________________
સામાન્યથી પદાર્થજ્ઞાન, વાક્યર્થજ્ઞાન, મહાવાક્ષાર્થજ્ઞાન અને ઐદત્પર્યાર્થજ્ઞાન : આ પ્રમાણે ચાર પ્રકારનું જ્ઞાન છે. “ર હિંશાત્ સર્વભૂતાનિ' ઇત્યાદિ વાક્યોનાં તે તે પદોના અર્થના જ્ઞાનને પદાર્થજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ વાક્યર્થના જ્ઞાનને વાક્યર્થજ્ઞાન કહેવાય છે. પૂર્વાપરવાક્યર્થના જણાતા વિરોધને દૂર કરવાના જ્ઞાનને મહાવાક્યર્થ જ્ઞાન કહેવાય છે અને તે તે વાક્યના તાત્પર્યાર્થના જ્ઞાનને ઐદંપર્યાર્થ જ્ઞાન કહેવાય છે. હિંસ્થા... ઇત્યાદિ વાક્યનાં પદોનો નિષેધ વગેરે જે અર્થ છે તેના જ્ઞાનને પદાર્થજ્ઞાન કહેવાય છે. હિંસા નહીં કરવી જોઇએ.. ઇત્યાદિ આકાર (સ્વરૂપ) વાયાર્થજ્ઞાન કહેવાય છે. હિંસા નહિ કરવી; તો વિહારાદિ વખતે નદી ઊતરવાદિનું વિધાન કઈ રીતે શક્ય બને? અર્થાત્ ન બને; તેથી અપવાદસ્વરૂપે મમત્વાદિ દોષના પરિવાર માટે નદી ઊતરવાદિ વખતે હિંસા થવા છતાં દોષ નથી. ઉત્સર્ગથી હિંસા કરવી ના જોઈએ. પરંતુ આપવાદિક હિંસા, દોષનું કારણ બનતી નથી. તેને પણ દોષનું કારણ માની લેવામાં આવે તો મમત્વાદિ ઉત્કટ દોષોનો પરિહાર શક્ય નહિ બને. આવા પ્રકારના જ્ઞાનને મહાવાક્યર્થજ્ઞાન કહેવાય છે. અને “અંતે તો ભગવાન શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા જ પ્રમાણ છે. તેની આરાધનામાં જ ધર્મ છે અને તેની વિરાધનામાં અધર્મ જ છે. અહિંસા કે હિંસામાં ધર્મ કે અધર્મ નથી' - આ પ્રમાણેના જ્ઞાનને ઐદંપર્યાર્થજ્ઞાન કહેવાય છે. આવી રીતે શાસ્ત્રના દરેકેદરેક વાક્યના ઔદમ્પર્ધાર્થને મુમુક્ષુ આત્માઓએ જાણી લેવો જોઈએ. શ્રુતજ્ઞાન વાક્યર્થના જ્ઞાન સ્વરૂપ છે. ચિંતાજ્ઞાન મહાવાક્યર્થના જ્ઞાન સ્વરૂપ છે; અને ભાવનાજ્ઞાન ઐદત્પર્યાર્થના જ્ઞાન સ્વરૂપ છે... ઇત્યાદિ વ્યવસ્થિત રીતે સમજી લેવું જોઇએ. પદાર્થજ્ઞાનનો ઉપર જણાવ્યા મુજબ વાક્યર્થજ્ઞાનમાં સમાવેશ કે અસમાવેશ કરી શ્રુતજ્ઞાનસ્વરૂપે પદાર્થજ્ઞાનને વર્ણવી શકાય છે અથવા નથી પણ વર્ણવાતું. ર-૧૧
હવે ચિંતામય જ્ઞાનનું સ્વરૂપ વર્ણવાય છે–
महावाक्यार्थजं सूक्ष्मयुक्त्या स्याद्वादसङ्गतम् । चिन्तामयं विसर्पि स्यात् तैलबिन्दुरिवाम्भसि ॥२-१२॥
- महेति-महावाक्यार्थेन वस्त्वाकाङ्क्षारूपेण जनितं । सूक्ष्मया सूक्ष्मबुद्धिगम्यया युक्त्या । स्याद्वादेन सप्तभङ्ग्यात्मकेन सङ्गतं ज्ञानम् । अम्भसि तैलबिन्दुरिव । विसर्पि प्रवर्धमानं चिन्तामयं स्यात् ।।२-१२।।
“મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલું, સૂક્ષ્મ યુક્તિથી સ્યાદ્વાદસંગત અને પાણીમાં વિસ્તરતા તેલના બિંદુની જેમ વિસ્તરતું ચિંતામય જ્ઞાન છે - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે વાક્યથી જેમ શ્રુતજ્ઞાન થાય છે તેમ ચિંતામયજ્ઞાન પણ તેનાથી થાય છે. વાક્યર્થજ્ઞાન પછી તે વાક્યથી અન્ય તે તે વાક્યના અર્થની સાથે પૂર્વવાWાર્થ સંગત કઈ રીતે થાય - આવી આકાંક્ષા-જિજ્ઞાસા હોય છે. તેથી ચિંતામયજ્ઞાન મહાવાક્યર્થસ્વરૂપ તે
એક પરિશીલન
૫૯