SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બોલવાની વિનંતી કરી. ત્યારે પાંચ ગાથાની નાની સક્ઝાય પૂજ્યશ્રી બોલ્યા. તેથી એ શ્રાવકે મોટી સઝાય ફરમાવવા જણાવ્યું. પરંતુ ત્યારે પૂજ્યશ્રીએ “નથી આવડતી’ એમ જણાવ્યું. એટલે પેલા શ્રાવકે કહ્યું કે “શું કાશીમાં રહીને ઘાસ કાપ્યું?” ત્યાર બાદ બીજા દિવસે સાંજે પ્રતિક્રમણમાં સજઝાય બોલવાના પ્રસંગે પૂજ્યશ્રીએ સમકિતના સડસઠબોલની કે સાડાત્રણસો ગાથાની સ્તવનરૂપ સજઝાયની નવી જ રચના કરવા સાથે બોલવાની શરૂઆત કરી. એક પછી એક ઢાળો બોલાતી ગઇ. પણ સજઝાય પૂર્ણ થતી ન હોવાથી પેલા શ્રાવકે કહ્યું કે “બસ હવે !” ત્યારે પૂજયશ્રીએ પણ કહ્યું કે “ના, આ તો કાશીમાં કાપેલા ઘાસના પૂળા બાંધું છું.” આ સાંભળી શ્રાવકે અવિનય અંગે પૂજયશ્રીની ક્ષમા યાચી. આ પ્રસંગ સાચો હોય કે ન પણ હોય પરંતુ પૂજયશ્રીના વર્તમાન સાહિત્ય ઉપરથી તેઓશ્રીનું ગ્રંથ રચવાનું અદ્ભુત સામર્થ્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે. પૂજ્યશ્રીના વિષયમાં એવી પણ એક વાત ચાલે છે કે પૂજ્યશ્રી પોતાની સ્થાપનાજીની ઠવણી ઉપર ચાર ધ્વજા રાખતા હતા. તેની પાછળ હેતુ એ હતો કે “ચારે દિશામાં જે કોઈ વિદ્વાન હોય તે તેઓશ્રીને જીતીને પોતાની વિજયશ્રી ફેલાવે.” આવું જાણીને એક વૃદ્ધાએ પૂ. ઉપાધ્યાયજી મહારાજનું માન દૂર કરવા તેઓશ્રીને કહ્યું કે “સાહેબ ! જો આપશ્રી ચાર ધ્વજા રાખો, તો અનંતલબ્ધિસંપન્ન શ્રી ગૌતમસ્વામી મહારાજા કેટલી ધ્વજા રાખતા હશે !' વૃદ્ધ શ્રાવિકાના કથનનું તાત્પર્ય જાણીને પૂજ્યશ્રીએ તુરત જ ઠવણી ઉપરથી ધ્વજાઓ દૂર કરી. પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના જીવનપ્રસંગોમાં આવી કેટલીય વાતો પ્રસિદ્ધ છે. તે કેટલા અંશે સાચી છે એ તો અનંતજ્ઞાનીઓ જાણે. પરંતુ તેઓશ્રીએ રચેલા વિવિધ ગ્રંથોમાં પોતાના હૃદયના જે ભાવોનું પ્રતિબિંબ સંક્રમાવ્યું છે - એ જોતાં ઉપર જણાવેલી વાતોમાં વિશ્વાસ મૂકવાનું મન થતું નથી. તેઓશ્રીની સર્વતોમુખી પ્રતિભા; નિર્મળ સમ્યગ્દર્શન; સમ્યફચારિત્ર પ્રત્યેનો અવિહડ રાગ; શ્રી જિનાજ્ઞા પ્રત્યેનું અસાધારણ સમર્પણ; શ્રી વીતરાગ પરમાત્માના વચન પ્રત્યેનો અદ્ભત રાગ; પરમતારક શ્રી જિનાગમોનું તલસ્પર્શી પરિશીલન; દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પ્રાપ્તિથી અનુભવેલો સ્વાભાવિક આનંદ... વગેરેના યથાર્થસ્વરૂપે દર્શન કરાવનારા તેઓશ્રીના ગ્રંથોના પરિશીલનથી આત્માને જે આનંદની અનુભૂતિ થાય છે તે વર્ણનાતીત છે. તેઓશ્રી દ્વારા સર્જાયેલા અગાધ સાહિત્યમાંથી આજે જે ભાગ ઉપલબ્ધ છે એ પણ આપણા સૌના પરમપુણ્યોદયનું જ એક ફળ છે. એની પ્રત્યે ઉદાસીનતા બતાવવાનું મુમુક્ષુ આત્માને તો કોઈ પણ રીતે ન પાલવે. ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા સૂરિપુરંદર આચાર્યભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો આપણા સુધી પહોંચ્યા એમાં એકમાત્ર પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજના નિર્મળ પ્રયત્ન કારણ છે. તેઓશ્રીના સમકાલીન શ્રી આનંદઘનજી મહારાજ, મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી એક પરિશીલન
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy