SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ तादात्म्यसम्बन्धावच्छित्रजनकतानिरूपितसमवायसम्बन्धावच्छिन्नघटत्वावच्छिन्नघटनिष्ठजन्यतावद्" - આ અનુમાનથી સિદ્ધ એવા જન્યસત્ત્વરૂપે કાર્યમાત્રની પ્રત્યે કર્તાને કારણે માનીએ તો જ્ઞાતાને પણ કારણ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે યા નચત્ તવાર્તા આ વ્યાતિ(નિયમ)ની જેમ ચવા નચત્ તવા જ્ઞાતા આ વ્યાતિ પણ છે. આથી આ રીતે અનેક કાર્યકારણભાવની કલ્પના કરવાનું પ્રામાણિક નથી. આ પ્રમાણે જગત્કર્તા સિદ્ધ ન હોવાથી તે સ્વરૂપે પરમાત્માને ન માનવા છતાં પરમાત્મામાં મહત્ત્વ માનવામાં કોઈ જ દોષ નથી. ઘટાદિ કાર્યની પ્રત્યે તેના ઉપાદાન(સમાયિ)કારણનું પ્રત્યક્ષ એ કારણ છે. જેને એવું પ્રત્યક્ષ નથી તેને ઘટાદિ કાર્યની ઉત્પત્તિ કરવાનું શક્ય બનતું નથી. સામાન્યથી; આ પ્રમાણે વિશેષ રીતે વિશિષ્ટ સ્થળે કાર્યકારણભાવ નિશ્ચિત થાય છે ત્યારે જો વ્યભિચારનું જ્ઞાન ન હોય અને લાઘવજ્ઞાનનો સહકાર હોય, તો તે સામાન્યસ્વરૂપે જ નિશ્ચિત થતો હોય છે. દા.ત. ઘટની પ્રત્યે કપાલ કારણ છે, કપાલને કપાલ–સ્વરૂપે જ ઘટની પ્રત્યે કારણ મનાય છે, પૃથ્વીત્વસ્વરૂપે નહિ અને કપાલાન્યતમત્વ સ્વરૂપે પણ નહિ. કારણ કે તે તે સ્વરૂપે કારણ માનવાથી અનુક્રમે વ્યભિચાર આવે છે અને ગૌરવ થાય છે. આવી જાતનું વ્યભિચારનું જ્ઞાન ન હોય અને ગૌરવજ્ઞાન પણ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ સામાન્ય સ્વરૂપે જ કાર્યકારણભાવ નિશ્ચિત થતો હોય છે. તેથી કાર્ય-જન્યસ(દ્રવ્ય-ગુણ-કર્મીમાત્રની પ્રત્યે તેના ઉપાદાન(સમવાયિ)કારણનું પ્રત્યક્ષ કારણ છે - એ સિદ્ધ થાય છે. આથી સમજી શકાશે કે વણાવિ તલુપવાન પ્રત્યક્ષનચં વાર્યત્વા - આ અનુમાનથી સિદ્ધ પરમાણુ (દયgોપાલાન) વગેરેના પ્રત્યક્ષના આશ્રય તરીકે જગતુ-કર્તા સિદ્ધ છે. તેથી વીતરો ન મહાન નહિવત્કૃત્વા - આ અનુમાનથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એ રીતે ઉપાદાનપ્રત્યક્ષને જન્યસની પ્રત્યે કારણ માનવાથી અમને (જૈનોને) સિદ્ધસાધન દોષ આવે છે. કારણ કે પ્રવાહને આશ્રયીને યણુકાદિ કાર્યો અનાદિકાળથી ચાલુ જ છે. એના ઉપાદાનભૂત પરમાણ્વાદિનું પ્રત્યક્ષ અને એના આશ્રયભૂત શ્રી સર્વજ્ઞભગવંતો પણ અનાદિના છે. વ્યક્તિવિશેષને આશ્રયીને તે તે કાર્ય વગેરે અનાદિના ન હોવા છતાં પ્રવાહથી તો તે સદૈવ છે. એટલે તે તે કાર્યની પ્રત્યે તે તે સર્વજ્ઞપરમાત્માઓના જ્ઞાનને અમે કારણ માનીએ જ છીએ. તેથી નિત્ય એક એવા જગત્કર્તાની કલ્પના કરવાની આવશ્યકતા નથી. અમારે ત્યાં તે પ્રમાણે જણાવ્યું પણ છે કે જે પ્રમાણે જે ભગવાને જોયું છે, તે પ્રમાણે તે થાય છે. આ પ્રમાણે જ્ઞાનની હેતુતા સિદ્ધ થવા છતાં તે જ્ઞાનના એકમાત્ર આશ્રય તરીકે નિત્ય જગત્કર્તાની સિદ્ધિ થઇ શકશે નહિ. યદ્યપિ આ રીતે વ્યણુકાદિ ઉપાદાનના (પરમાણુ વગેરેના) પ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાનની સિદ્ધિ થાય તો તે જ્ઞાનના આશ્રય તરીકે નિત્ય એક જગત્કર્તાને પણ માન્યા વિના ચાલે એવું નથી. કારણ કે જે જે ગુણ છે તે કોઈને કોઈ દ્રવ્યમાં આશ્રિત હોય છે – આ નિયમ ૧૪. જિનમહત્ત્વ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy