________________
દુષ્ટ છે અને તેથી મદ્ય અને માંસને નહિ વાપરવાની પ્રસિદ્ધ વાતની સાથે તેનો લેશ પણ વિરોધ નથી. ઉપર જણાવેલા અપવાદભૂત વિષયને સમજાવતાં ગ્રંથકાર પરમર્ષિ નીચે મુજબ જણાવે છે.
વિ ય ત્ય.. મઠ્ઠા સંપાસે - શ્રી આચારાંગસૂત્રમાંના એ સૂત્રનો અર્થ એ છે કે “વળી આસ્વજનાદિકુળોમાં મનગમતી વસ્તુ મેળવીશ જેમ કે સારા સુગંધી ભાત વગેરે - પિંડ, મિષ્ટાન્ન, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તલ, મધ, મદિરા, માંસ, તલપાપડી, ગોળની ચાસની, પૂત અને શિખરિણી(ચાસની) વગેરે... આવું બધું મળશે, એટલે પહેલાં જ સ્વજનાદિના ઘરે જઈને એ વસ્તુઓમાંથી જે કાંઈ મળશે તેને ખાઈને કે પીને પાત્રાને બરાબર ધોઈ-લૂછીને પછી જ્યારે ભિક્ષાકાળ થાય ત્યારે મેં ખાધું-પીધું છે-એમ ન જણાય એ રીતે) આગંતુક સાધુઓ સાથે ગોચરી મેળવવાની ઇચ્છાથી ગૃહસ્થના ઘરે જઇશ તેમ જ ત્યાંથી પાછો આવીશ. આ પ્રમાણે વિચારવું: આ માયાસ્થાન છે. (માટે એવું વિચારવું કે કરવું નહિ.) આ સૂત્રની વ્યાખ્યામાં ટીકાકાર (વૃત્તિકૃત) શ્રી શીલાંકાચાર્યજીએ ફરમાવ્યું છે કે – આ સૂત્રમાં જે માંસ અને મદિરાની વાત છે તેની વ્યાખ્યા છેદસૂત્રના અભિપ્રાયથી કરવી. અથવા કોઈ સાધુ અત્યંત પ્રમાદથી મૂઢ થયેલો અત્યંત આસક્તિના કારણે મદિરા અને માંસ પણ ગ્રહણ કરે; તેથી તેવી સંભાવનાને લઈને સૂત્રમાં મઘ અને માંસનું ઉપાદાન કર્યું છે. પરંતુ એવું કરવાથી એમ કરનારને માયાસ્થાન પ્રાપ્ત થાય છે - આ પ્રમાણે જણાવીને તેનો નિષેધ કર્યો હોવાથી આ સૂત્ર વિરુદ્ધ બનતું નથી.
તેમ જ સે મિલ્વ વા.. વદુરચં.. ઇત્યાદિ સૂત્ર પણ વિરુદ્ધ નથી. કારણ કે એ સૂત્ર, જેમાંથી ઘણું-ખરું ફેંકી દેવું પડે એવા માંસને ગ્રહણ ન કરવાનું જણાવવા માટેનું છે; અને ગૃહસ્થ ખૂબ જ આગ્રહ કરવા વગેરે દ્વારા તેના ઘરે લઈ જાય અને ત્યારે ગમે તે રીતે માંસ આવી ગયું હોય તો તેના કાંટા વગેરે પરઠવવાનું જણાવવા માટે છે. આ સૂત્રની વ્યાખ્યામાં વ્યાખ્યાકારશ્રીએ ફરમાવ્યું છે કે, “સારાવૈદ્યની સલાહથી લૂતા વગેરેના ઉપશમ માટે બહારથી ઉપચાર કરવા, એ રીતે માંસાદિનું ઉપાદાન (ગ્રહણ) કરાય છે. સૂત્રમાં જે મુન્ ધાતુનો પ્રયોગ કર્યો છે, તે બાહ્યપરિભોગ સ્વરૂપ અર્થને જણાવે છે. આ પ્રમાણે ઉપચાર કરવાથી પરસેવો વગેરે થવાના કારણે લૂતા વગેરેનું ઉપશમન થાય છે જે જ્ઞાનાદિની સાધનામાં ઉપકારક બને છે.”
આવી રીતે જ તે મિત્ વા.. જિલ્લા આ સૂત્ર પણ વિરુદ્ધ નથી. સૂત્રનો તાત્પર્યાર્થ એ છે કે “સાધુ કે સાધ્વીને જાણવા મળે કે ગૃહસ્થના ઘરમાં મહેમાન માટે માંસ, મત્સ્ય કે તેલથી પૂર્ણ એવો પૂડલો તૈયાર થઈ રહ્યો છે તો તે જોઇને જલદી જલદી ત્યાં જઈને તે માંગવું નહિ. સિવાય કે એવું ગાઢ બિમારી વગેરેનું કારણ હોય.” - આ અર્થ ઉપરથી સમજી શકાશે કે ગ્લાનાદિપ્રયોજનના વિષયમાં આ તેમ જ બીજાં સૂત્રો અત્યંત અપવાદભૂત અર્થને છેદસમાન સૂત્રના વિષયરૂપે જણાવે છે. તેથી શ્રતથી પરિકમિત ચિત્તવાળા આત્માને તેમાં કોઈ વિરોધ જણાતો નથી... ઇત્યાદિ કોઈ પણ જાતના પૂર્વગ્રહનો ત્યાગ કરી ઉપયોગપૂર્વક વિચારવું
એક પરિશીલન
૨૫૧