SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ इह किलैकदा भगवान् श्रीमन्महावीरः छद्मस्थकाले विहरन् वेशाल्यां पुरि वर्षासु स्थानमकरोत् । ततः 'समरे' इति कामदेवायतने 'जिणपडिमसिट्टि पासणया' इति तं जिनं प्रतिमास्थितं जीर्णश्रेष्ठी नित्यमागत्य पश्यति स्म । 'अइभत्ति ति भक्तिश्चातीव तद्विषया तस्य समजनि । अन्यदा चतुर्मासकक्षपणस्य विकृष्टतपसः पारणकदिने प्रवृत्ते मनोरथो वक्ष्यमाणरूपो जज्ञे । गृहद्वारावलोकनादिविनयपरो यावदसावास्ते तावत् स जिनोऽन्यत्राभिनवश्रेष्ठिगहे प्रविष्टः ॥४५४॥ दापिता च तेन स्वमाहात्म्यौचित्येन तस्मै भिक्षा । कृता च तद्देशविचारिभिर्जुम्भकदेवैरहत्पारणकसन्तुष्टैर्यादृच्छिकदानधारा वसुधारावृष्टिलक्षणा । सा चैवं विज्ञेया-"अद्धत्तेरसकोडी, उक्कोसा होइ तत्थ वसुधारा । अद्धत्तेरसलक्खा, जहन्निया होइ वसुधारा ॥१॥" ततो लोके कृतपुण्यकोऽसाविति तस्यैवं च प्रशंसा विजृम्भिताऽभिनवश्रेष्ठिनः । 'केवलि आगम ति कालेन च पार्थापत्यीयस्य केवलिनः कस्यचिद् आगमे तत्र बहलकुतूहलाकुलचेतसा लोकेन पृच्छाऽकारि भगवन् ! कोऽत्र परिपूर्णः पुण्यवान्? भगवता चोचे जीर्णश्रेष्ठीति ४५५॥ આ જ ગાથાને (૩૪પ૩મી ગાથામાં કહેલા વિષયને) ત્રણ ગાથાઓ દ્વારા વિશેષથી કહે છે ગાથાર્થ–ટીકાર્ચ-છદ્મસ્થકાળે વિહાર કરતા શ્રી મહાવીર ભગવાને એકવાર ચોમાસામાં વૈશાલી નગરીમાં સ્થિરતા કરી. ત્યાં કામદેવનાં મંદિરમાં કાયોત્સર્ગમાં રહ્યા. જીર્ણશ્રેષ્ઠી ત્યાં દરરોજ આવીને શ્રી મહાવીર પ્રભુના દર્શન કરતો હતો. તેને શ્રીમહાવીરપ્રભુ પ્રત્યે અતિશય ભક્તિ(=આંતરિક બહુમાન) થઈ. એકવાર વિકૃષ્ટ ચારમાસી તપના પારણાના દિવસે જીર્ણ શ્રેષ્ઠીને હવે કહેવાશે તેવો મનોરથ થયો. તે ઘરના બારણા આગળ ઊભા રહીને શ્રી મહાવીર સ્વામીના આગમનનું નિરીક્ષણ વગેરે વિનય કરવામાં તત્પર બનેલો છે તેટલામાં શ્રી મહાવીર ભગવાને અભિનવ શ્રેષ્ઠીના ઘરમાં પ્રવેશ કર્યો. (૪પ૪). તેણે પોતાની મોટાઈને ઉચિત હોય તે રીતે શ્રી મહાવીર સ્વામીને ભિક્ષા અપાવી. અરિહંતના પારણાથી ખુશ થયેલા તે સ્થાનમાં વિચરતા જંભક દેવોએ વસુધારાની વૃષ્ટિ કરી. વસુધારાની વૃષ્ટિ આ પ્રમાણે જાણવી–“તીર્થકરના પારણા પ્રસંગે ઉત્કૃષ્ટથી સાડા બાર કોડ સુવર્ણની અને જઘન્યથી સાડા બાર લાખ સુવર્ણની વસુધારા થાય.” (આ. નિ. ગા-૩૩૨) તેથી લોકમાં આ પુણ્યશાળી છે એ પ્રમાણે અભિનવ શ્રેષ્ઠીની પ્રશંસા પ્રસરી. સમય જતાં તે નગરીમાં પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા કોઈ કેવળી ભગવંત પધાર્યા. ઘણા કુતૂહલથી વ્યાકુળ ચિત્તવાળા લોકોએ કેવળીને પૂછ્યું: હે ભગવન્! આ નગરીમાં પરિપૂર્ણ પુણ્યશાળી કોણ છે? ભગવાને કહ્યું: જીર્ણ શ્રેષ્ઠી પરિપૂર્ણ પુણ્યશાળી છે. (૪૫૫)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy