SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાઢાત્રિશિકાના શ્લોક નં.૧૬ માં જ ભાવનાજ્ઞાનની ઉપયોગિતાને સમજાવતાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ ફરમાવ્યું છે કે બલવત્ એવા વૈયાવચ્ચ વગેરે ગુણનો ઘાત (હાનિ) કરનારા ઉપવાસ કરતાં શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યા મુજબનાં નિત્ય એકાશન શ્રેષ્ઠ છે - આ પ્રમાણે ભાવનાજ્ઞાનથી જ પૂ. સાધુભગવંતો સમજી શકે છે, અન્યથા ભાવનાજ્ઞાનને પામ્યા વિનાના પદાર્થમાત્રના જ્ઞાતાઓ તો નિત્ય એકાશન કરતાં વૈયાવૃત્યાદિ બલવદ્ ગુણના ઘાતક પણ ઉપવાસને શ્રેષ્ઠ સમજે છે. આથી સમજી શકાશે કે – દેશનાદ્વાત્રિશિકાના સોળમા શ્લોકમાં જે જણાવ્યું છે અને તેના વિવરણકારે ટિપ્પણીમાં જે જણાવ્યું છે - એ બેના આશયમાં ઘણું અંતર છે. એનું કારણ વિવરણકારનું અજ્ઞાન નથી; પરંતુ બીજા જ કોઈ કદાગ્રહ વગેરે છે - એ સ્પષ્ટ છે... ખેર ! એની સાથે આપણને કોઈ જ નિસબત નથી. ર-૧૬ ભાવનાજ્ઞાનથી જેમ ઈષ્ટની સિદ્ધિ થાય છે તેમ તેના અભાવમાં અનિષ્ટની પ્રાપ્તિ થાય છે, તે જણાવાય છે– विनैतन्नूनमज्ञेषु धर्मधीरपि न श्रिये । गृहीतग्लानभैषज्यप्रदानाभिग्रहेष्विव ॥२-१७॥ विनेति-एतद्भावनाज्ञानं विना । नूनं निश्चितं । धर्मधीरपि धर्मबुद्धिरपि । न श्रिये चारित्रलक्ष्म्यै प्रभवति । गृहीतो ग्लानभेषज्यप्रदानस्य अभिग्रहो ग्लानाय मया भैषज्यं दातव्यमित्येवंरूपो यैस्तेषु इव अज्ञेषु पूर्वापरानुसन्धानविकलेषु ।।२-१७।। ભાવનાજ્ઞાનનો અભાવ હોય તો ગ્લાનને ઔષધ આપવાના અભિગ્રહવાળા સાધુઓની જેમ અજ્ઞ(અજ્ઞાની) માણસોને વિશે ચોક્કસ જ ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી થતી નથી.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “મારે ગ્લાનને ઔષધ આપવું જોઈએ- આવા પ્રકારનો અભિગ્રહ ચાતુર્માસ દરમ્યાન કેટલાક સાધુભગવંતોએ ગ્રહણ કર્યો હતો. આ રીતનો અભિગ્રહ ધારણ કરવાની તેમની બુદ્ધિ ધર્મવિષયક(ધર્મની) હોવા છતાં તેમને ભાવનાજ્ઞાન ન હોવાથી એ બુદ્ધિ તેમના માટે જેમ કલ્યાણકારિણી ન બની તેમ ભાવનાજ્ઞાન વિના ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી થતી નથી. ર-૧ળા. અભિગ્રહ ધારણ (દવા આપવાનો અભિગ્રહ ધારણ) કરવાની ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી કેમ ના બની તે સ્પષ્ટપણે જણાવાય છે– तेषां तथाविधाप्राप्तौ स्वाधन्यत्वविभाविनाम् । चित्तं हि तत्त्वतः साधुग्लानभावाभिसन्धिमत् ॥२-१८॥ એક પરિશીલન
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy