SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણાઓએ આચરેલ જ આચરવાનું હોય તો મિથ્યાત્વીઓનો જ ધર્મ આરાધવો પડશે. આ જ વાત ઉપદેશપદમાં જણાવી છે કે – બહુજનપ્રવૃત્તિ માત્ર જેમને માન્ય હોય તેમણે લૌકિક ધર્મનો ત્યાગ કરવો નહિ, કારણ કે બહુજનપ્રવૃત્તિ લૌકિક ધર્મમાં છે. વસ્તુની સદસરૂપતાનો વિચાર કર્યા વિના, માત્ર ઘણા લોકોની એ પ્રવૃત્તિ છે; એમ માનીને તેને ઉપાદેય માનનારા માટે અહીં જણાવેલી વાતનો વિચાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. એકતા, સંગઠન અને બહુમતીના નામે આજે જે રીતે મનસ્વીપણે આચરણ કરાય છે - તે ખૂબ જ ચિંતાજનક છે. ગંભીરપણે એ અંગે વિચારવામાં નહિ આવે તો આજની પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે - એ કહી શકાય એમ નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શબ્દના પ્રામાણ્યના ઉદ્દેશની હાનિ થાય એ રીતે શિષ્ટાચારનું પ્રામાણ્ય કોઈ પણ ન જ માને એ સમજી શકાય છે. સ્પષ્ટ પાઠ હોવા છતાં અને એ મુજબ ખૂબ જ સરળતાથી વર્તી શકાય એમ હોવા છતાં માત્ર બીજાની સાથે રહેવા માટે આચારમાં ફેરફાર કરવો એ શિષ્ટાચરણ નથી – એનો ખ્યાલ મુમુક્ષુઓએ તો રાખવો જોઈએ. પોતાની જાતને શિષ્ટ માન્યા કરતાં શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શબ્દને અનુસરવામાં આપણા સૌનું હિત સમાયેલું છે. ૩-૧૩ ઉપર જણાવ્યા મુજબના અશિષ્ટાચરણની દુષ્ટતા વર્ણવાય છે इदं कलिरजः पर्वभस्म भस्मग्रहोदयः । खेलनं तदसंविग्नराजस्यैवाधुनोचितम् ॥३-१४॥ રૂમિતિ–વ્યm: Il3-9૪ો. શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે અસંવિગ્ન પુરુષોનું આચરણ કઈ જાતનું દુષ્ટ છે - તે જણાવવા પૂર્વક વર્તમાનમાં તેમનો જે અભ્યદય જણાય છે તેનું કારણ આ શ્લોકથી જણાવાય છે. આ દુષ્ટ આચરણ) કલિકાલની રજ છે. તેમ જ ભસ્મગ્રહના ઉદય સ્વરૂપ આ હોળીની રાખ છે. આવી ધૂળ અને રાખથી રમવાનું કાર્ય અસંવિગ્નોમાં શ્રેષ્ઠ એવા પુરુષને જ હાલમાં ઉચિત છે. જે સામાન્યથી પણ શિષ્ટ હોય તેને આવી રમત કરવાનું ગમે એવું જ નથી. આથી સમજી શકાશે કે હોળીની રાખ અને કલિકાલની રજથી રમવાનું જેમ શિષ્ટજનોચિત નથી, તેમ અસંવિગ્નજનોચિત આચરણ પણ શિષ્ટ પુરુષોને છાજે એવું નથી. આમ છતાં જ્યાં જઈએ ત્યાં હોળીના દિવસોમાં રાખથી રમનારા અશિષ્ટ પુરુષો જ જોવા મળશે. તે દિવસોમાં તો શિષ્ટ પુરુષોને ઘરની બહાર નીકળવાનું પણ કપરું થઈ પડે છે. આવું જ ભસ્મગ્રહોદયના પ્રભાવે બન્યું છે. અસંવિગ્ન પુરુષોનો પુણ્યપ્રકર્ષ લગભગ બધે જ જોવા મળે છે. સંવિગ્ન પુરુષોને તો લગભગ શોધવા નીકળવું પડે તેમ છે - આ એક ભસ્મગ્રહની જ અસર છે. એક બાજુ દુષ્ટ આચરણ અને બીજી બાજુ પુણ્યનો ઉદય – આ ભસ્મગ્રહોદયની દુષ્ટ અસર છે. એના ઉપક્રમે ૧૦૨ માર્ગ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy