SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વેનો અભાવ) કારણ છે. ઉત્પત્તિ પૂર્વે કાર્યના સમવાયિકારણ એવા તંતુ વગેરેમાં કાર્ય પટાદિનો પ્રાગભાવ હોય છે. અન્યના ગુણોનો પ્રાગભાવ અન્યમાં જ છે, આપણામાં નથી. તેથી અન્યના ગુણો અન્યમાં જ ઉત્પન્ન થશે, આપણામાં નહિ. તેથી અન્યના ગુણોની ઉત્પત્તિ સ્વમાં (પોતામાં) ન થાય એ માટે યોગ્યતા માનવાની જરૂર નથી, પરંતુ સ્વગુણનો પ્રાગભાવ સ્વયોગ્યતાસ્વરૂપ હોવાથી કોઈ દોષ નથી. સ્વનો (પોતાનો) ભાવ એટલે જ સ્વભાવ; એ સ્વપરિણતિ સ્વરૂપ છે. બીજાના ગુણો પોતામાં ઉત્પન્ન થાય એવો સ્વભાવ ન હોવાથી પોતામાં એ ગુણો ઉત્પન્ન થતા નથી. આ રીતે સ્વગુણનો પ્રાગભાવ અને સ્વયોગ્યતા માત્ર સ્વમાં જ હોવાથી સ્વગુણો સ્વમાં જ ઉત્પન્ન થાય છે. આથી સમજી શકાશે કે સ્વગુણાદિનો પ્રાગભાવ; સ્વાદિ-યોગ્યતાપર્યવસિત છે. ૪-૬ll પરમાત્મામાં અન્યાભિમત મહત્ત્વાભાવસાધક અનુમાનને જણાવીને તેની દુષ્ટતા જણાવાય છે नित्यनिर्दोषताभावान्महत्त्वं नेति दुर्वचः । नित्यनिर्दोषता यस्माद् घटादावपि वर्तते ॥४-७॥ नित्येति-नित्यनिर्दोषताया अभावान्महत्त्वं न । प्रक्रमाद्वीतरागे इति । दुर्वचः दुष्टं वचनं । यस्मान्नित्यनिर्दोषता दोषात्यन्ताभाववत्त्वरूपा नित्यत्वे सति इयमेव वा घटादावपि वर्तते । आदिना आकाशादिग्रहः । इत्थं च वीतरागो न महान् नित्यनिर्दोषत्वाभावादिति अन्वयिनि घटादौ दृष्टान्ते साधनवैकल्यमुपदर्शितं भवति । व्यतिरेकिणि चेश्वरदृष्टान्ते नोभयवादिसम्मतत्वं, वीतरागस्यैवासिद्धौ परस्याश्रयासिद्धिश्च, तत्सिद्धौ वा धर्मिग्राहकमानेन तन्महत्त्वसिद्धौ बाधश्चेति द्रष्टव्यम् ॥४-७॥ આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શ્રી વીતરાગ પરમાત્મામાં અનન્યસાધારણ ગુણોની યોગ્યતા સ્વભાવથી જ અનાદિકાળથી હોય છે. કાલાંતરે એ યોગ્યતાને લઈને તથાવિધ સામગ્રીની પ્રાપ્તિથી એ ગુણો પ્રાપ્ત થાય છે. આથી એ સ્પષ્ટ છે કે અનાદિકાળથી (નિત્ય) શ્રી વીતરાગપરમાત્મા મહાન નથી. ગુણની પ્રાપ્તિ પૂર્વે પરમાત્મામાં દોષો હતા. પાછળથી તેઓ સર્વથા નિર્દોષ અને સમગ્ર ગુણથી પરિપૂર્ણ બન્યા. તેથી તેઓશ્રી મહાન છે. પરંતુ આ રીતે તેઓશ્રીને મહાન માનવાનું ઉચિત નથી. કારણ કે તેઓશ્રી નિત્યનિર્દોષ નથી. “વીતરાનો મહાન નિત્યનિષત્વામવિ” - આ અનુમાનથી પરમાત્મામાં આપણી જેમ મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે. એ અનુમાનને દૂષિત કરતાં શ્લોકમાં તિ દુર્વા... ઇત્યાદિ ગ્રંથથી દોષ જણાવાય છે. એનો આશય એ છે કે- “નિત્યનિર્દોષ ન હોવાથી પરમાત્મામાં મહત્ત્વ નથી.' - આ પ્રમાણે કહેવું એ યોગ્ય નથી. કારણ કે આવી નિર્દોષતા તો ઘટાદિ પદાર્થોમાં પણ હોવા છતાં ત્યાં મહત્ત્વ ૧૩૨ જિનમહત્વ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy