SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ अपि च प्रसङ्गसाधनं पराभ्युपगमानुसारेण भवति, न चास्माकं प्राण्यङ्गत्वेन मांसमभक्ष्यमित्यभ्युपगमः किं तु जीवोत्पत्त्याश्रयत्वादिति दर्शयन्नाह ખરી વાત તો એ છે કે ઉપર જણાવ્યા મુજબ પ્રસંગસાધનના તાત્પર્યથી પ્રવર્તાવેલું અનુમાન બીજાની માન્યતાનુસાર હોવું જોઇએ. ઓદનાદિને ભક્ષ્ય માનનારા પ્રાણંગસ્વરૂપે તેને ભક્ષ્ય માનતા નથી તેમ જ માંસ પ્રાણંગ છે માટે તે અભક્ષ્ય છે એવી પણ અમારી માન્યતા નથી. અમે જો પ્રાણંગસ્વરૂપે માંસને અભક્ષ્ય માનતા હોઇએ તો ચોક્કસ જ એ સ્વરૂપે ઓદનાદિમાં પણ અભક્ષ્યત્વ માનવાનો અને ઓદનાદિની જેમ માંસ વગેરેમાં પણ ભક્ષ્યત્વ માનવાનો અમને પ્રસંગ આવે. પરંતુ જીવોત્પત્તિના આશ્રય સ્વરૂપે માંસને અમે અભક્ષ્ય માનીએ છીએ તેથી ઓદનાદિ તેમ ન હોવાથી તેમાં અભક્ષ્યત્વ માનવાનો પ્રસંગ આવતો નથી – એમ જણાવવા માટે પાંચમો શ્લોક છે— प्राण्यङ्गत्वादभक्ष्यत्वं न हि मांसे मतं च नः । जीवसंसक्तिहेतुत्वात् किन्तु तद्गर्हितं बुधैः ॥ ७-५ ॥ प्राण्यङ्गत्वादिति—न हि नोऽस्माकं प्राण्यङ्गत्वान्मांसेऽभक्ष्यत्वं च मतं । किं तु जीवसंसक्तिहेतुत्वात् तन्मांसं बुधैर्बहुश्रुतैर्गर्हितं निषिद्धम् ।।७-५।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. ઉપર જણાવ્યા મુજબ આશય સ્પષ્ટ છે કે ‘માંસમાં પ્રાણંગત્વ હોવાથી તે અભક્ષ્ય છે – એવી અમારી માન્યતા નથી. પરંતુ જીવોત્પત્તિનું કારણ–આશ્રય હોવાથી પંડિત પુરુષોએ – બહુશ્રુત મહાત્માઓએ તેનો નિષેધ કર્યો છે અર્થાત્ તેને અભક્ષ્ય તરીકે જણાવ્યું છે.’ ૭-૫।। તથાહિ— માંસમાં જીવોત્પત્તિ કઇ રીતે થાય છે : તે જણાવાય છે— पच्यमानामपक्वासु मांसपेशीषु सर्वथा । तन्त्रे निगोदजीवानामुत्पत्तिर्भणिता जिनैः ॥ ७-६ ॥ पच्यमानेति - एतदर्थसंवादिनी चेयं गाथा - " आमासु य पक्कासु य विपच्चमाणासु मंसपेसीसु । आयंतियमुववाओ भणिओ अ निगोअजीवाणं ॥। १ ।। ।। ७-६ ।। “પકવવામાં આવતી કાચી કે પાકી માંસપેશીઓમાં સર્વથા નિગોદના જીવોની ઉત્પત્તિ થાય છે - એ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવોએ આગમમાં વર્ણવ્યું છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે – એ અર્થને જણાવનારી ‘આમાસુ ય પઠ્ઠાસુ ય વિધ્યમાળાનુ મંસપેસીસુ | ગાયંતિયમુવવાબો મળિયો નિોલનીવાળ' આ ગાથા છે. પકાવાતી કાચી કે પાકી માંસપેશીઓમાં નિગોદજીવોની આત્યંતિક ઉત્પત્તિ જણાવી છે. - આ પ્રમાણે ગાથાનો અર્થ સ્પષ્ટ છે. II૭-૬ા એક પરિશીલન ૨૪૯
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy