SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિભેદ શાથી થયો છે - એ વિચારવું જોઈએ. ત્યાં સુધી આપણે એમની વાતમાં આવી ન જઇએ તેની તકેદારી રાખીએ. ર-રા नन्वेवं “न भवति धर्मः, श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवतीति” वाचकवचनं व्याहन्येत, अतः खलु अनुग्रहधिया आगमार्थोपदेशमात्रमेवेष्टसाधनतया प्रतीयते, श्रोतुर्भावस्तु दुर्ग्रह इत्याशङ्कायामाह જો ઉપર જણાવ્યા મુજબ પરસ્થાનદેશના આપવાથી ધમદિશકને કુશીલતાની પ્રાપ્તિ થતી હોય તો વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ ભગવંતે ફરમાવેલી વાતનો વિરોધ આવશે. તેઓશ્રી ફરમાવે છે કે; “હિતકર એવાં વચનોના શ્રવણથી બધા જ શ્રોતાઓને એકાંતે ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ શ્રોતાની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ધમદશના આપનાર વક્તા(વ્યાખ્યાતા)ને એકાંતે ધર્મ(કર્મનિર્જરા) થાય છે. જો પરસ્થાનદેશના આપનારને ઉપર જણાવ્યા મુજબ કુશીલતાનો પ્રસંગ આવતો હોય તો ઉપર જણાવેલા વચનનો વિરોધ આવશે. તેથી ઉમાસ્વાતિ મહારાજાના વચનથી ખરેખર તો એમ જણાય છે કે ધર્મદેશકે આગમના અર્થનો ઉપદેશ આપવો તેમાં તેનું એકાંતે હિત છે. શ્રોતા કેવો છે અને કેવો નહિ – એ જોવાની આવશ્યકતા નથી. આમ પણ શ્રોતાની મનની પરિણતિને જાણવાનું કપરું છે.” - આ પ્રમાણેની શંકાનું સમાધાન કરાય છે. अनुग्रहधिया वक्तुमित्वं नियमेन यत् । भणितं तत्तु देशादिपुरुषादिविदं प्रति ॥२३॥ अनुग्रहेति-अनुग्रहधिया वक्तुर्धर्मोपदेष्टु - धर्मित्वं निर्जराभागित्वम् । नियमेनैकान्तेन । यगणितं तत्तु देशादीन् पुरुषादींश्च वेत्ति यस्तं प्रति । न तु तद्ज्ञाने शक्तिमस्फोरयतं प्रति ।।२-३॥ “અનુગ્રહ કરવાની બુદ્ધિથી વ્યાખ્યાતાને ચોક્કસપણે નિર્જરા થાય છે - એ પ્રમાણે જે કહ્યું છે, તે; દેશ વગેરે અને પુરુષ વગેરે(શ્રોતાદિ)ને જાણનારા વ્યાખ્યાતાને આશ્રયીને કહ્યું છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ ર મવતિ થર્મ.' ઈત્યાદિ કારિકા દ્વારા; “વક્તાને શ્રોતાની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ ધર્મદશના આપવાથી એકાંતે નિર્જરાનું તે ભાજન બને છે' - એ જે જણાવ્યું છે તે; દેશ અને કાલાદિના તેમ જ બાલાદિ સ્વરૂપ પુરુષ(શ્રોતા) અને તેની પરિણતિ વગેરેના જે જાણકાર છે તેવા ધર્મોપદેશકોને આશ્રયીને જણાવ્યું છે. જે ધર્મોપદેશકો દેશ કે કાલાદિને અને પુરુષ કે તેની પરિણતિ વગેરેને જાણવા માટે પ્રયત્ન કરતા નથી તેમને આશ્રયીને એ વાત કરી નથી. દેશાદિ અને પુરુષાદિને જાણ્યા વિના અનુગ્રહબુદ્ધિથી પણ દેશના આપવાથી તે ધર્મોપદેશકોને નિર્જરા થતી નથી. પરંતુ તે ઉપદેશકોને કુશીલતાનો પ્રસંગ આવે છે. ર-૩ ४८ દેશના બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy