોનું પ્રતિપાદન કરવું. કારણ કે મહાપુરુષોની પ્રવૃત્તિ; બીજાને જે અપ્રાપ્ત છે તેને પ્રાપ્ત કરાવનારી હોવાથી શ્રેષ્ઠ છે. ધર્મના પરમતારક એવા ઉપદેશકાદિ મહાત્માઓ આપણને નહિ મળેલા જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ થાય એ માટે પ્રવૃત્તિ કરતા હોય છે. એ મુજબ પોતાની પાસે ઉપસ્થિત શ્રોતાને આકૃષ્ટ કરવા ધર્મોપદેશક તેની રુચિ પ્રમાણેના નયને અનુકૂળ શ્રી જિનવચનની દેશના આપે છે. શ્રોતા આકૃષ્ટ ન બને તો ધર્મના ઉપદેશકની વાત ઉપયોગપૂર્વક તે નહિ સાંભળે. અને શ્રોતાની બુદ્ધિ પરિકર્મિત બને નહિ તો તેને બીજા નયોની વાત સમજાશે નહિ. તેથી ધર્મોપદેશકે તે તે શ્રોતાને પ્રથમ તેની રુચિ મુજબ અને ત્યાર બાદ નવાંતરસાપેક્ષ એવું શ્રી જિનવચન સમજાવવું જોઈએ. આ રીતે આકૃષ્ટ શ્રોતા અને પરિકર્મિતબુદ્ધિવાળો શ્રોતા પરિશિષ્ટ અર્થશ્રવણ કરવા માટે યોગ્ય બને છે, જે; ક્રમે કરી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. ર-૨૮ મહાત્માઓનો કોઈ પણ કાર્યનો આરંભ અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવવા માટે હોય છે તે વાતનું દષ્ટાંતથી સમર્થન કરાય છે– संविग्नभाविता ये स्यु ये च पार्धस्थभाविताः । मुक्त्वा द्रव्यादिकं तेषां शुद्धोञ्छं तेन दर्शितम् ॥२-२९॥ ૮૦ દેશના બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy