SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યા વિના અકથ્ય વસ્તુને વહોરાવવાથી તેમ જ અપાત્રને નિર્દોષ વહોરાવવાથી ધર્મ થતો નથી. પરંતુ ધર્મનો વ્યાઘાત થાય છે. ભાવનાજ્ઞાન ન હોવાથી, “દાન આપવું જોઇએ' એમ સમજીને પાત્ર કે કથ્ય વગેરેનો વિવેક કર્યા વિના કરાતાં દાનાદિથી ધર્મનો વ્યાઘાત થાય - એ સમજી શકાય છે. આવી જ રીતે શાસ્ત્રમાં યોગ્ય મુમુક્ષુને દીક્ષા કે દેશવિરતિ વગેરેનું પ્રદાન કરવા જણાવ્યું હોવા છતાં ભાવનાજ્ઞાનના અભાવે પૂર્વાપરનું અનુસંધાન કર્યા વિના ગમે તે રીતે દીક્ષા આપવાથી પણ ધર્મનો વ્યાઘાત થાય છે. જેટલા દિવસ પાળશે તેટલો તો લાભ છે ને – એમ સમજી ગમે તેને દીક્ષા આપવાનું કાર્ય ભાવનામય જ્ઞાનનું નથી. નાનામાં નાના કાર્યને, પરિણામે સારામાં સારા ફળને આપનારું બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો તે ભાવનામય જ્ઞાન કરે છે. તેના અભાવમાં મોટામાં મોટું કાર્ય પણ અનર્થનું જ કારણ બને છે. આ ભાવનાજ્ઞાનનું વર્ણન કરતી વખતે જ્ઞાત્રિશત્ તિિશ૦ મા.(પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) માં ભાવાનુવાદકારે જે જણાવ્યું છે, તેનું વિવેકપૂર્વક પરીક્ષણ કરવું જોઈએ. ઉન્માર્ગમાંથી માર્ગસ્થ બનાવનારું અને માર્ગમાંથી ઉન્માર્ગે જતાં અટકાવનારું આ ભાવનામય જ્ઞાન છે - આટલું યાદ રાખીને ભાવાનુવાદમાંની તે પુસ્તકમાંની વાતનો વિચાર કરવાથી અનુપપત્તિ જણાશે. ર-૧૮મા इत्थं च भावनैव सर्वक्रियाजीवातुरिति निगमयति આ રીતે ભાવના જ સર્વક્રિયાઓને ક્રિયા સ્વરૂપે રાખનારી છે; તે દઢતાપૂર્વક સહેતુક) વર્ણવાય છે तस्माद् भावनया भाव्यं शास्त्रतत्त्वं विना परम् । परलोकविधौ मानं बलवन्नात्र दृश्यते ॥२-१९॥ तस्मादिति-परलोकविधौ धर्मक्रियायां मानं प्रमाणं बलवदन्यानुपजीवि ॥२-१९॥ ઉપર જણાવ્યા મુજબ ભાવનાજ્ઞાન વિનાની સઘળીય ધર્મક્રિયાઓ અનર્થને કરનારી હોવાથી એ નિશ્ચિત થાય છે કે ભાવનાજ્ઞાનથી ભાવિત બનેલા શાસ્ત્રતત્ત્વને છોડીને બીજું કોઇ; પરલોકની સાધનામાં પ્રબળ પ્રમાણ નથી.” - આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરલોકમાં કલ્યાણ થાય એ માટે જે ધર્મક્રિયાઓ કરાય છે, તે ધર્મક્રિયાઓ વિવક્ષિત (ઇસ્ટ) ફળને આપવા સમર્થ ત્યારે જ બને છે કે જ્યારે તે ભાવનામયજ્ઞાનથી ભાવિત એવા શાસતત્ત્વને અનુસરતી હોય, અન્યથા તે ક્રિયાઓ પ્રમાણભૂત બનતી નથી. સર્વ ધર્મક્રિયાઓનું પ્રામાણ્ય; આ રીતે ભાવનામય જ્ઞાનથી ઉપજીવી છે. ભાવનાજ્ઞાનના પ્રામાણ્યને આધીન બધી ક્રિયાઓનું પ્રામાણ્ય છે. પરંતુ ભાવનાજ્ઞાનનું પ્રામાણ્ય આ રીતે કોઇ બીજાના પ્રામાણ્યને આધીન નથી. એ જ્ઞાન સ્વયં પ્રમાણભૂત છે. બીજા કોઈના આધારે ભાવનાજ્ઞાનમાં પ્રામાણ્ય આધારિત એક પરિશીલન ૬૯
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy