SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તર–શૈવેયક વગેરેના સુખની પ્રાપ્તિ પ્રસ્તુત ઔષધના યોગથી થનારા સુખ તુલ્ય જાણવી. જેવી રીતે અસાધ્ય વ્યાધિમાં વૈદ્યશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સઔષધનો પ્રયોગ કરવાથી તે સઔષધ પોતાના સંબંધના સામર્થ્યથી ક્ષણમાત્ર સુખને લઈ આવે છે, પણ પછી અધિક વ્યાધિના પ્રકોપ માટે થાય છે, તેવી રીતે પ્રસ્તુત વચનરૂપ ઔષધનો પ્રયોગ પણ જેમના ભવ્યત્વનો પરિપાક થયો નથી તેવા જીવોને રૈવેયક વગેરેમાં માત્ર સુખની પ્રાપ્તિ કરાવીને પછી ક્રમે કરીને નરકાદિ દુર્ગતિમાં પ્રવેશ રૂપ ફળવાળો થાય છે. (૪૩૮) एतत् स्वयमपि भावयतिकुणइ जह सण्णिवाए, सदोसहं जोगसोक्खमेत्तं तु ।। तह एवं विण्णेयं, अणोरपारम्मि संसारे ॥४३९॥ करोति यथा सन्निपाते वातादिदोषत्रययुगपत्प्रकोपरूपे सदौषधं क्रियातिक्तक्वाथादिरूपं योगसौख्यमात्रमेव, न पुनस्तदुच्छेदमपि । तथैतद् ग्रैवेयकादिसुखं समयवचनौषधप्रयोगाद् उत्पन्नं विज्ञेयमनर्वाक्पारे संसारे ॥४३९॥ - આ વિષયને ગ્રંથકાર સ્વયં પણ વિચારે છે ગાથાર્થ–જેવી રીતે સન્નિપાતમાં સઔષધ યોગથી માત્ર સુખને કરે છે, તેવી રીતે અતિવિશાળ સંસારમાં રૈવેયકાદિનું સુખ પણ જાણવું. ટીકાર્થ–સન્નિપાત=વાયુ વગેરે ત્રણે દોષોનો એકી સાથે પ્રકોપ થાય તે સન્નિપાત. જેવી રીતે સન્નિપાત રોગમાં ચિકિત્સા માટે તૈયાર કરેલા કડવો-તિખો ઉકાળો વગેરે સઔષધ આપવામાં આવે તો તે ઔષધ પોતાના યોગથી=સંબંધથી માત્ર (ક્ષણવાર) સુખને કરે છે, પણ રોગનો સર્વથા નાશ કરતું નથી, તેવી રીતે શાસ્ત્રવચનરૂપ ઔષધથી અપાર સંસારમાં અભવ્ય-દૂરભવ્યજીવોને અલ્પ સમય માટે રૈવેયકાદિનું સુખ મળી જાય છે, પણ દુઃખનો સર્વથા ઉચ્છેદ થતો નથી. (૪૩૯). णय तत्तओ तयंपि हु, सोक्खं मिच्छत्तमोहियमइस्स । जह रोहवाहिगहियस्स ओसहाओवि तब्भावे ॥४४०॥ 'न' नैव, चकारो वक्तव्यान्तरसूचकः, तत्त्वतो'निश्चयवृत्त्या तदपि' ग्रैवेयकादिगतं, ૧. માત્ર સુખની પ્રાપ્તિ કરાવીને એ વાક્યનો ભાવ એ છે કે માત્ર ભૌતિક સુખની પ્રાપ્તિ કરાવે છે, તે પણ અલ્પકાળ સુધી જ કરાવે છે. મોક્ષસુખની પ્રાપ્તિ કરાવતો નથી. ૨. ક્રિયાતિવતવવાથષિ એ સ્થળે ક્રિયા એટલે રોગને દૂર કરવાના ઉપાયો, અર્થાત્ ચિકિત્સા.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy