SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ પદ કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ ન કરે. ફરી બાંધે તે પુનર્બંધક. ફરી ન બાંધે તે અપુનર્બંધક. ફરી શું ન બાંધે? આયુષ્ય સિવાય સાતકર્મોની ઉત્કૃષ્ટસ્થિતિને ફરી ન બાંધે. માર્ગપતિત અને માર્ગાભિમુખ—લલિતવિસ્તરા ગ્રંથમાં આ જ શાસ્ત્રકારે માયાળ ઇત્યાદિ આલાવાની વ્યાખ્યામાં માર્ગ આ પ્રમાણે જણાવ્યો છે—અહીં માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ, અને એ સર્પને પેશવાની નળીની લંબાઇ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર અને સ્વરસથી (સ્વતઃ ઇચ્છાથી) પ્રવર્તતો ક્ષયોપશમ વિશેષ છે, તથા હેતુ, સ્વરૂપ અને ફળથી શુદ્ધ એવું સુખ છે. (અહીં માર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ. સામાન્યથી આપણે આગળ જવા માટેના રસ્તાને માર્ગ કહીએ છીએ. પણ અહીં તો ગતિને જ માર્ગ કહ્યો છે. ચિત્તની સરળ ગતિ એ માર્ગ છે. કોઇ ઇષ્ટસ્થાને જલદી પહોંચવું હોય તો સીધા ચાલવું જોઇએ. જેટલું આડુંઅવળું ચલાય તેટલું મોડું પહોંચાય. બે માણસ એક જ ઇષ્ટસ્થાને જતા હોય, તેમાં એક જે માર્ગ હોય તે માર્ગે સીધો ચાલે, અને બીજો એ જ માર્ગે ઘડીકમાં આ તરફ ચાલે, ઘડીકમાં બીજી તરફ ચાલે એમ આડો-અવળો થયા કરે, તો આ બેમાં સીધો ચાલનાર જલદી ઈષ્ટ સ્થાને પહોંચે. તેમ અહીં અધ્યાત્મમાર્ગમાં સીધીગતિએ ચાલનાર જલદી આગળ વધી શકે છે. માટે અહીં કહ્યું કે—“માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ. હવે આ ચિત્તની સરળગતિથી શું સમજવું? એના જવાબમાં કહ્યું કે ચિત્તની આ સરળગતિ ક્ષયોપશમવિશેષ છે. કોનો ક્ષયોપશમવિશેષ? મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમવિશેષ. સરળગતિને દૃષ્ટાંતથી સમજાવવા કહ્યું કે આ ક્ષયોપશમ સર્પને પેશવાની નળીની લંબાઇ તુલ્ય છે. અર્થાત્ સર્પને પેશવાની નળીની લંબાઇ સરળ હોય છે, ક્યાંય વાંકી ચૂકી નથી હોતી, જેથી સર્પનો વક્રગતિ કરવાનો સ્વભાવ હોવા છતાં સર્પને સરળ જ ગતિ કરવી પડે છે. જે રીતે સર્પ સરળગતિથી બિલમાં પ્રવેશે છે તે રીતે પ્રસ્તુતમાં સરળ ગતિ કરનાર જીવ અનેક ગુણોને પામે છે. માટે અહીં ક્ષયોપશવિશેષનું ‘વિશિષ્ટગુણસ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર” એવું વિશેષણ મૂક્યું છે. આ ગુણસ્થાનની પ્રાપ્તિ ત્યારે જ થાય કે જો એ ક્ષયોપશમ કોઇના દબાણથી કે દાક્ષિણ્યતા આદિથી નહિ, કિંતુ જીવને પોતાને જ તેવો રસ હોય, તેના કારણે થયો હોય. માટે અહીં ‘સ્વરસથી (=સ્વતઃ ઇચ્છાથી) પ્રર્વતતો” એમ કહ્યું. જીવ ઉક્ત પ્રકારના માર્ગમાં આવે ત્યારે તેને ઉપશમસુખનો અનુભવ થાય છે. સુખ ભૌતિકસુખ અને ઉપશમસુખ એમ બે પ્રકારનું છે. તેમાં ભૌતિકસુખ કેતુ, સ્વરૂપ અને ફળથી અશુદ્ધ છે. જ્યારે ઉપશમસુખ હેતુ, સ્વરૂપ અને ફળથી શુદ્ધ છે. તે આ પ્રમાણે (૧) ભૌતિકસુખ સાતાવેદનીયાદિ કર્મોદયથી પ્રાપ્ત થાય છે. કર્મોદય અશુદ્ધ ભાવ છે. માટે
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy