SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ इत्थं परिणामप्राधान्यमेव व्यवस्थितमित्याहઉપર જણાવ્યા મુજબ હિંસા-અહિંસાદિમાં પરિણામનું જ પ્રાધાન્ય છે, તે જણાવાય છે– रहस्यं परमं साधोः समग्रश्रुतधारिणः । परिणामप्रमाणत्वं निश्चयैकाग्रचेतसः ॥७-३०॥ रहस्यमिति-रहस्यं तत्त्वं । परमं सर्वोत्कृष्टं । साधोः समग्रश्रुतधारिणः स्वभ्यस्तगणिपिटकोपनिषदः । परिणामस्य चित्तभावस्य प्रमाणत्वं फलं प्रति स्वातन्त्र्यलक्षणं । निश्चये निश्चयनये एकाग्रमव्याक्षिप्तं વેતો યW (તસ્ય) IIરૂ|. નિશ્ચયનયમાં એકાગ્ર છે ચિત્ત જેનું એવા સમગ્ર શ્રતને ધરનારા પૂ. સાધુભગવંતનું પરિણામનું પ્રામાણ્ય એ સર્વશ્રેષ્ઠ રહસ્ય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જેઓએ સમસ્ત દ્વાદશાંગીનું સારી રીતે અધ્યયન કરી લીધું છે; એવા નિશ્ચયનયમાં એકાગ્રચિત્તવાળા પૂ. સાધુભગવંતોનું પરમ તત્ત્વ એ છે કે “મનના પરિણામ જ ફળની પ્રત્યે સ્વતંત્ર કારણ છે.” એ પ્રમાણે તેઓ બરાબર માને છે. બાહ્ય ક્રિયાઓ પરિણામ દ્વારા જ ફળની પ્રત્યે કારણ બને છે. તેથી બાહ્ય ક્રિયાઓ ફળની પ્રત્યે સ્વતંત્ર કારણ નથી. તેમાં પરિણામાધીન કારણતા છે. ફળની પ્રત્યે સ્વતંત્ર કારણતા ચિત્તના પરિણામમાં છે. નિશ્ચયનયમાં જેમનું ચિત્ત એકાગ્ર બન્યું છે એવા મુનિભગવંતો ફળની પ્રત્યે પરિણામનું કારણત્વ; મુખ્યપણે સમજે છે તેમ જ તે પ્રમાણે સમજાવે છે. તે પૂ. મુનિભગવંતોનું એ પરમ રહસ્ય છે. નિશ્ચયનયની તરફ દૃષ્ટિ ન હોય તો કેવલ વ્યવહારનયની દૃષ્ટિએ તે તે ફળને પ્રાપ્ત કરવાનું શક્ય થતું નથી. મુમુક્ષુ જનોએ ચિત્તના વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરવા પૂર્ણ પ્રયત્ન કરવો જોઇએ. પ્રવૃત્તિ પરિણામનું નિમિત્ત બને છે. પરંતુ પરિણામને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ન હોય તો કોઈ પણ રીતે પ્રવૃત્તિથી પરિણામની પ્રાપ્તિ નહિ થાય. ફળ પ્રત્યેની ઉદાસીનતા જીવને પરિણામથી વિમુખ બનાવે છે અને તેથી ગમે તે કારણે થતી પ્રવૃત્તિની વિદ્યમાનતામાં આત્માને ફળની પ્રાપ્તિ થતી નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પ્રવૃત્તિને સફળ બનાવવા માટે ચિત્તના પરિણામ તરફ દષ્ટિ સ્થિર બનાવ્યા વિના ચાલે એવું નથી, જે નિશ્ચયનયની એકાગ્રતાથી જ શક્ય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. //૭-૩૦ના ननु यद्ययं निश्चयस्तदा किं परप्राणरक्षणया लोकमात्रप्रत्ययप्रयोजनया इत्यत आह આ પ્રમાણે નિશ્ચયનય ફળની પ્રત્યે મુખ્ય-સ્વતંત્ર કારણ છે. તો માત્ર લોકોને “અમે હિંસા નથી કરતા' - આ પ્રમાણે જણાવનારી પરપ્રાણની રક્ષા કરવાનું કોઈ જ પ્રયોજન નથી. અર્થાત્ આશય એ છે કે જો મનના પરિણામના કારણે જ હિંસાનું પાપ લાગતું હોય અને પ્રવૃત્તિના કારણે પાપ લાગતું ન હોય તો પરમાણની રક્ષા માટે યતના વગેરે કરવાનું કોઈ જ પ્રયોજન નથી. કારણ ૨૭૮ ધર્મવ્યવસ્થા બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy