SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્માણ પ્રસંગે ઇંટ, પાષાણ અને કાષ્ઠ વગેરે ગ્રહણ કરતી વખતે ત્રિવિધ પ્રત્યયને અનુસરવાનું આવશ્યક છે, જેથી વિના વિલ્બ કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. પ-ell. શ્રી જિનાલયના નિર્માણ પ્રસંગે નોકરીની સાથે કઈ રીતે વર્તવું તે જણાવાય છે– भृतका अपि सन्तोष्याः स्वयं प्रकृतिसाधवः । धर्मो भावेन न व्याजाद् धर्ममित्रेषु तेषु तु ॥५-७॥ भृतका इति-स्वयं प्रकृतिसाधव एव भृतका नियोज्याः । तेऽपि सन्तोष्याः । तेषामपि धर्मनिमित्तत्वेन धर्ममित्रत्वात् तेषु वञ्चनविरहितभावेनैव धर्मोपपत्तेः ।।५-७।। સ્વભાવથી સરળ એવા નોકરોને પણ સંતોષવા. કારણ કે ધર્મ, ભાવથી થાય છે. તેથી ધર્મમાં સહાયક એવા તેમના વિશે છળ-પ્રપંચ કરવાથી ધર્મ ન થાય.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્ય માટે સ્વભાવથી જ પોતે સરળપરિણામી હોય એવા નોકરો વગેરે કાર્યકરોને રાખવા અને તેમને પણ યોગ્ય વેતન (પગાર) વગેરે આપીને સંતોષ આપવો જોઇએ. “તમે પણ શ્રી જિનાલયના નિર્માણમાં સહાયક છો'... ઇત્યાદિ રીતે વચનોથી તેમને પ્રસન્ન કરવા. એ નોકર કે મજૂર છે, એમ વિચારવાને બદલે શ્રી જિનાલયના નિર્માણકાર્ય સ્વરૂપ ધર્મમાં કારણ હોવાથી ખરી રીતે તેમને ધર્મમિત્ર માનવા જોઇએ. આવા ધર્મમિત્રોને વિશે કોઈ પણ જાતનું કપટ વગેરે કરવું નહિ. ગમે તે રીતે પૈસા ઓછા આપીને તેમની પાસેથી કામ વધારે લેવું; તેમને સમયસર પગાર આપવો નહિ અને આવશ્યક હોવા છતાં રજા ન આપવી.. વગેરે દ્વારા તેમને ઠગવા નહિ. કારણ કે એવા વિશુદ્ધ ભાવથી જ ધર્મની ઉપપત્તિ થાય છે. અન્યથા ધર્મસંગત નહીં બને. ઉદારતાનો આશય ન હોય તો ઉપર જણાવ્યા મુજબ નોકર વગેરે કર્મકરોની પ્રત્યે ધર્મમિત્રનો ભાવ નહિ આવે. //પ-શી શ્રી જિનાલયના નિર્માણના વિષયમાં ભૂમિ વગેરે બાહ્ય શુદ્ધિને આશ્રયીને વિધિ જણાવીને હવે આંતરિક ભાવના વિષયમાં વિધિ જણાવાય છે– स्वाशयश्च विधेयोऽत्रानिदानो जिनरागतः । अन्यारम्भपरित्यागाज्जलादियतनावता ॥५-८॥ स्वाशयश्चेति-स्वाशयश्च शुभाशयश्च विधेयः । अत्र जिनभवनकृत्ये । अनेनालम्बनत्वाख्यविषयतया शुद्धिरभिहिता । अनिदानो निदानरहितः । जिनरागतो भगवद्भक्तेः । अनेनोद्देश्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता । अन्येषां गृहादिसम्बन्धिनामारम्भाणां परित्यागात् । जलादीनां या यतना स्वकृतिसाध्यजीवपीडापरिहाररूपा तद्वता । अनेन साध्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता ।।५-८॥ એક પરિશીલન ૧૭૧
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy