SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ આશય એ છે કે “ માંસખસને રોષો ન મ ર ર શુને આ રીતે મૈથુનમાં દોષાભાવનું પ્રતિપાદન થવાના કારણે થતી તેની પ્રશંસા સંગત નથી. અર્થાત્ યોગ્ય નથી. આવી પ્રશંસા કરવાથી તે આ પુરુષોને માન્ય છે; એમ સમજાયાથી ‘તે વિહિત છે'; એવું વિધિજ્ઞાન થાય છે. વિહિતમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી પરલોકમાં એ અનિષ્ટપ્રદ નથી બનતું; એમ માનીને ઘણા લોકોનો પરલોકનો ભય જતો રહે છે અને તેથી નિઃશંકપણે તેઓ તેમાં પ્રવૃત્તિ કરનારા બને છે. આથી “ના મૈથુનો' ઇત્યાદિ કથન દ્વારા કરાતી મૈથુનની પ્રશંસા અસંગત છે... ઇત્યાદિ શાંતિચિત્તે વિચારવું જોઈએ. અપવાદ પણ કરાતી પ્રવૃત્તિ બધા માટે ઉપાદેય નથી – એ યાદ રાખવું જોઇએ. અન્યથા માર્ગ અને ઉન્માર્ગ વચ્ચેનો ભેદ સમજવાનું શક્ય નહિ બને. દુષ્ટ કામ કરવું અને દુષ્ટ કામનો ઉપદેશ આપવો: એ બંનેમાં જે ફરક છે તે આપણે સમજી શકીએ છીએ. ધર્મના નામે કેવી કેવી દુષ્ટ પ્રવૃત્તિઓનું વિધાન થાય છે એનો આથી સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય છે. મિથ્યાત્વ અને કદાગ્રહ આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપથી ખૂબ જ દૂર રાખે છે. જે વાત લોકને સમજાય છે તે વાત જ્યારે કહેવાતા શાસ્ત્રકારોને ન સમજાય ત્યારે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. અન્યદર્શનો લગભગ આવી જ પરિસ્થિતિથી ગ્રસ્ત છે. ધર્મ માટે પુત્રની જરૂર છે અને તે માટે મૈથુનની આવશ્યકતા છે. ખૂબ જ વિચિત્ર અને બુદ્ધિહીન એ વાત છે. I૭-રરા આપવાદિક પણ મૈથુનની દુષ્ટતા બીજી રીતે જણાવાય છે– निवृत्तिः किं च युक्ता भोः सावद्यस्येतरस्य वा । आद्ये स्याद् दुष्टता तेषामन्त्ये योगाद्यनादरः ॥७-२३॥ __निवृत्तिरिति-किं च भोः सावद्यस्य कर्मणो निवृत्तियुक्ता धर्मकारिणीतरस्यानवद्यस्य वा? आये पक्षे तेषां मांसमद्यमैथुनानां दुष्टता स्याद्, अन्त्ये पक्षे योगादेरनादरः स्यात्, अनवद्यस्य मांसादेरिव निवृत्तेः, રૂષ્ટત્વતિ ન વિચિતત્ II૭-૨રૂા “નિવૃત્તિ; સાવદ્યની યુક્ત હોય છે કે અસાવઘની? સાવદ્યની નિવૃત્તિ હોય છે – એ માનવામાં આવે તો માંસ, મદિરા અને મૈથુનને દુષ્ટ (સાવઘ) માનવાનો પ્રસંગ આવશે અને નિરવઘની નિવૃત્તિ હોય છે – એમ માનવામાં આવે તો યોગાદિનો અનાદર થશે.” આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે “માંસભક્ષણ મદ્યપાન અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી. પરંતુ તેની નિવૃત્તિ મહાફળનું કારણ છે.” - આ પ્રમાણેની માન્યતાવાળા બ્રાહ્મણવાદીને પૂછવાનું કે સાવદ્યની નિવૃત્તિ મહાફળવાળી છે કે પછી નિરવઘની નિવૃત્તિ મહાફળવાળી છે? આમાંથી પ્રથમ પક્ષનો સ્વીકાર કરી સાવઘની નિવૃત્તિને ધર્મના કારણ તરીકે જણાવાય તો માંસ, મદ્ય અને મૈથુનને દુષ્ટ માનવા પડશે. કારણ કે તેની નિવૃત્તિને મહાફળવાળી-ધર્મકારણ એક પરિશીલન ૨૬૭
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy