SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ ઉપદેશપદ : ભાગ-૨ 'दोषापेक्षया' इह दोषा वातपित्तश्लेष्मप्रकोपप्रभवा ज्वरातीसारादयो रोगा मृदुमध्याधिमात्ररूपास्तेषामपेक्षा च तानपेक्ष्येत्यर्थः, एवं वचनौषधप्रयोगवत् सम्यक् कालः प्रयोगयोग्यः 'सदौषधगतः' स्निग्धोष्णादिसुन्दरौषधोपजीवनारूपः, किं पुनः प्रागुक्तो वचनौषधप्रयोगकाल इत्यपिशब्दार्थः, कुशलैर्बुद्धिमद्भिर्मुणितव्यो ज्ञेयः 'सदा' सर्वकालम् । कथमित्याह-वैद्यकशास्त्रनीत्या' आत्रेयचरकसुश्रुतादिचिकित्साग्रन्थानुसारेण । तत्राधिमात्रे रोगे सदौषधस्याप्रयोगावसर एव, औषधस्याद्यापि स्वसामर्थ्यमलभमानस्य रोगस्वरूपं त्वनुवर्तमानस्य तत्पुष्टिकारकत्वमेव, यतो मध्यमावस्थायां तु स्यादपि कश्चिद् गुणस्तत्प्रयोगात्, मृदुभूतावस्थायां तु तथा तथा कुशलैरुपचर्यमाणो रोगः सर्वथोपरमं प्रतिपद्यते एव । सदौषधानि चैवं शास्त्रे पठ्यन्ते"तित्तकडुएहिं सिंभं, जिणाहि पित्तं कसायमहुरेहिं । निद्धण्णेहि य वायं, सेसा વાહી સાસણ ? " જરૂછા આ પ્રમાણે વચનરૂપ ઔષધના પ્રયોગનો અકાળ અને કાળ જણાવીને દૃષ્ટાંત તરીકે મૂકેલા સઔષધને આશ્રયીને કાળનો ઉપદેશ કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-કુશળપુરુષોએ આ પ્રમાણે સઔષધનો પણ કાળ સદા વૈદ્યશાસ્ત્રનીતિથી દોષોની અપેક્ષાએ (=દોષોના અનુસારે) સમ્યક્ જાણવો. ટીકાર્ય–આ પ્રમાણે=વચનરૂપ ઔષધના પ્રયોગની જેમ. સઔષધનો=સ્નિગ્ધ-ઉષ્ણ વગેરે સુંદર ઔષધના ઉપયોગનો, અર્થાત્ દર્દીને સુંદર ઔષધ આપવાનો કાળ. કાળ=પ્રયોગને યોગ્ય કાળ, અર્થાત્ ઔષધ આપવા માટેનો યોગ્ય કાળ. વૈદ્યશાસ્ત્રનીતિથી= આત્રેય, ચરક અને સુશ્રુત વગેરે ચિકિત્સાના ગ્રંથોના અનુસારે. તેમાં રોગ અધિક પ્રમાણમાં હોય ત્યારે સઔષધના પ્રયોગનો અવસરજ નથી. કારણ કે રોગની તીવ્ર અવસ્થામાં ઔષધના સામર્થ્યની રોગ ઉપર અસર થતી નથી, બલ્ક ઔષધ રોગ સ્વરૂપને અનુસરે છે, અને એથી રોગની પુષ્ટિને જ કરે છે, અર્થાત્ રોગ વધારે છે. રોગની મધ્ય અવસ્થામાં તો સદ્દઔષધના પ્રયોગથી કોઈક લાભ થાય પણ ખરો. રોગની મૃદુ (=અંદ) અવસ્થા થાય ત્યારે તો તે તે રીતે કુશળપુરુષોથી ઉપચાર કરાતો રોગ અવશ્ય સર્વથા દૂર થાય છે. શાસ્ત્રમાં સઔષધો આ પ્રમાણે વાંચવામાં આવે છે-“તીખાં-કડવાં ઔષધોથી કફને જીત, તૂરાં-મધુર દ્રવ્યોથી પિત્તને જીત. સ્નિગ્ધ-ઉષ્ણ દ્રવ્યોથી વાયુને જીત, બીજા રોગોને અનશનથી (આહારનો ત્યાગ કરવાથી) જીત. (૪૩૭)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy