SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય રીતે જે શ્રી જિનબિંબ કરાવાય છે - તે લૌકિક છે અને એનાથી અભ્યુદયની પ્રાપ્તિ થાય છે.” (૭-૧૪) “પરમપ્રકૃષ્ટ (છેલ્લું) ફળને આશ્રયીને લોકોત્તર અનુષ્ઠાન નિર્વાણ-મોક્ષસાધક છે અર્થાત્ લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. આનુષંગિક રીતે લોકોત્તર અનુષ્ઠાનનું પરમ (શ્રેષ્ઠ) અભ્યુદય પણ ફળ છે.” (૭-૧૫) આથી સમજી શકાશે કે લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે અને આનુષંગિક રીતે અભ્યુદય ફળ છે. ગ્રંથકાર પરમર્ષિએ આનુષંગિક ફળનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે મુખ્ય ફળ સ્વરૂપ ઉદ્દેશ્યની સિદ્ધિ પ્રસંગે જેની ઉત્પત્તિ ટાળી શકાતી નથી; તેને આનુષંગિક કહેવાય છે. લોકોત્તર તે તે અનુષ્ઠાનોનો મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષ છે. પરંતુ તે તે અનુષ્ઠાનો તે ઉદ્દેશ્યથી કરતી વખતે કાલાદિના પરિપાક સ્વરૂપ કારણસામગ્રીના અભાવે જ્યારે મોક્ષની સિદ્ધિ ન થાય ત્યારે જે પુણ્યબંધ થાય છે અને તેના વિપાક(ફળ)સ્વરૂપે જે અભ્યુદય પ્રાપ્ત થાય છે; તેના અવર્જનને અનુષંગ કહેવાય છે. લોકોત્તર અનુષ્ઠાનસ્થળે મોક્ષનો ઉદ્દેશ હોવાથી શ્રેષ્ઠ કોટિનો અભ્યુદય અનુષંગથી પ્રાપ્ત થાય છે. લૌકિક અનુષ્ઠાનો સ્થળે તો મોક્ષનો તેવો ઉદ્દેશ ન હોવાથી અભ્યુદય મુખ્ય રીતે પ્રાપ્ત થાય છે અને મોક્ષનો ઉદ્દેશ જ ન હોવાથી તેને પ્રાપ્ત કરવાનો કોઇ પ્રશ્ન જ નથી. ।।૫-૧૬॥ શ્રી જિનબિંબ ભરાવવાના વિધિનું વર્ણન કરીને હવે તેની પ્રતિષ્ઠાસંબંધી વિધિનું વર્ણન કરાય છે— इत्थं निष्पन्नबिम्बस्य प्रतिष्ठाप्तैस्त्रिधोदिता । दिनेभ्योऽर्वाग् दशभ्यस्तु व्यक्तिक्षेत्रमहाह्वयाः ॥५- १७ ॥ इत्थमिति—इत्थमुक्तविधिना । निष्पन्नस्य बिम्बस्य प्रतिष्ठा । आप्तैः शिष्टैः । त्रिधा उदिता । दशभ्यस्तु दशभ्य एव दिनेभ्योऽर्वाक् "दशदिवसाभ्यन्तरतः” इत्युक्तेः । व्यक्तिक्षेत्रमहाह्वया व्यक्तिप्रतिष्ठा क्षेत्रप्रतिष्ठा महाप्रतिष्ठा चेति । तत्र वर्तमानस्य तीर्थकृतः प्रतिष्ठा व्यक्तिप्रतिष्ठा । ऋषभादिचतुर्विंशतितीर्थकृतां प्रतिष्ठा च क्षेत्रप्रतिष्ठा । सप्तत्यधिकशतजिनप्रतिष्ठा च सर्वक्षेत्रापेक्षया महाप्रतिष्ठा । तदाह - " व्यक्त्याख्या खल्वेका क्षेत्राख्या च परा महाख्या च । यस्तीर्थकृद्यदा किल तस्य तदाद्येति समयविदः ||१|| ऋषभाद्यानां तु तथा सर्वेषामेव मध्यमा ज्ञेया । सप्तत्यधिकशतस्य तु चरमेह महाप्रतिष्ठेति ।।२।।” ।।५-१७।। “પૂર્વે જણાવેલા વિધિથી તૈયાર કરાવેલ શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા દશ દિવસની અંદર કરાવવાનું જણાવાયું છે. આપ્તપુરુષોએ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા વર્ણવી છે. એક વ્યક્તિનામની, બે ક્ષેત્રનામની અને ત્રણ મહાનામની અર્થાત્ વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા : આ ત્રણ પ્રકારવાળી પ્રતિષ્ઠા છે.’’ આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એક પરિશીલન ૧૮૧
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy