SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ વાત શ્રી ષોડશકપ્રકરણમાં નીચે મુજબ જણાવી છે. શ્રી જિનબિંબમાં મંત્રજાસ કરવો. ૩૪ નમઃ પૂર્વક શ્રી વીતરાગ પરમાત્માનું જ નામ છે તે પરમમંત્ર જાણવો. કારણ કે તેથી નિયમ કરી મનન (જ્ઞાન) અને ત્રાણ (રક્ષા) થાય છે. (૭-૧૧) આથી સ્પષ્ટ છે કે ૐ નમઃ વષમાય... ઈત્યાદિ પણ મંત્રન્યાસ કરી શકાય છે. શ્રી ષોડશકપ્રકરણનો પાઠ મંત્રન્યાસમાત્રના સંવાદ માટે અહીં જણાવ્યો છે. પ-૧૪ શ્રી જિનબિંબ સુવર્ણ, રત્ન કે પાષાણાદિનું બનાવીએ તો તેમ જ મોટું કે નાનું વગેરે રીતે બનાવીએ તો વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે કે સામાન્યથી પરિણામની વિશેષતાએ ફળવિશેષની પ્રાપ્તિ થાય છે - આ શંકાના સમાધાન માટે જણાવાય છે हेमादिना विशेषस्तु न बिम्बे किन्तु भावतः । चेष्टया स शुभो भक्त्या तन्त्रोक्तस्मृतिमूलया ॥५-१५॥ हेमादिनेति-हेम सुवर्णमादिना रलादिग्रहः । तेन तु न विशेषः कश्चन बिम्बे । किं तु भावतः परिणामात् । स परिणामः । तन्त्रोक्तस्मृतिमूलया आगमवचनस्मरणपूर्विकया । चेष्टया प्रवृत्त्या । शुभो भवति । भक्तिबहुमानविनयादिलिङ्गानामागमानुसरणमूलत्वात् । तदिदमाह-बिम्बं महत् सुरूपं कनकादिमयश्च यः खलु विशेषः । नास्मात्फलं विशिष्टं भवति तु तदिहाशयविशेषात् ।।१॥ आगमतन्त्रः सततं तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः । चेष्टायां तत्स्मृतिमान् शस्तः खल्वाशयविशेषः ।।२।।” इति ।।५-१५।। સુવર્ણ વગેરેના કારણે શ્રી જિનબિંબમાં કોઈ વિશેષ નથી; પરંતુ ભાવ-પરિણામના કારણે વિશેષ છે. આગમોક્તવચનના સ્મરણપૂર્વકની ભક્તિથી કરાતી પ્રવૃત્તિના કારણે એ ભાવ શુભ થાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સામાન્ય રીતે સુવર્ણ, રત્ન વગેરેનાં પ્રતિમાજી બનાવવામાં આવે કે પછી પાષાણાદિનાં પ્રતિમાજી બનાવવામાં આવે તેમ જ નાનાં કે મોટાં પ્રતિમાજી બનાવવામાં આવે તેથી કોઈ વિશેષ ફળની પ્રાપ્તિ થતી નથી. એવા પ્રકારની કોઈ વિશેષતા પ્રતિમાજીમાં નથી કે જેથી ફળવિશેષની પ્રાપ્તિ થાય. પરંતુ ભાવવિશેષથી આત્માને વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. એ આત્મપરિણામસ્વરૂપ ભાવવિશેષ; ભક્તિના પ્રભાવે આગમવચનના સ્મરણના કારણે થનારી પ્રવૃત્તિથી શુભ બને છે. ભક્તિ, બહુમાન, વિનય અને પૂજા વગેરે આગમવચનના સ્મરણમૂલક હોય છે. આશય એ છે કે પરમાત્મા પ્રત્યેની ભક્તિથી તેમ જ તેઓશ્રીની પ્રત્યેના બહુમાનાદિથી પરમાત્માનાં પરમતારક પ્રતિમાજી ભરાવતી વખતે જે ફળવિશેષ પ્રાપ્ત થાય છે તે, સુવર્ણાદિની વિશેષતાને લઈને પ્રાપ્ત થતું નથી. પરંતુ તે વખતના શુભ ભાવથી તે પ્રાપ્ત થાય છે. પરમાત્માની પ્રત્યેના ભક્તિબહુમાનાદિ ભાવો આગમવચનના અનુસરણથી જ પ્રાપ્ત થાય છે અર્થાત આગમવચનના અનુસરણમૂલક એ ભક્તિબહુમાનાદિ ભાવો છે અને તેથી એક પરિશીલન ૧૭૯
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy