SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ. કારણ કે પૂ. સાધુભગવંતો ગૃહસ્થોથી છાની રીતે જે ગોચરી વાપરે છે તેની પાછળ એ હેતુ રહ્યો છે કે પુણ્યબંધ અને અન્યને પીડા ન થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂ. મુનિભગવંતો ગૃહસ્થથી છાની રીતે ભિક્ષા ન વાપરે અને તેમના દેખતા ગોચરી વાપરે તો કોઈ વાર કોઈ ગૃહસ્થ ખાવાનું માંગે ત્યારે જો પૂ. મુનિભગવંતો તેને તે આપે તો પુણ્યબંધ થાય અને ન આપે તો તેને દુઃખ થાય. તેથી બંને પ્રસંગને દૂર કરવા માટે પૂ. મુનિભગવંતો ગૃહસ્થના દેખતાં ગોચરી વાપરતા નથી. /૧-૧૪ एतदेव स्पष्टयति પુણ્યબંધ અને અન્યપીડનને લઈને પૂ. મુનિભગવંતો પ્રચ્છન્ન રીતે ગોચરી વાપરે છે, તે સ્પષ્ટ કરાય છે– दीनादिदाने पुण्यं स्यात्तददाने च पीडनम् । शक्तौ पीडाऽप्रतीकारे शास्त्रार्थस्य च बाधनम् ॥१-१५॥ दीनादीति-प्रकटं भोजने दीनादीनां याचमानानां दाने पुण्यं स्यात् । न चानुकम्पावांस्तेषामदत्वा कदापि भोक्तुं शक्तः । अतिधाष्र्यमवलम्ब्य कथञ्चित्तेषामदाने च पीडनं स्यात्तेषां तदानीमप्रीतिरूपं शासनद्वेषात्परत्र च कुगतिसङ्गतिरूपम् । तदप्रीतिदानपरिणामाभावान्न दोषो भविष्यतीत्याशङ्क्याह-शक्ती सत्यां पीडायाः परदुःखस्याप्रतीकारेऽनुद्धारे च शास्त्रार्थस्य पराप्रीतिपरिहारप्रयलप्रतिपादनरूपस्य बाधनं, रागद्वेषयोरिव शक्तिनिगूहनस्यापि चारित्रप्रतिपक्षत्वात् । प्रसिद्धोऽयमर्थः सप्तमाष्टके ।।१-१५॥ દીન, કૃપણ, અંધ વગેરેને ભોજન વગેરે આપવાથી પુણ્ય બંધાશે. દીનાદિને ભોજનાદિ ન આપીએ તો તેને પીડા થશે. શક્તિ હોવા છતાં પીડાનો પ્રતીકાર ન કરાય તો શાસ્ત્રમાં વિહિત એવા તેનો બાધ થશે.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે; પૂ. સાધુમહાત્માઓ પ્રગટ ભોજન કરે તો જ્યારે દીન વગેરે લોકો માંગે ત્યારે તેમને ભોજનાદિનું દાન કરવાથી પુણ્યબંધ થશે. કારણ કે જેમને અનુકંપાનો પરિણામ છે તેઓ આપ્યા વિના વાપરી શકતા નથી. અત્યંત ધૃષ્ટતાનું આલંબન લઈને જો દીનાદિને દાન આપવામાં ન આવે તો દીનાદિને અપ્રીતિ થાય; શ્રી જૈનશાસન પ્રત્યે દ્વેષ થાય અને પરલોકમાં કુગતિ પ્રાપ્ત થાય; આવા પ્રકારની પીડા, તે દીનાદિને થાય. “દીનાદિને ભોજનાદિ નહિ આપવાનું શાસ્ત્રથી વિહિત છે, તેથી એ મુજબ પૂ. મુનિભગવંતો ભોજનાદિ તેમને આપે નહિ અને તેથી તેમને પીડા થાય - એ વાત સાચી છે. પરંતુ પૂ. સાધુભગવંતોને; દીનાદિને પીડા પહોંચાડવાનો પરિણામ ન હોવાથી તેમને કોઈ દોષ નથી.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શક્તિ હોવા છતાં પીડા-પરદુઃખનો ઉદ્ધાર કરવામાં ન આવે તો; બીજાની અપ્રીતિના પરિવાર માટે પ્રયત્ન કરવો જોઈએ' - આ શાસ્ત્રાર્થનો બાધ થશે. કારણ એક પરિશીલન ૧૯
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy