________________
अज्ञातवागविवेकानां पण्डितत्वाभिमानिनाम ।
विषं यद्वर्त्तते वाचि मुखे नाशीविषस्य तत् ॥२-५॥ अज्ञातेति-अज्ञातो वाग्विवेकः शुद्धाशुद्धयोग्यायोग्यविषयत्वादिरूपो यैस्तेषां । पण्डितत्वाभिमानिनाम् । वाचि भाषायां । विषं यन्मिथ्यात्वरूपं वर्तते । तदाशीविषस्य व्यालस्य मुखे न । अनेकजन्मदुःखदं होकमन्यच्चैकजन्मदुःखदमेवेति ।।२-५॥
વાણી સંબંધી વિવેકનું જેમને જ્ઞાન નથી અને પોતાની જાતને જેઓ પંડિત માને છે; તેમની વાણીમાં જે ઝેર છે તે ઝેર આશીવિષસર્પના મુખમાં નથી.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે – હું જે બોલું છું તે શુદ્ધ (માર્ગાનુસારી) છે કે અશુદ્ધ; શ્રોતા યોગ્ય છે કે અયોગ્ય તેમ જ દેશ અને કાળ ઉચિત છે કે અનુચિત છે... વગેરે સંબંધી વચનવિવેક જેમને જ્ઞાત નથી અને પોતાની જાતને પાછા પંડિત માને છે, તેમની વાણીમાં જે મિથ્યાત્વસ્વરૂપ વિષ છે, તેવું વિષ આશીવિષસર્પના મુખમાં નથી. અર્થાત્ આશીવિષના મુખમાં જે વિષ છે તેનાથી ભયંકર એવું વિષ; એ વિવેકરહિત ધર્મદેશકોના વચનમાં છે. કારણ કે આશીવિષસર્પના મુખમાંનું વિષ એક જ મરણનું કારણ બને છે. પરંતુ પોતાની જાતને પંડિત માનનારા અને વચનના વિવેકથી અજ્ઞાત એવા ધર્મદશકોના વચનમાં રહેલું મિથ્યાત્વસ્વરૂપ વિષ અનેકાનેક મરણનું કારણ બને છે. આ રીતે એક વિષ (મિથ્યાત્વસ્વરૂપ વિષ) અનેક જન્મનાં દુઃખોનું કારણ છે અને બીજું વિષ (સર્પના મુખમાં રહેલું) એક જન્મના જ દુઃખને આપનારું છે.
આથી સમજી શકાશે કે જેમને દેશ, કાળ, પુરુષ અને વચનની શુદ્ધિ વગેરેનું જ્ઞાન નથી અને પાછા પોતાની જાતને પંડિત માનીને ધર્મદેશના કરવાની પ્રવૃત્તિ કરે છે; એ ધર્મદશકો મિથ્યાત્વસ્વરૂપ વિષને શ્રોતાઓના હૃદય સુધી નિરંતર પહોંચાડ્યા જ કરે છે. પોતાને તો આવી પ્રવૃત્તિના કારણે કુશીલતા પ્રાપ્ત થયેલી જ છે. પરંતુ એ પ્રવૃત્તિથી શ્રોતાઓને પણ મિથ્યાત્વ-વિષની બાધા કરે છે. તેથી ઉભય(વક્તા અને શ્રોતા)ને માટે અહિત કરનારી આવી પરસ્થાનદેશનાની પ્રવૃત્તિ કોઈ પણ રીતે દૂર કરવી જોઈએ. જેમને દેશાદિનું કે શુધ્યાદિનું જ્ઞાન નથી એવા લોકોએ મૌન રહેવું જોઈએ. પરંતુ આવા લોકો જયારે પોતાની જાતને પંડિત માને છે; ત્યારે તેઓ બોલ્યા વગર રહી શકતા નથી. અને નિરંતર વચન દ્વારા મિથ્યાત્વસ્વરૂપ વિષને વમતા હોય છે. મુમુક્ષુએ આવા અવસરે ખૂબ જ ઉપયોગપૂર્વક વર્તવું જોઈએ. અન્યથા એ મિથ્યાત્વવિષની બાધા-પીડા ભોગવવાનો પ્રસંગ આવશે. વર્તમાનની વિષમ સ્થિતિની ઉત્પત્તિમાં એવા ધમદશકોએ પુષ્કળ ફાળો આપ્યો છે. એ પ્રવૃત્તિને અટકાવવાનું આપણી શક્તિ બહારનું છે. પરંતુ એમાં આપણે આવી ન જઈએ – એટલે માત્ર ચોક્કસપણે ધ્યાનમાં રાખી શકીએ. ર-પી
એક પરિશીલન