SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ફરમાવ્યું છે કે - ‘અન્યત્ર (કુટુંબાદિ માટે) આરંભ કરનાર ધર્મસંબંધી આરંભ ન કરે તો તે તેનું અજ્ઞાન છે. તેનાથી લોકમાં પ્રવચનની લઘુતા થાય છે અને તે અબોધિનું કારણ બને છે.’ પોતાના કુટુંબાદિ માટે પાપ કરનારા અને ધર્મમાં સામાન્ય આરંભને જોઇને પૂજા વગેરે નહિ કરનારાને જોઇને લોકને એમ થાય છે કે જૈન ધર્મમાં પૂજાદિનું પણ વિધાન નથી લાગતું. જૈન શાસન આવું કેવું ! - આ રીતે લોકમાં જૈન શાસનની લઘુતા થાય છે અને તે અબોધિનું બીજ છે. આ રીતે એવા ગૃહસ્થને અજ્ઞાન અને અબોધિ(મિથ્યાત્વ)ના બીજ સ્વરૂપ બે દોષોની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાનના કારણે પ્રાપ્ત થતા દોષનો વિચાર કરીએ તો અજ્ઞાનની ભયંકરતા સમજાયા વિના નહિ રહે. II૫-૩૦ नन्वेवं धर्मार्थमप्यारम्भप्रवृत्तिप्राप्तौ - " धर्मार्थं यस्य वित्तेहा तस्यानीहा गरीयसी । प्रक्षालनादि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ||१||” तथा “ शुद्धागमैर्यथालाभं प्रत्यग्रैः शुचिभाजनैः । स्तोकैर्वा बहुभिर्वापि पुष्पैर्जात्यादिसम्भवैः ।।१।।” इत्यादिकं विरुध्येतेत्याशङ्क्याह જો આ રીતે ધર્મ માટે પણ આરંભની પ્રવૃત્તિ (હિંસાદિ આરંભ) કરવાનું માનીએ તો ‘ધર્માર્થ યસ્ય વિત્તેઠા...’ અને ‘શુદ્ધ મૈર્યથાનામ...' ઇત્યાદિ વચનોનો વિરોધ આવશે. ધર્મ ક૨વા માટે વિત્ત(ધન)ની ઇચ્છા જે કરે છે તેના માટે તો તેની ઇચ્છા ન કરવી : એ શ્રેષ્ઠ છે. કારણ કે કાદવમાં ખરડાવું અને પછી તેનું પ્રક્ષાલન કરવું એના કરતાં પહેલેથી જ કાદવને સ્પર્શ ન કરવો – એ સારું છે. - આ પ્રમાણે શ્રી અષ્ટકપ્રકરણમાં ચોથા અષ્ટકના છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે. તેનો અને તેના ત્રીજા અષ્ટકમાં બીજા શ્લોકમાં જે જણાવ્યું છે કે ‘ન્યાયથી શુદ્ધ રીતે જેટલાં મળી શકે એટલાં તાજાં અને પવિત્રપાત્રમાં રહેલાં થોડાં કે ઘણાં વિશિષ્ટ પુષ્પો વડે પૂજા કરવી’ : આ વચનનો વિરોધ આવે છે. કારણ કે એ શ્લોકો આરંભનો નિષેધ કરે છે. આ શંકા કરીને તેનું સમાધાન જણાવાય છે— यच्च धर्मार्थमित्यादि तदपेक्ष्य दशान्तरम् । सङ्काशादेः किल श्रेयस्युपेत्यापि प्रवृत्तितः ।। ५-३१।। यच्चेति-यच्च धर्मार्थमित्यादि भणितं, तद्दशान्तरं सर्वविरत्यादिरूपमपेक्ष्य, आद्यश्लोकस्य सर्वविरत्यधिकारे पाठाद्, द्वितीयस्य च पूजाकालोपस्थिते मालिके दर्शनप्रभावनाहेतोर्वणिक्कला न प्रयोक्तव्येत्येतदर्थख्यापनपरत्वाद्, अन्यथा - " सुच्चइ दुग्गयनारी जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआ पणिहाणेणं उववन्ना तियसलोअंमि ।।१।।” इत्यादिवचनव्याघातप्रसङ्गाद् । इत्थं चैतदङ्गीकर्तव्यं - सङ्काशादेः कि श्रेयसि धर्मकार्ये, उपेत्यापि विषयविशेषपक्षपातगर्भत्वेन पापक्षयकरीं वाणिज्यादिक्रियामङ्गीकृत्यापि प्रवृत्तितः । सङ्काशश्रावको हि प्रमादाद्भक्षितचैत्यद्रव्यो निबद्धलाभान्तरायादिक्लिष्टकर्मा चिरं पर्यटितदुरन्तसंसारकान्तारोऽनन्तकालाल्लब्धमनुष्यभावो दुर्गतनरशिरः शेखररूपः पारगतसमीपोपलब्धस्वकीयपूर्वभव એક પરિશીલન ૨૦૩
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy