SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અનન્યસાધારણ એવા ગુણોસ્વરૂપ મહત્ત્વ; અન્ય(માયાવી)સાધારણ એવી બાહ્યસંપદાથી અનુમાન કરવા યોગ્ય ન જ હોય - એ સ્પષ્ટ છે. થર ર. આ ગ્રંથથી જણાવેલી વાતમાં મહત્ત્વ જ આ પદ પછી અનુમેયમ્ નો અધ્યાહાર કરવો પડે છે, તેથી તેમાં યતિ ઘ કહીને અસ્વારસ્ય સૂચવ્યું છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. I૪-૧ બાહ્યસંપદાના કારણે પરમાત્માનું મહત્ત્વ નથી, તો કયા રૂપથી તે મહત્ત્વ છે - આવી જિજ્ઞાસામાં જણાવાય છે स्वामिनो वचनं यत्तु संवादि न्यायसङ्गतम् । कुतर्कध्वान्तसूर्यांशुमहत्त्वं तद् यदभ्यधुः ॥४-२॥ स्वामिन इति-यत्तु स्वामिनो वीतरागस्य । वचनं संवादि समर्थप्रवृत्तिजनकं । न्यायसङ्गतं स्याद्वादमुद्रामनतिक्रान्तम् । एकान्तस्य तत्त्वतोऽन्यायत्वाद् धर्मधर्मिसम्बन्धभेदेऽनवस्थानात्, तदभेदे च सहप्रयोगाद्यनुपपत्तेर्धर्मिग्राहकमानेन स्वतः सम्बद्धस्य सम्बन्धान्तरस्य कल्पनापेक्षया तेनैव सिद्धस्य शबलस्य वस्तुनोऽभ्युपगमस्य न्याय्यत्वात् । तदनुभवेऽपि चैकान्तभ्रमस्य दोषप्राबल्यादुपपत्तेः । विशेषदर्शनेन च तस्य निवर्तयितुं शक्यत्वादिति दिक् । कुतर्का एव ध्वान्तानि तेषु सूर्यांशुस्तन्महत्त्वमवच्छेद्यावच्छेदकयोर्लिङ्गलिङ्गिनोर्वा स्याद्वादाश्रयणेन कथञ्चिदभेदात् । यदभ्यधुः श्रीहरिभद्रसूरयः ।।४-२॥ કુતર્કસ્વરૂપ અંધકારને દૂર કરવા સૂર્યના કિરણ જેવું ન્યાયસંગત અને સંવાદી એવું સ્વામીનું જે વચન છે, તે મહત્ત્વ છે. જેથી શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ ફરમાવ્યું છે કે” આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. તેને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે શ્રી વીતરાગપરમાત્માનું સમર્થ(ફળસાધકો પ્રવૃત્તિને કરાવનારું, સંવાદી અને સ્વાદ્વાદમુદ્રાને અનુસારી એવું જે ન્યાયસંગત વચન છે; તે સ્વરૂપ મહત્ત્વ છે. શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક વચન સ્યાદ્વાદમુદ્રા(મર્યાદા)અતિક્રમણ કરતું નથી, તેથી તે ન્યાયસંગત છે. સ્યાદ્વાદમુદ્રાનું અતિક્રમણ કરનારાં એકાંતવાદનાં વચનો તત્ત્વને આશ્રયીને અન્યાય સ્વરૂપ છે. એકાંતવાદની અન્યાયરૂપતા “ઘર્મર્ષિસરૂન્યમેડનવસ્થાના...' ઇત્યાદિ ગ્રંથથી જણાવી છે. તેનો આશય એ છે કે રો વટ કે રવિન પટઃ (લાલ ઘડો કે લાલરૂપવાળો ઘડો)... વગેરે પ્રયોગસ્થળે રક્ત રૂપ ધર્મ છે, તેનો ધર્મી ઘટ છે. ધર્મ અને ધર્મીનો જે સંબંધ છે (સમવાય... વગેરે) તે સંબંધ; ધર્મ અને ધર્મીથી તદન પટ વગેરેની જેમ ભિન્ન છે (જુદો છે) - આ પ્રમાણે કેટલાક એકાંતવાદી એવા લોકોની માન્યતા છે. તેમના મતે સંબંધ ધર્મ અને ધર્મ બંનેમાં હોવાથી રો : અને વાનું ઘટ વગેરે પ્રતીતિ થાય છે. આ રીતે રક્ત રૂપને ઘડામાં રહેવા માટે જેમ સંબંધની જરૂર છે તેમ એ સંબંધને રક્તરૂપ સ્વરૂપ ધર્મ અને ઘટ સ્વરૂપ ધર્મામાં પણ રહેવા માટે બીજા સંબંધની જરૂર પડશે. આવી જ રીતે તે બીજા સંબંધને પણ રહેવા માટે ત્રીજા સંબંધની જરૂર પડશે. ર એક પરિશીલન ૧૨૭
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy