SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ પૂર્વસૂરિઓએ-સુધર્માસ્વામી વગેરેએ. ગંભીર–ઢંકાયેલા મહાનિધાનની જેમ અંદરના ભાગમાં પ્રગટેલી વિશેષતાવાળી. (ઢંકાયેલા મહાનિધાનની બહારથી કોઈ વિશેષતા દેખાતી નથી. પણ અંદર ઘણી વિશેષતાઓ હોય છે તેમ સમ્યગ્દર્શનની નિર્મલતા અંદર ઘણી વિશેષતાઓથી ભરેલી છે.) યોગસંગ્રહો= સાધુલોકના અનુષ્ઠાનનો સંગ્રહ કરનારા સિદ્ધાંતના આલાવા. આ આલાવા બત્રીશ છે. સાધુપ્રતિક્રમણ સૂત્રમાં “વલા નો સંદેદિ' એ પદની વ્યાખ્યામાં માનોય નિરવતાવે માત્ર ત્રથમ' ઇત્યાદિ પાંચ શ્લોકોમાં આ બત્રીસ આલાવા કહ્યા છે. તેમાં બારમા આલાવામાં (સમ્યત્વની શુદ્ધિનું રક્ષણ કરવું એમ કહીને) સમ્યગ્દર્શનની નિર્મલતાનો ઉલ્લેખ કર્યો છે. (૩૬૦). तमेव दृष्टान्तं संगृह्णन्नाहसाएयम्मि महबलो, विमल पहा चेव चित्तपरिकम्मे । णिप्फत्ति छट्टमासे, भूमीकम्मस्स करणं च ॥३६१॥ साकेते नगरे 'महबल'त्ति महाबलो नाम राजाऽजनि । 'विमल'त्ति विमलनामा 'पहा चेव'त्ति प्रभाकरश्चैव चित्रकरावभूताम् । ताभ्यां च चित्रपरिकर्मणि प्रारब्धे निष्पत्तिरेकेन षष्ठमासे दर्शिता द्वितीयेन तु भूमीकर्मणः करणं चेति ॥३६१॥ તે જ દૃષ્ટાંતનો સંગ્રહ કરતા ગ્રંથકાર કહે છે સાકેત નગરમાં મહાબલ નામનો રાજા થયો અને વિમલ અને પ્રભાકર નામના ચિત્રકારો થયા અને તે બંનેએ ચિત્રકર્મ આવ્યું અને તેમાંના એકે છ મહિનામાં કાર્ય પૂર્ણ કર્યું અને બીજાએ માત્ર ભૂમિશુદ્ધિ કરી છે એમ જણાવ્યું. (૩૬૧) આ જ ગાથાને કહીને ગ્રંથકાર એ પ્રમાણે પાંચ ગાથાથી કથાના વિસ્તારને બતાવતા કહે છેइमामेव गाथां व्याचक्षाणो दूयेत्यादिगाथापञ्चकं किञ्चिदधिकमाहदूयापुच्छण रण्णो, किं मज्झं णत्थि देव! चित्तसभा । आदेसो निम्मवणा, पहाणचित्तगरबहुमाणो ॥३६२॥ ૧. આથી જ અભવ્ય વગેરે અને સમ્યગ્દષ્ટિ વગેરે જીવોની બાહ્ય ક્રિયા દેખાવમાં એક સરખી હોવા છતાં આંતરિક વિશુદ્ધિમાં ઘણો તફાવત હોય છે. નિર્મલ સમ્યગ્દષ્ટિ જીવ સંસારનાં કામો કરે છતાં કર્મનિર્જરા કરે એવું પણ બને. આવી અનેક વિશેષતાઓ સમ્યગ્દર્શનની નિર્મલતામાં હોય છે. ૨. ગ્રંથના અંશ વિશેષને આલાવો કહેવામાં આવે છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy