SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ अथ भक्तिद्वात्रिंशिका प्रारभ्यते । । जिनमहत्त्वज्ञानानन्तरं तत्र भक्तिरावश्यकीति सेयमिदानी प्रतिपाद्यते શ્રી જિનેશ્વરદેવનું મહત્ત્વ, આ પૂર્વેની બત્રીશીમાં વર્ણવ્યું. પરમાત્માના મહત્ત્વનું એ રીતે જ્ઞાન થયા પછી તેઓશ્રીની પ્રત્યે ભક્તિ રાખવાનું આવશ્યક છે. તેથી હવે ભક્તિનું નિરૂપણ કરાય છે– श्रमणानामियं पूर्णा सूत्रोक्ताचारपालनात् । द्रव्यस्तवाद् गृहस्थानां देशतस्तद्विधिस्त्वयम् ॥५-१॥ श्रमणानामिति-इयं भक्तिः ।।५-१॥ “આગમાદિ સૂત્રમાં જણાવેલા આચારોનું પાલન કરતા હોવાથી શ્રમણભગવંતોને આ પરમાત્મભક્તિ પૂર્ણ હોય છે. પરંતુ દ્રવ્યસ્તવના કારણે ગૃહસ્થોને તે ભક્તિ દેશથી(અંશતઃ) હોય છે. તેનો વિધિ સામાન્યથી આ પ્રમાણે હવે પછી વર્ણવવામાં આવે છે તે પ્રમાણે) છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનમહત્ત્વ બત્રીશીમાં પરમાત્માનું મહત્ત્વ જણાવ્યું છે. એના જ્ઞાનથી બધાય કરતાં મહાન એવા પરમાત્માને વિશે ભક્તિ આવશ્યક છે. તેથી આ બત્રીશીમાં હવે પરમાત્મા પ્રત્યેની ભક્તિનું સ્વરૂપ દર્શાવાય છે. પરમાત્માના પરમતારક વચનની આરાધનાને “ભક્તિ' કહેવાય છે. પરમતારક આગમાદિ સૂત્રોના પારમાર્થિક અધ્યયનથી શ્રી તીર્થંકરપરમાત્માનાં પરમતારક વચનોનું જ્ઞાન થાય છે. એ મુજબનું સર્વથા પાલન કરવાનું પૂજય શ્રમણભગવંતો માટે જ શક્ય છે. સર્વસાવઘયોગથી વિરામ પામ્યા વિના શ્રી વીતરાગપરમાત્માના વચનાનુસાર આચારનું પાલન શક્ય જ નથી. પૂ. શ્રમણભગવંતો સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા છે. ત્રિવિધ ત્રિવિધ પાપથી વિરામ પામેલા એ પૂ. શ્રમણભગવંતોને આગમાદિ સૂત્રમાં જણાવેલા આચારોનું પાલન શક્ય બને છે. તેથી તેઓશ્રીને જ આચારપાલન સ્વરૂપ ભક્તિ પૂર્ણપણે હોય છે. ગૃહસ્થોને સર્વસાવઘયોગથી વિરામ પામવાની ઇચ્છા હોય તોપણ સર્વસાવદ્યયોગથી વિરામ પામવાનું તેમના માટે કોઈ પણ રીતે શક્ય બનતું નથી. ગૃહસ્થસંબંધી વ્યવહારોના નિર્વાહ માટે તેમને આરંભાદિ કર્યા વિના ચાલે એમ નથી. તેથી તેઓ સર્વસાવદ્યયોગથી વિરામ પામવાની પ્રતિજ્ઞાને કરી શકતા નથી. આવા સંયોગોમાં ગૃહસ્થોને શ્રી વીતરાગપરમાત્માના વચનની આરાધના દેશથી જ શક્ય બનતી હોય છે. દ્રવ્યસ્તવને આશ્રયીને ગૃહસ્થોને પરમાત્માની ભક્તિ દેશથી હોય છે. સર્વસાવદ્ય (પાપયુક્ત) યોગથી ગૃહસ્થો વિરામ પામેલા ન હોવાથી તેમના એક પરિશીલન ૧૬૫
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy