SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ योगादिति - अन्त्यबोधस्य तत्त्वसंवेदनस्य । योगादेव संस्काररूपसम्बन्धादेव । साधुः सामग्र्यं पूर्ण-भावमश्नुते । अन्यथा तत्त्वज्ञानसंस्काराभावे पुनर्योगशक्त्यनुवृत्तौ शङ्काकाङ्क्षादिनाकर्षगामी वा स्यात्, तदननुवृत्तौ च पतितो वा न संशयोऽत्र कश्चिद्, बाह्यलिङ्गस्याकारणत्वात् ।।६-८॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે વિષય-પ્રતિભાસાદિ ત્રણ પ્રકારનાં જ્ઞાનમાં જે છેલ્લું તત્ત્વસંવેદનસ્વરૂપ જ્ઞાન છે; તેના સંસ્કાર સ્વરૂપ સંબંધથી જ સાધુમહાત્મા પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. અન્યથા તત્ત્વજ્ઞાનના સંસ્કાર ન હોય પરંતુ યોગશક્તિની અનુવૃત્તિ (ફરીથી યોગને પ્રાપ્ત કરવાની યોગ્યતા સ્વરૂપ શક્તિ જળવાઈ હોય) વિદ્યમાન હોય તો સાધુ આકર્ષને પ્રાપ્ત કરે છે. અર્થાતુ શંકા, કાંક્ષા વગેરે અતિચારોના કારણે પૂર્ણતા પામે અને ગુમાવે, પામે અને ગુમાવે આવું થયા જ કરે. યોગશક્તિની અનુવર્તના ચાલતી ન હોય તો સાધુનું અવશ્ય પતન જ થાય છે, એમાં કોઈ જ સંદેહ નથી. આવા પ્રસંગે બાહ્યસાધુવેષાદિ લિંગ પૂર્ણતાનું કારણ બનતું નથી. યોગ્યતા પડી હોય તો કોઈ વાર બાહ્યલિંગો ઉપકારક બને. પરંતુ તેવા પ્રકારની યોગ્યતા જ ન હોય તો બાલ્પલિંગો કોઈ પણ રીતે ઉપયોગી બનતાં નથી. આથી સમજી શકાશે કે તત્ત્વસંવેદન જ પૂ. સાધુમહાત્માની પૂર્ણતામાં કારણ છે. વિષયપ્રતિભાસ અને આત્મપરિણતિમદ્ જ્ઞાન પૂર્ણતાનાં કારણ નથી. આ રીતે પૂ. સાધુભગવંતોની સમગ્રતાના અંગભૂત જ્ઞાનનું નિરૂપણ પૂર્ણ થયું. ૬-૮ના હવે ક્રમ પ્રાપ્ત ભિક્ષાનું વર્ણન કરાય છે– त्रिधा भिक्षापि तत्राद्या सर्वसम्पत्करी मता । द्वितीया पौरुषघ्नी स्याद् वृत्तिभिक्षा तथान्तिमा ॥६-९॥ ત્રિતિ વ્ય: દશા. “જ્ઞાનની જેમ ભિક્ષા પણ ત્રણ પ્રકારની છે. એમાં “સર્વસંપન્કરી ભિક્ષા પહેલી છે. બીજી ભિક્ષા પૌરુષષ્મી છે અને છેલ્લી ત્રીજી ભિક્ષા વૃત્તિભિક્ષા છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આ લોક સંબંધી સંપત્તિથી માંડીને મોક્ષ સુધીની સર્વ સંપત્તિને કરવાના સ્વભાવવાળી ભિક્ષાને સર્વસંપન્કરી ભિક્ષા કહેવાય છે. ધર્મ અને મોક્ષ સ્વરૂપ પુરુષાર્થને હણનારી ભિક્ષાને પૌરુષની ભિક્ષા કહેવાય છે. અને આજીવિકા ચલાવવા માટેની ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે. યાખ્યા(યાચના)વિશેષ સ્વરૂપ ભિક્ષા છે. આ ત્રણ પ્રકારની ભિક્ષામાંની સર્વસંપન્કરી ભિક્ષા જ આત્માને ગુણસમૃદ્ધ જ નહિ ગુણથી પૂર્ણ બનાવનારી છે. છેલ્લી બે ભિક્ષા આત્માને ગુણથી દરિદ્ર બનાવે છે. ll-લા પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષાનું નિરૂપણ કરાય છે– એક પરિશીલન ૨૧૫
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy