SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ઉપદેશપદ : ભાગ-૨ ___'घनं' महामेघावलुप्तसकलनक्षत्रादिप्रभाप्रसरभाद्रपदामावास्याश्यामामध्यभागसमुद्भूतान्धकारवन्निबिडं 'मिथ्यात्वं' तत्त्वविपर्यासलक्षणं यत्र स तथा; कालश्चरमपुद्गलपरावर्त्तव्यतिरिक्तशेषपुद्गलपरावर्त्तलक्षणः । अत्र' च वचनौषधप्रयोगेऽकालस्त्वकाल एव भवति ज्ञातव्यः । चरमपुद्गलपरावर्त्तलक्षणस्तु तथाभव्यत्वपरिपाकतो बीजाधानोद्भेदपोषणादिषु प्रवर्त्तमानेषु स्यादपि काल इति । अत एवाह-कालस्त्ववसरः पुनरपुनर्बन्धकप्रभृतिस्तत्रापुनर्बन्धकः "पावं न तिव्वभावा कुणइ" इत्यादिलक्षणः, आदिशब्दाद् मार्गाभिमुख-मार्गपतितौ गृह्यते । तत्र मार्गो ललितविस्तरायामनेनैव शास्त्रकृतेत्थंलक्षणो निरूपितो 'मग्गदयाणं' इत्याद्यालापकव्याख्यायाम्, यथा "इह मार्गश्चेतसोऽवक्रगमनं भुजङ्गगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही क्षयोपशमविशेषो हेतुस्वरूपफलशुद्धा सुखेत्यर्थः" । तत्र पतितः प्रविष्टो भव्यविशेषो मार्गपतित इत्युच्यते, तदादिभावापन्नश्च मार्गाभिमुख इति । एतौ च चरमयथाप्रवृत्तकरणभागभाजावेव विज्ञेयौ । अपुनर्बन्धककालः प्रभृतिर्यस्य स तथा धीरैस्तीर्थकरादिभिर्निर्दिष्टो व्यवहारत इति ॥४३२॥ હવે દાર્શનિક તરીકે મૂકેલા સંસાર રૂપ રોગવાળા જીવોમાં (જિન) વચનરૂપ ઔષધના અકાળનો અને કાળનો નિર્દેશ કરતા ગ્રંથકાર ઇત્યાદિ બે ગાથાઓને કહે છે ગાથાર્થ-(જિન) વચનરૂપ ઔષધના પ્રયોગમાં ઘનમિથ્યાત્વકાળ અકાળ (=અયોગ્ય કાળ) જ જાણવો. તીર્થંકર વગેરે ધીરપુરુષોએ અપુનબંધક વગેરે અવસ્થાના સમયને કાળ ( યોગ્ય કાળો કહ્યો છે. ટીકાર્થઘન એટલે ગાઢ. મિથ્યાત્વ એટલે તત્ત્વોમાં વિપર્યાસ. જે અવસ્થામાં મિથ્યાત્વ ગાઢ હોય તે ઘનમિથ્યાત્વ અવસ્થા છે. જેમ ભાદરવા માસની અમાસની મધ્યરાત્રિએ આકાશમાં મહાન વાદળાં છવાયેલાં હોય, અને એથી સર્વ નક્ષત્ર વગેરેની પ્રજાનો ફેલાવો અટકી ગયો હોય ત્યારે ગાઢ અંધકાર છવાઈ જાય છે. આવા અંધકારની જેમ જે કાળમાં મિથ્યાત્વ ગાઢ હોય તે કાળ ઘનમિથ્યાત્વ છે. ચરમપુગલપરાવર્ત સિવાયના બધા જ પુદ્ગલપરાવર્તોનો કાળ ઘનમિથ્યાત્વ કાળ છે. કારણ કે ત્યાં મિથ્યાત્વ ગાઢ હોય છે. આથી ૧. જેને દષ્ટાન્ત લાગુ પડે તે દાર્શત્તિક કહેવાય. પ્રસ્તુત ઔષધનું દૃષ્ટાંત જિનવચન રૂપ ઔષધને લાગુ પડે છે. માટે જિનવચન રૂપ ઔષધ દાર્દાન્તિક છે. માટે જ અહીં દૃષ્ટાંત તરીકે મૂકેલા એ પદોનો અન્વય (જિન) વચનરૂપ ઔષધના એ પદ સાથે સમજવો. ૨. યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું જ્ઞાન તે વિપર્યાસ. જેમકે દોરડામાં આ સર્પ છે એવું જ્ઞાન વિપર્યાસ રૂપ છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy