SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન પુરુષો કરતા હોય છે અને તેથી તે પ્રતિમાજીની પૂજાદિથી તેઓ ફળને પ્રાપ્ત કરે છે. આ રીતે બાહ્ય પ્રતિષ્ઠા ફળની પ્રત્યે પ્રયોજિકા બને છે. આ રીતે પ્રતિષ્ઠા કરાવનારના ભાવના વિષયભૂત પરમાત્માના અભેદનું (તે જ આ વીતરાગપરમાત્મા છે) પરમાત્માની પ્રતિમામાં જે અવગાહન થાય છે, તેવા પ્રકારના અધ્યવસાયવિશેષથી જ પ્રતિમાજીના પ્રતિક્તિત્વના જ્ઞાન દ્વારા પૂજાદિનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ તે અધ્યવસાયનો નાશ થયે છતે પ્રતિમાજીના પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન ન થવાથી પ્રતિમાજીમાં અપ્રતિષ્ઠિતત્વ માનવાનો પ્રસંગ આવશે અને તેથી તેની પૂજાદિથી ફળના અભાવનો પ્રસંગ આવશે. આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે તેવા અધ્યવસાયનો નાશ થવા છતાં તે અધ્યવસાયથી ઉત્પન્ન થયેલ ઉપચરિત (ઉપચારયુક્ત) સ્વભાવવિશેષનો નાશ થતો નથી અર્થાત્ એ ઉપચરિત સ્વભાવવિશેષને લઈને; પ્રતિમાજીમાં અપ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર નહિ થાય અને તેથી પૂજાદિના ફળની અનુપપત્તિ પણ નહિ થાય. આશય એ છે કે ઉપચરિત સ્વભાવ બે પ્રકારનો છે. સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ અને ઔપાધિક ઉપચરિત સ્વભાવ. પ્રતિમાજીમાં સર્વજ્ઞ અને સર્વદર્શીપણાનો જે ઉપચાર કરાય છે તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. સ્વભાવભૂત સ્વતત્ત્વનો જે ઉપચાર કરાય છે તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે અને તેનાથી ભિન્ન ઉપાધિવિશેષને લઈને વિભાવભૂતતત્ત્વનો જે ઉપચાર કરાય છે તે ઔપાધિક ઉપચરિતસ્વભાવ છે. આ બીજો ઉપચરિત સ્વભાવ અનેક પ્રકારનો છે. અહીં પ્રતિમાજીમાં સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ હોવાથી તેનો નાશ નહિ થાય. તેથી પ્રતિમાજીના અપ્રતિષ્ઠિતત્વાદિનો પ્રસંગ નહિ આવે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. //૫-૧૮ અહીં નિજભાવની જ પ્રતિષ્ઠા હોવાથી મુખ્યદેવતાનું સંનિધાન નથી? તેથી પ્રતિમાજીની પૂજાદિથી ફળ કઈ રીતે મળશે? આવી શંકાનું સમાધાન કરાય છે– प्रतिष्ठितत्वज्ञानोत्थसमापत्त्या परेष्वपि । फलं स्याद् वीतरागाणां सन्निधानं त्वसम्भवि ॥५-१९॥ प्रतिष्ठितत्वेति-प्रतिष्ठितत्वज्ञानोत्थया पूर्वपूर्वप्रतिष्ठितत्वप्रतिसन्धानोत्थापितवचनादरभगवद्बहुमानाहितया समापत्त्या । परेष्वपि प्रतिमापूजाकारिष्वपि । फलं विपुलनिर्जरालक्षणं स्यात् । वीतरागाणां रागरहितानां । सन्निधानं तु समीपागमनरूपं कायिकम्, अहङ्कारममकाररूपं मानसं च, मन्त्रसंस्कारादिना असम्भवि । तदुक्तं-"मुक्त्यादौ तत्त्वेन प्रतिष्ठिताया न देवतायास्तु । स्थाप्येन च मुख्येयं तदधिष्यनाद्यभावेन ।।१।। इज्यादेर्न च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । तदतत्त्वकल्पनैषा बालक्रीडासमा भवति ।।२।।" एतेन प्रतिष्ठविधिना प्रतिमादौ देवतासन्निधिरहङ्कारममकाररूपः क्रियते, विशेषदर्शनेऽपि स्वसादृश्यदर्शिनश्चित्रादाविवाहार्यारोपसम्भवाद् ज्ञानस्य नाशेऽपि संस्कारसत्त्वाच्च न पूजाफलानुपपत्तिः, अस्पृश्यએક પરિશીલન ૧૮૫
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy