SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ “સુપાત્રવિશેષમાં અથવા તેવા પ્રકારના કારણવિશેષે અશુદ્ધ એવું પણ દાન બંનેના (લેનાર અને આપના૨ના) લાભ માટે થાય છે. અન્યથા અશુદ્ધદાન લાભ માટે થતું નથી.” – આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આગમમાં જણાવ્યા મુજબ પૂ. ગીતાર્થ અભ્યસ્તયોગી વગેરે વિશિષ્ટ મહાત્માને અશુદ્ધ આહારનું પ્રદાન કરવાથી તેમ જ પૂર્વે જણાવ્યા મુજબ દુષ્કાળ, અટવી વગેરેનું ઉલ્લંઘન અને રોગ વગેરે કારણે મહાત્માને અશુદ્ધ આહારાદિનું પ્રદાન કરવાથી મહાત્મા અને દાન આપનાર ગૃહસ્થ - એ બંનેને લાભ થાય છે. કારણ કે દાન આપનાર ગૃહસ્થ વિવેકથી શુદ્ધ અંતઃકરણવાળો છે; અને મહાત્મા ગીતાર્યાદિપદના સ્વામી છે. અન્યથા સુપાત્ર ગીતાર્થ ન હોય અથવા તો દુષ્કાળાદિ કારણ ન હોય તો સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી લેનાર અને આપનાર બંનેને લાભ થતો નથી. ।।૧-૨૩।। नन्वेवं संयतायाशुद्धदाने फले द्वयोर्भवतु भजना, दातुर्बहुतरनिर्जराऽल्पतरपापकर्मबन्धभागित्वं तु भगवत्युक्तं कथमपवादादावपि भावशुद्ध्या फलाविशेषादित्यत आह ઉપર જણાવ્યા મુજબ સંયતને અશુદ્ધદાન આપવાથી ફળની પ્રાપ્તિ થાય અથવા ન પણ થાય એ બરાબર છે. પરંતુ સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને કર્મનિર્જરા ઘણી થાય છે અને પાપબંધ ખૂબ જ અલ્પ થાય છે - આ પ્રમાણે જે ભગવતીસૂત્રમાં લખ્યું છે તે કઇ રીતે સંગત થાય ? કારણ કે અપવાદથી પણ અશુદ્ધદાન આપવાથી; આજ્ઞાપાલનનો ભાવ હોવાના કારણે ફળમાં ફરક પડતો નથી - આ શંકાના સમાધાન માટે જણાવાય છે— अथवा यो गृही मुग्धो लुब्धकज्ञातभावितः । तस्य तत्स्वल्पबन्धाय बहुनिर्जरणाय च ॥१-२४॥ अथवेति-अथवा पक्षान्तरे । यो गृही मुग्धोऽसत्शास्त्रार्थो लुब्धकज्ञातेन मृगेषु लुब्धकानामिव साधुषु श्राद्धानां यथाकथञ्चिदन्नाद्युपढौकनेनानुधावनमेव युक्तमिति पार्श्वस्थप्रदर्शितेन भावितो वासितः । तस्य तत्संयतायाशुद्धदानं तु मुग्धत्वादेव स्वल्पपापबन्धाय बहुकर्मनिर्जरणाय च भवति ॥ १-२४।। “અથવા જે ગૃહસ્થ શિકારીના દૃષ્ટાંતથી ભાવિત એવો મુગ્ધ છે તેને, સંયતને અશુદ્ધદાન આપવાથી ખૂબ જ અલ્પપાપનો બંધ થાય છે અને કર્મનિર્જરા ઘણી થાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વ શ્લોકથી ‘સંયતને અશુદ્ધદાન આપવાથી’ ગ્રહણ કરનાર સંયતની અપેક્ષાએ અને દુષ્કાળાદિ કારણની અપેક્ષાએ જે ફળની પ્રાપ્તિ વૈકલ્પિક હતી તે બતાવી છે. હવે આ શ્લોકથી દાન આપનાર ગૃહસ્થની અપેક્ષાએ ફળની વૈકલ્પિકતા જણાવાય છે. શ્લોકમાંનું ‘અથવા’ આ પદ આવા પ્રકારના પક્ષાંતરને જણાવે છે. જે ગૃહસ્થ મુગ્ધ છે; એટલે કે સત્ શાસ્ત્રોનો અર્થ જાણતો નથી અને પાસસ્થાથી ભાવિત છે, તે મુગ્ધ એવો ગૃહસ્થ સંયતને અશુદ્ધદાન આપે તો તેથી તેને અલ્પ પાપબંધ અને ઘણાં એક પરિશીલન ૨૭
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy